ABG શિપયાર્ડ કેસ:ઇડી દ્વારા 2,747 કરોડની મિલકતો જપ્ત

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજનાં શિપયાર્ડ, જમીનો, ગુજરાત અને મહારાષ્ટ્રની મિલકતોનો સમાવેશ

એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેની ગ્રૂપ કંપનીઓ તથા સંલગ્ન એકમો સામેના બેન્ક લોન ફ્રોડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે તપાસના ભાગરૂપે ઇડીએ ગુરુવારે ડૉકયાર્ડ્સ, ખેતીની જમીન, કોમર્શિયલ પ્રોપર્ટીઝ અને બેન્ક ડિપોઝિટ્સ સહિત 2,747 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. તેમાં સુરત અને દહેજ ખાતેના શિપયાર્ડ્સ, ખેતીની જમીનો અને પ્લોટ્સ, ગુજરાત-મહારાષ્ટ્રમાં વાણિજ્યિક અને રહેણાક મિલકતો અને બેન્ક એકાઉન્ટ્સ સામેલ હોવાનું ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું.

પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરાયેલી મિલકતોનું કુલ મૂલ્ય 2,747.69 કરોડ રૂ. છે. એબીજી શિપયાર્ડ લિ.ના સ્થાપક રિશી અગ્રવાલની સીબીઆઇ દ્વારા ધરપકડના બીજા દિવસે ઇડીએ આ કાર્યવાહી કરી છે. તપાસમાં માલૂમ પડ્યું કે એબીજી શિપયાર્ડ લિ. અને તેના સીએમડી રિશી અગ્રવાલે આઇસીઆઇસીઆઇ બેન્ક, મુંબઇના નેતૃત્વ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી વિવિધ ક્રેડિટ ફેસિલિટી/લોન મેળવી હતી.

જપ્ત કરાયેલી મિલકતોમાં એબીજી શિપયાર્ડ લિ. અને તેની ગ્રૂપ કંપનીઓ, બર્માકો એનર્જી સિસ્ટમ્સ લિ., ધનંજય દાતાર, સવિતા ધનંજય દાતાર, કૃષ્ણ ગોપાલ તોશનીવાલ અને વિરેન આહુજાની મિલકતોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...