તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈન્ડિયા LIVE:એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

નવી દિલ્હી5 મહિનો પહેલા
કોલકાતાની એક તસવીર
  • સ્વાસ્થ્ય મંત્રાલયે બેઠકો વીડિયો કોન્ફરન્સથી કરવાનો નિર્ણય કર્યો
  • દેશમાં અત્યાર સુધી 6088 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 2587 લોકોના જીવ ગયા
  • બુધવારે સૌથી વધારે 2,560 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા, દિલ્હીમાં આ સંખ્યા 1513 સંક્રમિત થયા

દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 26 હજાર 634 થઇ ગઇ છે. ગુરૂવારે એક દિવસમાં સૌથી વધારે 9910 કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે પણ 9638 દર્દી નોંધાયા હતા. હવે મહારાષ્ટ્રમા દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજારને પાર કરી ગઇ છે. દિલ્હીમાં લગાતાર દર્દીઓની સંખ્યા વધવા પર સંસદ ભવન પરિસરમાં સાંસદોના પીએ, લોકસભા સચિવાલયમાં ઉપસચિવ સ્તરના અધિકારીઓના પર્સનલ ગેસ્ટ/મુલાકાતી અને નિવૃત સ્ટાફના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. આ વ્યવસ્તા આગામી આદેશ સુધી લાગૂ રહેશે. મહારાષ્ટ્ર સરકારે દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત મુંબઇ મેટ્રોપોલિટન રીજનમાં ઇ-પાસ વિના જિલ્લાઓ વચ્ચે અવરજવરની મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે રાજ્યમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત થયું હતું. મહારાષ્ટ્રમાં અત્યારસુધી 30 પોલીસ કર્મચારી કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે 2557 સંક્રમિત છે.

બીજી તરફ દિલ્હી-NCR બોર્ડર સીલ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે કહ્યું કે દરેક માટે એક કોમન પાસ બને જે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી ત્રણેય રાજ્યમાં માન્ય હોય. કોર્ટે કહ્યુ કે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિઓ/અધિકારીઓને બેઠક કરવી જોઇએ અને આ મુદ્દે જલ્દીથી સમાધાન શોધવું જોઇએ. લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશે નોએડા-ગાઝિયાબાદ અને હરિયાણાએ ગુરુગ્રામ-ફરીદાબાદ બોર્ડર સીલ કરી નાખી હતી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 9,304 નવા કેસ સામે આવ્યા છે અને 260 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, અત્યાર સુધી 42 લાખ 42 હજાર 718 સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં એક લાખ 39 હજાર 485 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે.તો બીજી બાજુ Covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે એક દિવસમાં 9638 સંક્રમિત મળ્યા હતા. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે 8789 દર્દી 31 મેના રોજ મળ્યા હતા. 

દેશભરમાં 1લાખ 4 હજાર 071 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 78,860 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 2,587 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં 25,872 દર્દીઓ સંક્રમિત થયા છે અને 208 લોકોના મોત થયા છે.

 અપડેટ્સ

  • જયપુરની SMS હોસ્પિટલમાં હાર્ટ, કિડની, બ્લડપ્રેશ, લીવર અમે દમ-અસ્થમા જેવી ગંભીર બિમારી હોવા છતા 176 દર્દીઓઓ કોરોનાને હરાવ્યો છે. જેમાં યુવાનો, મહિલા અને વૃદ્ધ પણ સામેલ છે. ડો.ભંડારીના જણાવ્યા પ્રમાણે અહીંયાથી સાજા થનારા 876 દર્દીઓમાંથી 176થી વધુ દર્દી કોવિડ સાથે ડાયાબિટીસ, હાર્ટ અને કીડની જેવી બિમારીથી પીડિત હતા.
  • દિલ્હી-NCR બોર્ડર સીલ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, તમામ માટે એક કોમન પાસ બનાવવો જોઈએ, જેને હરિયાણા, યુપી અને દિલ્હી ત્રણેય રાજ્યોમાં માન્યતા હોય. કોર્ટે કહ્યું કે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિ/ અધિકારીઓએ બેઠક કરવી જોઈએ અને આ મુદ્દે ઝડપથી સમાધાન પણ કરવું જોઈએ.
  • લોકડાઉન દરમિયાન પહેલા ઉત્તરપ્રદેશે નોઈડા અને ગાઝિયાબાદ બોર્ડર સીલ કરી હતી. જેને વચ્ચે ખોલવામાં આવી હતી, પણ પછી ફરી સીલ કરી દેવાઈ હતી. આ પ્રકારે હરિયાણાએ ગુડગાવ અને ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દીધી હતી. વચ્ચે તેને પણ ખોલી દેવાઈ હતી પણ ફરી સીલ કરી દેવાઈ. ફરી જ્યારે જૂનથી હરિયાણાએ ઢીલ આપવાની વાત કહી તો દિલ્હીએ 8 જૂન સુધી મટે યુપી અને હરિયાણા બોર્ડર સીલ કરી દીધી હતી. આ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.
  • મહારાષ્ટ્રમાં બુધવારે 996 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 32,329 લોકો કોરોના મુક્ત થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાની તપાસ કુલ 82 લેબમાં કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 4,97,276 લોકોની તપાસ કરાઈ છે, 74860 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે દાવો કર્યો કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાંથી 11 લાખ 86 હજાર 212 પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે એક સર્કુલર જાહેર કરીને કહ્યું છે કે મંત્રાલયના ઘણા અધિકારી કોરોના પોઝિટિવ મળ્યા છે. એવામાં સતર્કતાના ભાગ રૂપે બેઠકો વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.
  • દેશના રક્ષા સચિવ અજય કુમાર પણ કોરોના વાઈરસના સંકજામાં આવી ગયા છે. બુધવારે મોડી રાતે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રક્ષા મંત્રાલયમાં હવે કોન્ટક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. અજય કુમાર અને તેમની સાથે કામ કરતા 35 અધિકારીને હોમ ક્વૉરન્ટીન કરાયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

