તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળામાં ચોથા સ્નાન પર્વ વસંતપંચમી નિમિત્તે આસ્થાનો જનસૈલાબ સંગમ તટે ઊમટી પડ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી સંગમ ઘાટ પર શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યા પછી દેવી સરસ્વતીની આરાધના કરી હતી. મેળાના સંચાલન તંત્રના આંકડા પ્રમાણે, વસંતપંચમીના શુભ મુહૂર્તમાં આશરે 23 લાખ શ્રદ્ધાળુએ ગંગાસ્નાન કર્યું હતું. આ દરમિયાન કોરોના ગાઈડલાઈન્સનું પણ કડકાઈથી પાલન કરાયું હતું. વસંતપંચમી નિમિત્તે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિ યોગનો ખાસ સંયોગ પણ હતો, જેથી અહીં મોટા પ્રમાણમાં લોકો ઊમટ્યા હતા.
વડોદરામાં એરબસ 320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌપ્રથમ રેસ્ટોરન્ટ ધમધમશે, દેશમાં આ પ્રકારની ત્રીજી હોટલ હશે
ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરોક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ ધમધમે છે. આ યાદીમાં નવમુ નામ વડોદરાનું ઉમેરાય તેવી શક્યતા છે. કારણ કે વડોદરામાં રિયલ એરબસ 320માં એક રેસ્ટોરન્ટ શરૂ થવા જઇ રહી છે. ગુજરાતની સૌથી પ્રથમ એરપ્લેન રેસ્ટોરન્ટ વડોદરામાં શરૂ થશે. આગામી બેથી ત્રણ મહિનામાં આ પ્લેન રેસ્ટોરન્ટ ધમધમતી થઇ જશે. જો વિમાનમાં બેસવાની તક ન મળી હોય અને તેમાં બેસવાની ફીલનો અનુભવ કરવો હોય તો આ રેસ્ટોરન્ટમાં એ મજા માણી શકાશે. આ રેસ્ટોરન્ટ વડોદરાના દક્ષિણે આવેલા ધનિયાવી બાયપાસ પાસેની એક હોટેલના ઓનર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટમાં 99 વ્યક્તિઓ એક સાથે જમી શકશે.
ઈજિપ્તમાં 5000 વર્ષ જૂની બિયર ફેક્ટરી મળી આવી
ઈજિપ્ત અને અમેરિકાના પુરાતત્ત્વવિદોને ઈજિપ્તના પ્રાચીન શહેર એબેડોસમાં ખોદકામ વખતે 5000 વર્ષ જૂની બિયર ફેક્ટરી મળી આવી છે. ઐતિહાસિક રેકોર્ડ પ્રમાણે, આ વિશ્વની સૌથી જૂની બિયર ફેક્ટરી છે. પુરાતત્ત્વવિદોને આ ફેક્ટરીના આઠ મોટા એકમ મળ્યા છે, જે તમામની તસવીરો પણ જાહેર કરાઈ છે. આ સંશોધક ટીમના વડા ડૉ. મેથ્યુ એડમ્સના મતે, આ ફેક્ટરી કિંગ નારમેરના કાળની છે. આ રાજા પાંચ હજાર વર્ષ પહેલાં અહીં રાજ કરતો હતો.
બરફનું તોફાન, હાડ થિજાવતી ઠંડીમાં વીજળી ડૂલ
ટેક્સાસમાં બરફના તોફાનથી લોકોની હાલાકી પારાવાર વધી છે. એક તરફ, હાડ થિજાવતી ઠંડી છે તો બીજી તરફ, ઈલેક્ટ્રિસિટીની માગ વધી જતાં વીજળી ડૂલ થઈ ગઈ છે, જેને કારણે 40 લાખથી વધુ લોકો વીજળી વિના ઉપકરણો બંધ થઈ જતાં ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા. વીજળી ન હોવા છતાં કેટલાક સ્ટોરમાં માત્ર રોકડથી વ્યવહાર કરીને વસ્તુઓ વેચવામાં આવી રહી છે, પણ આવા જૂજ સ્ટોર જ ખુલ્લા છે. બરફના તોફાનથી બરફના થર કેનેડાથી મેક્સિકો સુધી જામેલા જોવા મળે છે, જેને કારણે પરિવહન સેવાઓ પર અસર પડી છે. એટલું જ નહીં, એર ટ્રાવેલ પણ બંધ કરવાની ફરજ પડી છે.
ચંદ્ર પર પાણી શોધવા સૌથી હલકા રોબોટનું પરીક્ષણ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.