• Gujarati News
  • National
  • 21 Killed, 11 Missing As 11 Inches Of Rain Falls In Kerala; There Was So Much Water That The Mountain Split Into A River

ક્રૂર વરસાદ:કેરળમાં 11 ઈંચ સુધી વરસાદ ખાબકતા 21ના મોત, અનેક લાપતા; એટલું પાણી પડ્યું કે પહાડ ચીરીને નદી બની

તિરુવનંતપુરમ, નવી દિલ્હી3 મહિનો પહેલા
કોટ્ટાયમમાં ભૂસ્ખલનથી બનેલી નદી. તેની ચપેટમાં અનેક ઘર ડૂબી ગયા છે.
  • હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમપ્રપાત, દિલ્હીમાં વરસાદ

કેરળમાં રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું, પરંતુ પછી થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીર સામે આવી. અહીં વરસાદને લગતી વિવિધ ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ છે. અહીં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ એનડીઆરએફનું બચાવ અભિયાન ચાલુ છે. એનડીઆરએફએ આઠ મહિલા અને સાત બાળક સહિત 33 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે. ઈડુક્કીના પીરુમેડુમાં શનિવારે 11 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

  • જળસ્તર વધતા બંધવાળા વિસ્તારોમાં પાણી છોડવાની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું હતું.
  • કોટ્ટાયમ, ઈડુક્કી પથનમથિટ્ટા જિલ્લાના પહાડી વિસ્તારોમાં 2018-19ના વિનાશકારી પૂર જેવી સ્થિતિ.
  • પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર તમામ મદદ કરશે.
મનાલીના રોહતાંગ પાસની તસવીર.
મનાલીના રોહતાંગ પાસની તસવીર.

હિમાચલઃ રોહતાંગ, લાહૌલ-સ્પીતિ, મનાલીના પહાડો પર હિમવર્ષા

  • હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા. ઉત્તર ભારતમાં ઠંડી વધી.
  • શિમલા સહિતના મેદાની વિસ્તારોમાં રવિવારે આખો દિવસ વરસાદ ખાબક્યો.
  • ઉત્તરાખંડના કેદારનાથમાં હિમવર્ષા. સોમવારે સ્કૂલ, ટ્રેકિંગ બંધ રહેશે.
  • દિલ્હીમાં રવિવારે ભારે વરસાદ થતાં અનેક સ્થળે ટ્રાફિક જામ થયો.