ઇજિપ્તે મમીનું રહસ્ય જણાવતો પથ્થર માંગ્યો:222 વર્ષ પહેલા અંગ્રેજો રોસેટા સ્ટોન લઈ ગયા હતા, તેનું વજન 760 કિલો છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌપ્રથમ આ પથ્થરને નેપોલિયનની સેનાએ 1799માં શોધી કાઢ્યો હતો.

વિશ્વની અજાયબીઓમાં સામેલ પિરામીડ અને મમીનું રહસ્ય જણાવતો રોસેટા સ્ટોનને ઇજિપ્તે પરત માંગ્યો છે. લગભગ 2200 વર્ષ જુનો આ રોસેટા સ્ટોનને 222 વર્ષ પહેલા અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા હતા. બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં રાખવામાં આવેલ રોસેટા સ્ટોન મુલાકાતીઓ દ્વારા સૌથી વધુ જોવામા આવતી આર્ટિફેક્ટ છે.

લગભગ 760 કિલો વજનના 'રોસેટા સ્ટોન'ના કારણે જ આજે વિશ્વ ઇજિપ્તની હિયેરોગ્લિફિક ભાષા સમજી શક્યું છે. તેના પર એક જ સંદેશ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં લખાયેલો છે, જેમાંથી એક હિયેરોગ્લિફિક ભાષા પણ છે. આ ભાષાનો પ્રાચીન ઇજિપ્તના પૂજારીઓ ઉપયોગ કરતા હતા અને તેમના મોટાભાગના ધાર્મિક ગ્રંથો તેમાં લખાયેલા છે.

'રોસેટા સ્ટોન' પર એક જ સંદેશ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં લખાયેલો છે,
'રોસેટા સ્ટોન' પર એક જ સંદેશ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં લખાયેલો છે,

1799 માં શોધ કરવામાં આવી હતી
'રોસેટા સ્ટોન'ની શોધને કારણે 1400 વર્ષ પહેલાં અદ્રશ્ય થઈ ગયેલી હિયેરોગ્લિફિક ભાષાનું ભાષાંતર શક્ય બન્યું હતુ. આ પથ્થરને નેપોલિયનની સેનાએ સૌપ્રથમ 1799 માં ઇજિપ્તના શહેર અલ-રશીદમાં શોધી કાઢ્યો હતો. અંગ્રેજો તેને રોસેટા ટાઉન કહેતા હતા, ત્યાર બાદ આ પથ્થર આજે જાણીતો છે. ઇજિપ્તના પુરાતત્વ મંત્રી ઝાહી હવાસ આવતા મહિને રોસેટા સ્ટોન પરત કરવા માટે બ્રિટિશ મ્યુઝિયમને અરજી કરશે.

લગભગ 2200 વર્ષ જુનો આ રોસેટા સ્ટોનને 222 વર્ષ પહેલા અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા હતા.
લગભગ 2200 વર્ષ જુનો આ રોસેટા સ્ટોનને 222 વર્ષ પહેલા અંગ્રેજો ઈગ્લેન્ડ લઈ ગયા હતા.

પથ્થર પર લખ્યો છે નવા રાજાના રાજ્યાભિષેકનો શાહી આદેશ
રોસેટા સ્ટોન પર ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ઈસ.થી 196 વર્ષ પુર્વે એક શાહી આદેશ લખવામાં આવેલ છે, જેમાં એક નવા રાજાના રાજ્યાભિષેકનો ઉલ્લેખ છે. ભાષાવિદોએ તેના આધાર પર ઇજિપ્તના ફરાઓ રાજાઓની ભાષા દુનિયાને જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...