નેશનલ કન્ઝ્યુમર રિડ્રેસલ કમિશનનો આદેશ:હલકી સામગ્રી વાપરનાર બિલ્ડરને 25 હજાર દંડ

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા મકાનમાં ખરાબ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા માટે નેશનલ કન્ઝ્યૂમર રિડ્રેસલ કમિશને અગત્યનો ચુકાદો આપ્યો છે. કમિશનના જસ્ટિસ એસ.એમ. કાંતિકાર અને જસ્ટિસ વિનોય કુમારની બેન્ચે કહ્યું, ખરાબ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ ગ્રાહક અધિકારોનું હનન છે. જો કોઈ બિલ્ડર સારું બનાવવાનો વાયદો કરે છે તો તેમાં તે નિર્માણમાં સારી સામગ્રીનો ઉપયોગ કરશે. તેમની પાસેથી આશા રાખવામાં આવે છે કે ગ્રાહકની સાથે કરાર અનુસાર જવાબદારી યોગ્ય રીતે નિભાવે. તેમ છતાં બિલ્ડર નિર્માણમાં ખરાબ સામગ્રી વાપરે છે તો તે ખોટું છે. આવી સ્થિતિમાં પીડિત ગ્રાહક સંરક્ષણ કાયદા હેઠળ વળતર માંગવાનો હકદાર છે.

કમિશને મહારાષ્ટ્ના નાંદેડ નિવાસી વિમલબલ પાટિલની અરજી પર ચુકાદો આપ્યો. કમિશને બિલ્ડરને આદેશ આપ્યો કે તે અરજીકર્તાને ફ્લેટની મરામત માટે 13 હજાર રૂપિયા અને 10 હજાર માનસિક ત્રાસના બદલે 9 ટકા વ્યાજની સાથે આપે. આ ઉપરાંત્ 2 હજાર રૂપિયા કેસના ખર્ચ માટે અલગથી આપે. પાટિલે 2001માં 3600 વર્ગ મીટરના પ્લોટમાં મકાન અને દુકાન બનાવવા માટે બિલ્ડર સાથે કરાર કર્યો હતો. બિલ્ડરે 2003માં એપાર્ટમેન્ટ બનાવ્યું. મહિલા તેમાં રહેવા લાગી તો ખબર પડી કે નિર્માણમાં ખરાબ સામાનનો ઉપયોગ થયો છે.

વર્ષ 2007માં પાટિલે જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી. ફોરમે બિલ્ડરને દંડ અને ફ્લેટની મરામત કરાવવાનો આદેશ આપ્યો હતો. બિલ્ડરે આ નિર્ણયને રાજ્ય ગ્રાહક કમિશનમાં પડકાર્યો હતો. કમિશને જિલ્લા ફોરમમના ચુકાદો રદ કરી દીધો હતો. પાટિલે આ ચુકાદાને નેશનલ કન્ઝ્યૂમર કમિશનમાં પડકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...