બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં ભીષણ આગ:43 લોકોના મોત, 450થી વધુ લોકો ઈજાગ્રસ્ત, મૃતકોમાં ફાયરની ટીમના કેટલાક જવાનો પણ સામેલ

બાંગ્લાદેશએક મહિનો પહેલા
  • મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

દક્ષિણ-પુર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો, જેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 43 લોકોનાં મોત થયા હતા અને 450થી વધું લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 'ઢાકા ટ્રિબ્યુન' અનુસાર, ચટ્ટોગામના BM કન્ટેનર ડેપો શનિવારે રાત્રે આગ લાગી હતી. 'ધ ડેઇલી સ્ટાર' અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે સેનાને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

ચટ્ટોગ્રામ ડિવિઝનલ કમિશનર અશરફ ઉદ્દીને જણાવ્યું કે 150-200 સૈન્ય જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ચટ્ટોગ્રામ ડિવિઝનલ કમિશનર અશરફ ઉદ્દીને જણાવ્યું કે 150-200 સૈન્ય જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ફાયરની ટીમના જવાનનું પણ મોત
બાંગ્લાદેશ ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સનાં એક અધિકારીએ જણાવ્યું હતુ કે આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબું મેળવવા પહોંચેલી ફાયરની ટીમના 5 જવાનોનાં પણ મોત થયા છે. મૃતકોમાંથી એકની ઓળખ કુમિરા સ્ટેશન ઓફિસર (નર્સિંગ આસિસ્ટન્ટ) મોનીરુઝમાં તરીકે થઈ છે. 15 જવાનો ઘાયલ થયા છે. તેમજ ફાયરની ટીમના 2 જવાન ગુમ છે.

ડેપોમાં આગ પર કાબુ મેળવવા મોટે ફાયરની 19 ગાડીઓ પહોંચી હતી. ભારે જહેમત બાદ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ડેપોમાં આગ પર કાબુ મેળવવા મોટે ફાયરની 19 ગાડીઓ પહોંચી હતી. ભારે જહેમત બાદ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
બચાવ દળ અને નજીકમાં રહેતા લોકો પણ ગઈ રાતથી રાહત-બચાવ કાર્યમાં લાગેલા છે.
બચાવ દળ અને નજીકમાં રહેતા લોકો પણ ગઈ રાતથી રાહત-બચાવ કાર્યમાં લાગેલા છે.
હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે.
હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ડેપોમાં રાખવામાં આવેલ કેમિકલ આગનું કારણ હોઈ શકે છે
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારી નુરુલ આલમે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 43 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ડેપોમાં રાખવામાં આવેલા કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.

પોલીસ અને ફાયરકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા
ડેપોમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 43 લોકોનાં મોત થયા હતા. જ્યારે પોલીસ અને ફાયર ફાઇટર સહિત સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 450 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCH (ચટ્ટગાંમ મેડિકલ કોલેજ હોસ્પિટલ)માં સારવાર હેઠળ છે.

ડેપોમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા.
ડેપોમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા.

હજી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે
ચટ્ટગામમાં આરોગ્ય અને સેવા વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે અન્ય હોસ્પિટલોમાં મૃત્યુ પામેલ લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી.

જીવ ગુમાવનારા 7 લોકોની ઓખળ થઈ
ધ ડેઈલી સ્ટાર મુજબ જીવ ગુમાવનારા લોકોમાંથી 7ની ઓળખ થઈ છે. તેમાં મોહમ્મદ મોનીરુઝમાં (32), મોમિનુલ હક (24), મોહિઉદ્દીન (26), હબીબુર રહેમાન (26), રબીઉલ આલમ (19), શુમોન (28), અને ન્યોન (20) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...