તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનમાં મળેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ભારતમાં પ્રવેશી ચુક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 20 લોકો આ નવા સ્ટ્રેનથી સંક્રમિત મળી આવ્યા છે. સરકાર નવા સ્ટ્રેનને લઈને સતર્ક છે, પરંતુ બ્રિટનથી પરત ફરેલા તે યાત્રિકોના કારણે પરેશાની વધી છે, જે ટ્રેસ નથી થઈ શકતા. શક્યતા છે કે આ નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા તો વધુ લોકો સુધી આ ફેલાય શકે છે. આવા ગુમ થયેલા યાત્રિકો અંગે ભાસ્કરે અલગ અલગ રાજ્યોમાં રિપોર્ટ એકઠાં કરવાની શરૂઆત કરી દીધી છે. જે આંકડા મળી રહ્યાં છે, તે ચિંતાજનક છે. કેટલીક જગ્યાએ યાત્રિકોએ પોતાના સરનામા અને નંબર ખોટા આપ્યા છે તો કેટલાંકના નંબર UKના છે જે હવે બંધ આવી રહ્યાં છે.
પંજાબઃ એક મહિનામાં બ્રિટનથી 3426 લોકો પરત ફર્યા
રાજ્યમાં એક મહિનામાં 3426 લોકો બ્રિટનથી પરત ફર્યા છે. જેમાંથી 1000 લોકોને ટ્રેસ કરીને હોમ કોરોન્ટિન કરવામાં આવ્યા છે. પરંતુ 2426 લોકો એવા પણ છે કે જેઓને ટ્રેસ નથી કરવામાં આવી રહ્યાં. કોરોનાના નોડલ ઓફિસર ડૉ. રાજેશ ભાસ્કરે જણાવ્યું કે યાત્રિકોને ટ્રેસ કરવાના પ્રયાસો યથાવત છે અને તમામ જિલ્લાઓમાંથી 3 દિવસમાં રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રઃ 109 લોકો સડક માર્ગે મુંબઈથી પુણે પહોંચ્યા અને હવે લાપતા
પુણેમાં બ્રિટનથી આવનારા 109 લોકો ગુમ છે. આ લોકો મુંબઈથી સડક માર્ગે પુણે પહોંચ્યા હતા અને તેના કારણે હવે ચિંતા વધી ગઈ છે. મેયર મુરલીધરન મોહોલે કહ્યું કે 542 યાત્રી બ્રિટનથી આવ્યા હતા અને તેમાંથી 109 યાત્રિકોના એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેઈલ્સ નથી મળી રહી. આ છેલ્લાં 15 દિવસથી પુણેમાં છે. પ્રશાસને 020-25506800/01/02/03 પર PMCનો હેલ્પ ડેસ્ક નંબર પણ જાહેર કર્યો છે, જ્યાં બ્રિટનથી પરત ફરેલા યાત્રિકોએ રિપોર્ટ કરવું જરૂરી છે.
ઝારખંડઃ 32 બ્રિટનથી પરત ફર્યા, રાંચીના સૌથી વધુ 22 લોકો
કેન્દ્રએ ઝારખંડ સરકારને એક યાદી મોકલી છે. જેમાં તે 32 લોકોના નામ છે, જેઓ બ્રિટનથી પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ 22 લોકો રાંચીના છે. આ તમામ યાત્રિકોને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. જેમના ટેસ્ટ કરાવવામાં આવશે. હજુ સુધી જેટલાં યાત્રિકોના ટેસ્ટ થયા છે, તેમાં કોઈનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. પ્રશાસન વીડિયો કોન્ફરન્સિંગથી યાત્રિકોનો સંપર્ક કરવાનો પુરતો પ્રયાસ કરી રહ્યાં છે.
છત્તીસગઢઃ રાયપુર પરત ફરેલી 2 મહિલા પોઝિટિવ, નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં બ્રિટનથી પરત આવેલી 2 મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી હતી. 9 ડિસેમ્બર પછી બ્રિટનથી 65 લોકો છત્તીસગઢ આવ્યા છે. જેમાંથી 53 લોકોના કોરોનાની તપાસ કરવામાં આવી હતી. હજુ સુધી 6 લોકો સંક્રમિત થયા છે. વાયરસના નવા સ્ટ્રેનની તપાસ પ્રદેશમાં સંભવ નથી. એવામાં તમામના સેમ્પલ પુણેની નેશનલ વાયરોલોજી લેબોરેટ્રીમાં મોકલવામાં આવ્યા છે.
ઓરિસ્સાઃ ભુવનેશ્વરમાં 74 લોકોનો સંપર્ક ન થઈ શક્યો
ભુવનેશ્વર પ્રશાસને પણ બ્રિટનથી પરત ફરેલા કેટલાંક યાત્રિકોનો સંપર્ક ન હોવાને કારણે પરેશાન છે. ત્યાં 74 લોકો ટ્રેસ નથી થઈ રહ્યાં, કેમકે તેમના ફોન નંબર્સ UKના હતા. હવે આ નંબર સ્વિચ્ડ ઓફ છે.
તેલંગાનાઃ યાત્રિકોએ ટિકિટમાં એડ્રેસ-નંબર ખોટા નોંધાવ્યા છે
બ્રિટનથી હાલમાં તેલંગાના પરત આવેલા ઓછામાં ઓછા 279 યાત્રિકોની કોઈ ભાળ જ નથી. 184 મુસાફરોએ પોતાના નંબર અને એડ્રેસ ખોટા આપી રાખ્યા છે.
આંધ્રની મહિલા આઈસોલેશન સેન્ટરથી ભાગી, સ્પેશિયલ ટ્રેનથી ઘરે પહોંચી
બ્રિટનથી પરત ફરેલી આંધ્રપ્રદેશની એક મહિલામાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને તે સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુંદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ છે. જો કે પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.