• Gujarati News
  • National
  • 2.58 Lakh New Cases Were Reported In Last 24 Hours, 1.51 Lakh Patients Were Cured; In Delhi, Cases Dropped By 13%

કોરોના દેશમાં LIVE:દિલ્હીમાં સતત ચોથા દિવસે કેસમાં ઘટાડો, આજે 12,557 કેસ નોંધાયા; દેશમાં ગઈકાલે નોંધાયા હતા 2.58 લાખ નવા કેસ

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • અમેરિકામાં એક દિવસમાં 346 મોત જ્યારે ભારતમાં 385 મોત કોરોનાને કારણે થયાં છે

દિલ્હીમાં સોમવારે કોરોનાના નવા કેસ 12,527 નોંધાયા છે. સતત ચોથા દિવસે કેસમાં ઘટાડો નોંધાયો છે. 13 જાન્યુઆરીએ 28,867 નવા કેસ નોંધાયા હતા, 14 જાન્યુઆરીએ 24,343 કેસ સામે આવ્યા, 15 જાન્યુઆરીએ 20,718 અને 16 જાન્યુઆરીએ 18,268 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 27.99% છે.

દિલ્હીમાં રવિવારની તુલનાએ એક્ટિવ કેસમાં 5,837નો ઘટાડો થયો છે. રવિવારે 89,819 કેસ નોંધાયા હતા જે સોમવારે ઘટીને 83,982 થયા છે.

દેશમાં રવિવારે મળ્યા હતા 2.58 લાખ કેસ
દેશમાં રવિવારે 2 લાખ 58 હજાર 89 નવા કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. આ દરમિયાન 1 લાખ 51 હજાર 740 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 385 લોકોનાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ 56 હજાર 341 થઈ છે. એક્ટિવ કેસ એટલે કે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ છે. તેના એક દિવસ પહેલાં કોરોના સંક્રમણના 2,71,202 કેસ આવ્યા હતા. અમેરિકા કરતાં ભારતમાં મૃત્યુ વધારે છે. અમેરિકામાં એક દિવસમાં 346 મોત જ્યારે ભારતમાં 385 મોત કોરોનાને કારણે થયાં છે.

  • એક્ટિવ કેસ: 16,56,341
  • કુલ સાજા થયા: 3,52,37,461
  • કુલ મૃત્યુઃ 4,86,451
  • કુલ વેક્સિનેશન: 1,57,20,41,825
  • ઓમિક્રોનના કુલ કેસ: 8,209

કોરોના અપડેટ્સ...

  • છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લામાં નવોદય વિદ્યાલયમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 153 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
  • NTAGI ચીફે કહ્યું, માર્ચ સુધીમાં 12 થી 14 વય જૂથના લોકો માટે કોવિડ વેક્સિનેશન શરૂ થવાની સંભાવના છે.
  • UAEથી મુંબઈમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે 7 દિવસના હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે નહીં. BMC અનુસાર, આ મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર ફરજિયાત RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે નહીં.
  • મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મમૂટી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે તમામ જરૂરી સાવચેતી રાખવા છતાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવો તાવ છે, જો કે હું ઠીક છું અને હોમ આઇસોલેશનમાં છું.

મહારાષ્ટ્ર: મુંબઈમાં સંક્રમણ દર 30%થી ઘટીને 13.7% થયો
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 41327 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 40,386 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને 29 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 2.65 લાખ થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 72.11 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 68 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1,41,808 લોકોના મોત થયા છે. રાજ્યમાં પોઝિટિવિટી દર 19.67% છે. સારા સમાચાર એ છે કે મુંબઈમાં દૈનિક સંક્રમણનો દર 30%થી ઘટીને 13.7% થયો છે. જો કે, મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સનું કહેવું છે કે કોરોના પીક પર પહોંચી ગયો છે કે પીક સમાપ્ત થઈ રહી છે, તે જાણવામાં હજી 1 સપ્તાહની રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...