તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યુઝ એક્સપોઝ:સીમા પર થયેલી અથડામણમાં ભારતના 28 જવાન શહીદ થયા ? પાકિસ્તાની યુઝર ફેલાવી રહ્યાં છે અફવા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત-પાક સીમા પર થયેલી અથડામણમાં 28 ભારતીય જવાનો શહીદ થઈ ગયા છે. દાવાની સાથે એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. દાવો કરી રહેલા મોટાભાગના સોશિયલ મીડિયા હેન્ડલ પાકિસ્તાનના છે.

સત્ય શું છે ?
ન્યુઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરે પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે આ રિપોર્ટમાં 28 જવાનો શહીદ થવાનો ઉલ્લેખ નથી.

  • ગૂગલ પર કી-વર્ડ સર્ચ કરવાથી પણ ઈન્ટરનેટ પર અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી, જેનાથી પુષ્ટિ થાય છે કે ભારત-પાક સીમા પર ભારતીય સેનાના 28 જવાનો શહીદ થયા છે.
  • 13 નવેમ્બરે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ, કેરન, ગુરેજ સેક્ટરમાં સીઝફાયરનું વાયોલેશન કર્યું હતું. કુપવાડાથી લઈને બારામૂલા સુધી પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ ઘણા પાકિસ્તાની બંકરનો નાશ કર્યો હતો.
  • દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, સીમા પર થયેલી અથડામણમાં બીએસએફ અને આર્મીના 5 જવાનો શહીદ થયા હતા. 6 ભારતીય નાગરિકોનું પણ મોત થયું. જ્યારે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 3 કમાન્ડો સહિત 11 જવાનો ઘાયલ થયા હતા.
  • આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો 28 ભારતીય જવાનો શહીદ થવાનો દાવો ફેક છે. તપાસના અાગામી તબક્કામાં અમે દાવા સાથે શેર કરવામાં આવી રહેલા ફોટાની સત્યતાની ચકાસણી શરૂ કરી.
  • વાઈરલ ફોટો ગૂગલ પર રિવર્સ સર્ચ કરવાથી અમને 2016ની સોશિયલ મીડિયા પોસ્ટમાં એ જ ફોટો મળ્યો. તેના પરથી સ્પષ્ટ થયું કે ફોટો ઓછામાં ઓછો 4 વર્ષ જુનો છે અને તેનો 2020માં ભારત-પાક સીમા પર થયેલી અથડામણ સાથે કોઈ સંબંધ નથી. RIP to our Brave 17 Indian Soldiers, martyred in #UriAttack. Saddest Day in History of India's National Security :( pic.twitter.com/PcqjniqrZJ — Anshul Saxena (@AskAnshul) September 18, 2016
  • Huffington Postના આર્ટિકલમાં પણ અમને એ ફોટો ન મળ્યો. કેપ્શન પરથી ખ્યાલ આવે છે કે ફોટો 30 જૂન, 2010ના છત્તસગઢમાં થયેલા નકસલી હુમલાનો છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો