હરિયાણાના ગુરુગ્રામમાં દ્વારકા એલિવેટેડ એક્સપ્રેસ-વેના ત્રણ પિલ્લર વચ્ચે લગભગ 250 ફૂટ લાંબો સ્પાઇન ગત રવિવારે સવારે અચાનક પડી ગયો હતો. આ દુર્ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્લેબ તૂટતાં આસપાસના વિસ્તાર ધ્રૂજ્યો હતો અને ભારે ધૂળની ડમરી છવાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બે-ત્રણ મિનિટ સુધી ધૂળની ડમરીને લીધે કંઇ પણ દેખાતું નહોતું. મબત્ત્વનું છે કે, ગત 4 માર્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી અને NHAIના અધિકારીઓ સાથે ફ્લાઇ ઑવરના બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.