તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 21 year old Activist Arrested From Bengaluru, Accused Of Editing Toolkit In Support Of Farmers' Movement

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસ:બેંગલુરુની એક્ટિવિસ્ટ દિશાને 5 દિવસના રિમાન્ડ, ટૂલકિટ એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી

નવી દિલ્હી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
21 વર્ષની દિશા રવિ ફ્રાઈડે ફોર ફ્યુચર નામની સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે. આ સંસ્થા ઘણા દેશોમાં ક્લાઈમેટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરે છે. - Divya Bhaskar
21 વર્ષની દિશા રવિ ફ્રાઈડે ફોર ફ્યુચર નામની સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે. આ સંસ્થા ઘણા દેશોમાં ક્લાઈમેટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરે છે.

ખેડૂત આંદોલનને લઈને ગ્રેટા થનબર્ગના અકાઉન્ટથી શેર ટૂલકિટ કેસમાં પકડવામાં આવેલી બેંગલુરુની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ પાસેથી પોલીસને મહત્ત્વની માહિતી મળી છે. દિલ્હી પોલીસ મુજબ, દિશાએ જ ટૂલકિટનું ગૂગલ ડોક બનાવીને એને સર્ક્યુલેટ કર્યું હતું. એ માટે તેણે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. એ આ ટૂલકિટના ડ્રાફ્ટિંગમાં સામેલ હતી.

દિલ્હી પોલીસની સાઈબર સેલે શનિવારે 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની બેંગલુરુથી ધરપકડ કરી હતી. દિશા ફ્રાઈડે ફોર ફ્યુચર કેમ્પેનની સંસ્થાપકોમાંની એક છે. દિલ્હીની કોર્ટે તેને 5 દિવસ માટે સ્પેશિયલ સેલની કસ્ટડીમાં મોકલી છે. પોલીસે તેને રવિવારે સાંજે 4 વાગ્યે સાઈબર સેલની દ્વારકા ઓફિસે લાવ્યા હતા. અહીં જ તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.

દિશાએ જ ગ્રેટને ટૂલકિટ મોકલી હતી
પોલીસે જણાવ્યું હતું કે દિશાએ કબૂલ્યું છે કે તેણે ટૂલકિટમાં અનેક માહિતીઓ નાખી હતી અને એને એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. તેણે જ ટૂલકિટ એડિટ કરીને ગ્રેટા થનબર્ગની સાથે શેર કરી હતી. જ્યારે તેનું આ ષડયંત્ર સાર્વજનિક થઈ ગયું, તો તેણે ગ્રેટાને મેન ડોક્યુમેન્ટ રિમૂવ કરવાનું કહ્યું. તો દિશા રવિના ખાલિસ્તાન સમર્થક પોઈન્ટિક જસ્ટિસ ફાઉન્ડેશનની સાથે દેશવિરોધી પ્રચારમાં સામલે હોવાની જાણકારી પણ મળી છે.

પૂછપરછમાં ખોટો નીકળ્યો દિશાનો દાવો
દિશાએ પહેલા દાવો કર્યો હતો કે તેને ટૂલકિટની માત્ર 2 લાઈન જ એડિટ કરી હતી, પરંતુ પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે તેણે ટૂલકિટમાં મોટે પાયે ફેરફાર કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મામલામાં વધુ ધરપકડ થઈ શકે છે.

આ ટૂલકિટ ચર્ચામાં ત્યારે આવી હતી, જ્યારે સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તેણે ટૂલકિટ શેર કરવાની સાથે જ કિસાન આંદોલનનું પણ સમર્થન કર્યું હતું. 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ટૂલકિટને લઈને અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

કોણ છે દિશા રવિ?
દિશા નોર્થ બેંગલુરુના સોલાદેવના હલ્લી વિસ્તારની રહેવાસી છે. 21 વર્ષની દિશાના પિતા મૈસૂરમાં રહે છે અને વ્યવસાયથી એથ્લેટિક્સ કોચ છે. દિશાની માતા હાઉસવાઈફ છે. સ્પેશિયલ સેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર તે ગ્રેટાની ટૂલકિટ કેમ્પેનનો હિસ્સો હતી.

ગ્રેટા થનબર્ગે 3 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર ટૂલકિટ નામનું એક ડોક્યુમેન્ટ શેર કર્યું હતું, જેના પર દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. એના બીજા દિવસે ગ્રેટાએ ફરી ટ્વીટ કર્યું અને કહ્યું હતું કે હું હજુ પણ ખેડૂતોની સાથે જ છું.
ગ્રેટા થનબર્ગે 3 ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર ટૂલકિટ નામનું એક ડોક્યુમેન્ટ શેર કર્યું હતું, જેના પર દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો હતો. એના બીજા દિવસે ગ્રેટાએ ફરી ટ્વીટ કર્યું અને કહ્યું હતું કે હું હજુ પણ ખેડૂતોની સાથે જ છું.