તારીખકેસ
3 જૂન9638
2 જૂન8820
31 મે8789
30 મે8364
29 મે8138
82 મે7254

પાંચ રાજ્યોની સ્થિતિ  મધ્યપ્રદેશઃ રાજ્યમાં ગુરુવારે 52 પોઝિટિવ મળ્યા હતા. આ તમામ ભોપાલના છે. જેમાં કોટર સુલ્તાનાબાદમાં 10, હોટસ્પોટ એશબાગમાં 09, 25મી બટાલિયનમાં 03, બુધવારા અને બરખેડીમાં 2-2 અને બૈરાગઢ મચ્છી માર્કેટમાં એક સંક્રમિત મળ્યો હતો. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 1624 થઈ ગઈ છે.  સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બુધલારે 168 નવા પોઝિટિવ મળ્યા હતા. જેમાં ભોપાલમાં 41,ગ્વાલિયર અને ઈન્દોરમાં 27-27 સંક્રમિત મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 8588 થઈ ગઈ છે. સાથે મૃતકોનો આંકડો 371 થઈ ગયો છે. 

અનલોક-1 દરમિયાન જબલપુરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયા છે, પણ તે ફુડની હોમ ડિલીવરી જ કરી શકે છે.
અનલોક-1 દરમિયાન જબલપુરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયા છે, પણ તે ફુડની હોમ ડિલીવરી જ કરી શકે છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,560 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 74,860એ પહોંચી ગઈ છે.રાજ્યમાં બુધવાર 2560 દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતની સંખ્યા 74 હજાર 860 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ 122 દર્દીઓના મોત થયા છે. જેમાંથી માત્ર મુંબઈમાં 47 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 2,556 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે. 
ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં રાહતની વાત તો એ છે કે છેલ્લા 24 કલાકની અંદર 141 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા સતત બે દિવસથી 300થી વધારે કોરોના કેસ મળી રહ્યા હતા. આ નવા કેસોમાં 62 પ્રવાસી શ્રમિક છે.ઉત્તરપ્રદેશમાં બુધવારે 168 સંક્રમિત મળ્યા હતા. આ સાથે  રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8588 થઈ છે. રાજ્યમાં મૃત્યુઆંક 371 થઈ ગઈ છે. 

આ તસવીર પ્રયાગરાજની છે. ઉત્તરપ્રદેશ બેઝિક એજ્યુકેશન હેઠળ તાજેતરમાં નિમણૂક કરાયેલા શિક્ષકોની બુધવારે કાઉન્સિલિંગ કરાઈ
આ તસવીર પ્રયાગરાજની છે. ઉત્તરપ્રદેશ બેઝિક એજ્યુકેશન હેઠળ તાજેતરમાં નિમણૂક કરાયેલા શિક્ષકોની બુધવારે કાઉન્સિલિંગ કરાઈ

બિહારઃ રાજ્યમાં બુધવારે 230 પોઝિટિવ મળ્યા હતા. અમે ખગડિયામાં 85, સીતામઢીમાં 14, સમસ્તીપુરમાં 14, ભાગલપુરમાં 10, દરભંગામાં 11, સહરસામાં 4 અને રાજધાની પટનામાં 2 સંક્રમિત મળ્યા હતા. અત્યાર સુધી 25 દર્દી મોત થયા છે.

બિહારમાં અન્ય રાજ્યોથી પ્રવાસી લોકોનો આવવાનો સિલસિલો યથાવત છે. બુધવારે 10 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પટના પહોંચી હતી.
બિહારમાં અન્ય રાજ્યોથી પ્રવાસી લોકોનો આવવાનો સિલસિલો યથાવત છે. બુધવારે 10 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પટના પહોંચી હતી.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે 279 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ભરતપુરમાં 88, જયપુરમાં 55, જોધપુરમાં 20, નાગૌરમાં 19, અલવરમાં 13, સીકરમાં 07, સિરોહી અને ટોકમાં 3-3 સંક્રમિત મળ્યા હતા. 

આ તસવીર બ્યાવરની છે. બુધવારે એક પરિવાર ત્રણ પૈડા વાળી ગાડી પર ઉત્તરપ્રદેશથી અહીંયા પહોંચ્યો છે.
આ તસવીર બ્યાવરની છે. બુધવારે એક પરિવાર ત્રણ પૈડા વાળી ગાડી પર ઉત્તરપ્રદેશથી અહીંયા પહોંચ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો