ગગનચુંબી ઈમારતની ચિમની પળભરમાં ધરાશાયી,VIDEO:વંદના પાવર પ્લાન્ટ પર 223 કરોડનું દેવું હતું; 2015માં બેંકે સંપત્તિ જપ્ત કરી

2 મહિનો પહેલા

છત્તીસગઢના કોરબામાં શુક્રવારે બંધ પડેલા પાવર પ્લાન્ટની ગગનચુંબી ચિમની પળભરમાં ધરાશાયી થઈ ગઈ.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોરબાના છુરીકલા ગામ નજીક વંદના પાવર પ્લાન્ટ આવેલો છે. અહીં વર્ષ 2008-09 માં લગભગ 700 એકર જમીનનું અધિકરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 35 મેગાવોટની એક એકમ સ્થાપિત કરવામાં આવી હતી. પણ ચાર મહિનામાં જ યુનિટ બંધ થઈ ગઈ. ત્યાર બાદ અહીં બે ચિમનીઓ બંધ પડી હતી. જેમાંથી એકને ધરાશાયી કરવામાં આવી છે. વંદના પાવર પ્લાન્ટ પર 223 કરોડનું દેવું હતું. બેંકે 17 ઓગસ્ટ, 2015ના રોજ વંદના પાવર પ્લાન્ટની સંપત્તિઓ જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...