ટ્વિટરે ડિલિટ કર્યા હતા ગ્રેટાનાં ટ્વીટ્સ
ગ્રેટાએ 3 ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું. તેમણે એમાં એક ટૂલકિટ શેર કરી હતી. એમાં 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા દેખાવો વિશે માહિતી શેર કરવામાં આવી હતી. એ પછી ટ્વિટરે આ ડોક્યુમેન્ટને પ્રતિબંધિત કરીને ગ્રેટાની ટ્વીટને ડિલિટ કરી હતી. એ પછી સમાચાર આવ્યા હતા કે દિલ્હી પોલીસે ગ્રેટાની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જોકે પછીથી પોલીસે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી અને જણાવ્યું હતું કે FIRમાં કોઈનું પણ નામ લખવામાં આવ્યું નથી. આ કેસ માત્ર ટૂલકિટ બનાવનારની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે અને એ હાલ તપાસનો વિષય છે.

ટૂલકિટ શું છે?
ટૂલકિટ એક ડોક્યુમેન્ટ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર સમર્થન કઈ રીતે એકત્રિત કરવામાં આવે. કેવા પ્રકારના હેશટેગનો ઉપયોગ કરવામાં આવે, દેખાવ દરમિયાન કોઈ મુશ્કેલી આવી તો કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવામાં આવે? આ દરમિયાન શું કરવું જોઈએ અને શું કરવાથી બચવું જોઈએ.

ખેડૂતોને આતંકી કહેવા પર ટ્વિટરે કંગના રણૌતનાં ઘણાં ટ્વીટ ડિલિટ કર્યાં
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક્ટ્રેસ કંગના રણોતનાં અમુક ટ્વીટ હટાવી દીધાં છે. આ ટ્વીટ્સને હેટ સ્પીચ સાથે જોડાયેલા ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 કલાકમાં એક્ટ્રેસના ટ્વિટર હેન્ડલથી 4 ટ્વીટ ડિલિટ થઇ ગયાં છે. કંગના વિરુદ્ધ આ જાણકારી તેની એ પોસ્ટ બાદ થઇ, જેમાં તેણે ઇન્ટરનેશનલ પોપસ્ટાર રિહાનાની ખેડૂત આંદોલનવાળી પોસ્ટ પર ગમે તેમ બોલી હતી. રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર કંગનાના હેન્ડલ પર નજર રાખીને બેઠા છે. જો આ જ રીતે વિવાદાસ્પદ ટ્વીટ કરતી રહી તો તેનું અકાઉન્ટ બંધ પણ થઇ શકે છે.

ગ્રેટા થનબર્ગ પર દિલ્હીમાં FIR
બીજી તરફ, ખેડૂત આંદોલનના સપોર્ટમાં ટ્વીટ કરનારી સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પર દિલ્હી પોલીસે FIR ફાઈલ કરી છે. આરોપ છે કે ગ્રેટાએ નવા કૃષિ નિયમ વિરુદ્ધ ઘણાં વાંધાજનક ટ્વીટ કર્યાં હતાં. આ ટ્વીટ્સ પાછળ કોઈ ઇન્ટરનેશનલ ષડયંત્રની તપાસ માટે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

રોહિત શર્મા પર કરેલું ટ્વીટ પણ ડિલિટ કર્યું
ટ્વિટરે કંગનાનું એ ટ્વીટ પણ ડિલિટ કરી દીધું છે, જેમાં તેણે રોહિત શર્મા અને બાકી ક્રિકેટર્સને ધોબીનો કૂતરો કહ્યો હતો. રોહિત શર્માએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે દેશની ભલાઈમાં ખેડૂતનું મહત્ત્વનું યોગદાન છે અને બધા મળીને સમસ્યાનું નિરાકરણ કાઢીશું.

જવાબમાં કંગનાએ લખ્યું હતું, 'આ બધા ક્રિકેટર્સ ધોબીના કૂતરા, ન ઘરનો ન ઘાટનો જેવું કેમ સાઉન્ડ કરી રહ્યા છે. ખેડૂત એ નિયમનો વિરોધ કેમ કરી રહ્યા છે, જે તેમની ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે. ઉપદ્રવ ફેલાવનારા આ બધા આતંકવાદી છે. એમ કહો ને, આટલો ડર કેમ લાગે છે?'

શું હતી રિહાનાની પોસ્ટ અને કંગનાની કમેન્ટ
ઇન્ટરનેશનલ પોપસિંગર રિહાનાએ મંગળવારે ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી હતી. એક રિપોર્ટની લિંક શેર કરીને રિહાનાએ ઇન્ટરનેટ બેન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું હતું, 'કોઈપણ આ બાબતે વાત કેમ નથી કરતું?' તેની કમેન્ટ પર જવાબ આપતાં બુધવારે કંગનાએ લખ્યું હતું, 'તે ખેડૂત નથી, આતંકી છે. તે દેશને ડિવાઇડ કરવાની ટ્રાય કરી રહ્યાં છે, જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી લે, જેવું તેને અમેરિકામાં કર્યું. તમે મૂર્ખ છો, એટલે ચૂપ રહો. અમે તમારી જેમ અમારા દેશને નહીં વેચીએ.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો