• Gujarati News
  • National
  • 2.67 Lakh New Cases Reported In Last 24 Hours, 398 Deaths; Ban On Use Of Molnupiravir In Odisha Despite Centre's Approval

કોરોના દેશમાં LIVE:છેલ્લાં 24 કલાકમાં 2.68 લાખ નવા કેસ, 402 મોત; દિલ્હીમાં સતત બીજા દિવસે કેસમાં ઘટાડો, આજે 20 હજાર કેસ નોંધાયા

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • છેલ્લા 24 કલાકમાં 2.67 લાખ નવા કેસ નોંધાયા, 398નાં મોત
  • કેન્દ્રની મંજૂરી છતાં ઓડિશાનો મોલનુપિરાવિરના ઉપયોગ પર પ્રતિબંધ

દેશમાં શુક્રવારે 2 લાખ 68 હજાર 833 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1 લાખ 22 હજાર 638 લોકો સાજા થયા છે તેમજ 402 લોકોનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 45 હજાર 747નો વધારો નોંધાયો હતો. હાલમાં દેશમાં 14.10 લાખ એક્ટિવ કેસ છે. ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 14 લાખને પાર થઈ ગયા છે. છેલ્લાં 14 દિવસમાં એક્ટિવ કેસમાં 1054%નો વધારો થયો છે.

દિલ્હીમાં સતત બીજા દિવસે ડેઈલી કેસમાં ઘટાડો, આજે 20 હજાર કેસ સામે આવ્યા
દિલ્હીમાં શનિવારે કોરોનાના 20,718 કેસ સામે આવ્યા છે. 13 જાન્યુઆરીએ 28,867 કેસ નોંધાયા હતા, જે ત્રીજી લહેરમાં એક જ દિવસમાં દિલ્હીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. જે બાદ 14 જાન્યુઆરી 24,583 કેસ સામે આવ્યા એટલે કે આજે 15 જાન્યુઆરીએ કેસમાં ઘટાડો નોંધાયો છે. જો કે પ્રદેશમાં પોઝિટિવિટી રેટ 30.64% છે.

એક્ટિવ કેસ 93,407 છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 30 દર્દીનાં મોત થયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શનિવારે જણાવ્યું કે છેલ્લાં 5-6 દિવસમાં હોસ્પિટલમાં દર્દીઓના દાખલ થવાના દરમાં કોઈ વધારો થયો નથી, જેનાથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં કેસ હજુ ઘટશે. 85% હોસ્પિટલ બેડ ખાલી છે.

અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 748 લોકોનાં મોત થયાં છે
નવા સંક્રમિતોમાં માત્ર 3 હજારનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાં ગુરુવારે 2.64 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કુલ 3.68 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.49 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 85 હજાર 748 લોકોનાં મોત થયાં છે. કુલ એક્ટિવ કેસ 31મી ડિસેમ્બરે 1 લાખ અને 8મી જાન્યુઆરીએ 5 લાખ થયા હતા. આ રીતે માત્ર 15 દિવસમાં કુલ એક્ટિવ કેસ વધીને 14 ગણા થઈ ગયા છે.

આ દરમિયાન કોરોનાની સારવાર માટે દવા મોલનુપિરાવિરનાં વેચાણ અને ઉપયોગ પર ઓડિશા સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરે પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારના રેગ્યુલેટરે કહ્યું હતું કે જ્યાં સુધી એ સંપૂર્ણ રીતે સાબિત ન થાય કે દવા સંપૂર્ણપણે સલામત છે ત્યાં સુધી એનાં ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)નું કહેવું છે કે કોઈપણ નવી દવાની સલામતી-અસરકારકતાની ચકાસણી કરવી અને દવાના ઉપયોગ કરવાની મંજૂરી આપવી એ કેન્દ્રનું કામ છે. ઓડિશા સરકારની એક ટેક્નિકલ સમિતિએ આ દવા પર પ્રતિબંધની ભલામણ કરી હતી, ત્યાર બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે
દેશમાં કોરોના સંક્રમણની ગતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની મુશ્કેલીઓ વધારી છે. આ ઝડપ જોઈને નિષ્ણાતો સંકેત આપી રહ્યા છે કે ત્રીજી લહેર ધીમે ધીમે નહીં, પરંતુ ઝડપથી એની પીક પર પહોંચી રહી છે.

છેલ્લા 3 દિવસની સ્થિતિ પર નજર કરીએ તો 12 જાન્યુઆરીએ કોરોનાના 2 લાખ 47 હજાર 717 દર્દી આવ્યા હતા. 11 જાન્યુઆરીના રોજ 1 લાખ 94 હજાર 720 દર્દી મળી આવ્યા હતા, એટલે કે દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી પીક તરફ આગળ વધી રહી છે. નિષ્ણાતોએ કોરોનાની પીક વિશે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર એની પીક પર પહોંચી જશે, જ્યારે દરરોજ 4-8 લાખ કેસ મળી આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 43,211 નવા કેસ નોંધાયા છે
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,211 નવા કેસ સામે આવ્યા છે. જોકે ગુરુવારની સરખામણીમાં આ 3,195 ઓછા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 19 લોકોનાં મોત થયાં છે તેમજ, ઓમિક્રોનના 238 નવા કેસ મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...