તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન ન મળતા 24 દર્દીના મોત:કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજન મોડો પહોંચતા 24 દર્દીઓનાં મોત; તેમાંથી 23 કોરોનાના દર્દી, મૈસુરથી ઓક્સિજન સમયસર પહોંચ્યો નહીં

કર્ણાટક14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનના અભાવથી 24 દર્દીઓ મોતને ભેટ્યા

કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે.

કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.

ઓક્સિજન માટે તડપી રહ્યા હતા દર્દીઓ
ખરેખર, ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ત્યાં ઓક્સિજન પહોંચાડવામાં વિલંબ થયો, જેના કારણે આટલો મોતિ દુર્ઘટના સર્જાઇ. જણાવાયું છે કે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાય સમાપ્ત થયા બાદ તેઓ તડપી રહ્યા હતા અને તેઓ મોતને ભેટ્યા. મૃત્યુ પામનાર દર્દીના પરિવારના સભ્યોની રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.

ઓક્સિજન વિના મૃત્યુ પામનાર દર્દીના પરિવારના સભ્યોની રડી-રડીને ખરાબ હાલત થઈ છે.
ઓક્સિજન વિના મૃત્યુ પામનાર દર્દીના પરિવારના સભ્યોની રડી-રડીને ખરાબ હાલત થઈ છે.

આ પહેલાં કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછતના કારણે ચાર દર્દીના મોત થયા હતા. તે જ દિવસે યજદિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટના કારણે એક વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાકટની ઘણી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા
હાલમાં, કર્ણાટકમાં કારોના કેસની કુલ સંખ્યા 16 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 217 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા. કોરોનાના દર્દીઓને બેડ અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 8 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો