• Gujarati News
  • National
  • 21 CMs So Far In UP, 6 Brahmins At Most, Then What Happened That Not A Single Brahmin CM In Last 32 Years

કઈ રીતે સમાપ્ત થયો UPમાં બ્રાહ્મણકાળ:UPમાં અત્યારસુધીમાં 21 મુખ્યમંત્રી, સૌથી વધુ 6 બ્રાહ્મણ, પછી એવું શું થયું કે છેલ્લાં 32 વર્ષમાં એકપણ બ્રાહ્મણ CM નહીં

લખનઉ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

UPના મુખ્યમંત્રીના બે કાળ છે, જેમાં પહેલો- બ્રાહ્મણકાળ, 1946થી 1989, એટલે 39 વર્ષ, જેમાં કુલ 6 બ્રાહ્મણ CM બન્યા અને 20 વર્ષ સુધી UPમાં શાસન સંભાળ્યું. બીજું- બ્રાહ્મણ શૂન્યકાળ, 1989-2021, એટલે કે 31 વર્ષ, જેમાં એક પણ બ્રાહ્મણ CM નથી બન્યા. આવો, UPના મુખ્યમંત્રીઓની આ સફર બંને કાળને એક પછી એક જોઈએ...

UPનો બ્રાહ્મણકાળ 1946થી 1989, કુલ 6 બ્રાહ્મણ CM, બધા જ કોંગ્રેસના
આઝાદીની લડાઈ અંતિમ તબક્કામાં હતી. નેતા, જે અંગ્રેજોની ગાદી હચમચાવી નાખે. 1925માં UPના યૌદ્ધાઓએ કાકોરીમાં અંગ્રેજોનો ખજાનો લૂંટ્યો. ત્યારે કોર્ટમાં તેમના તરફથી દલીલ કરવા કોઈ તૈયાર નહોતું. આ સમયે જ પહેલી વખત સામે આવ્યા UPના બ્રાહ્મણ નેતા- ગોવિંદ વલ્લભ પંત.

બ્રાહ્મણ CM 1: સ્વાતંત્ર્યસેનાની ગોવિંદ વલ્લભ પંત
કાકોરીકાંડના આરોપી UPના યુવકોનો કેસ લડ્યા. પછી અંગ્રેજોની સ્કૂલ બંધ કરાવવામાં તત્પર રહ્યા. આઝાદીના એક વર્ષ પહેલાં જ UP આઝાદીનો અનુભવ કરવા લાગ્યા. મોટા નેતાઓએ બધાની સહમતી લીધી અને 1946માં પંત CM બની ગયા. બંધારણ ઘડાયું ત્યારે તેઓ જ CM બન્યા. સરદાર પટેલનું જ્યારે નિધન થયું ત્યારે તેઓ UP છોડીને કેન્દ્રમાં ગૃહમંત્રી બન્યા.

બ્રાહ્મણ CM 2: સૂચેતા કૃપલાની, પહેલી મહિલા જેઓ UPનાં CM બન્યાં
1936માં 20 વર્ષ મોટા આચાર્ય કૃપલાની સાથે લગ્ન કર્યા. ત્યારે ગાંધી તેમના વિરોધમાં હતા, પરંતુ 1946માં ગાંધીએ પોતે કહ્યું હતું કે મારો સાથ આપો. 1952ની ચૂંટણીમાં આવ્યાં તો તેમના પતિ સાથે નેહરુને અણબનાવ બન્યો, જેને પગલે તેમણે કોંગ્રેસ છોડી, પરંતુ એ બાદ પતિનું પણ ન માન્યાં અને 1957માં કોંગ્રેસમાં પરત ફર્યાં. BHUમાં અનેક વર્ષ સુધી લેક્ચરર રહ્યાં હતાં. UPની નસેનસ જાણતા હતા. એક પછી એક ચૂંટણી લડતાં ગયાં અને દરેક વખતે જીત મેળવતાં રહ્યાં. 1963માં કોંગ્રેસ જીતી, તેમને બોલાવીને CMનો પદભાર સોંપવામાં આવ્યો.

બ્રાહ્મણ CM 3: બનારસના કમલાપતિ ત્રિપાઠી
પાક્કા બનારસી હતા, વાંચતા-લખતા હતા. દૈનિક અખબારના પત્રકાર રહ્યા, પુસ્તકો પણ લખ્યા. નેતા તો આઝાદીની લડાઈ સમયે જ બની ગયા હતા, પરંતુ કાચબાની ચાલ ચાલતા હતા. ધીમે-ધીમે કદ વધારતા ગયા. 1971માં કોંગ્રેસ ચૂંટણી જીતી તો કમલાપતિને અવગણી ન શક્યા. CM બનવા દીધા, પરંતુ તેમની સરકારમાં પોલીસે વિદ્રોહ કર્યો, જેને PAC વિદ્રોહ કહેવાય છે. 5 દિવસ સુધી પોલીસે કામ ન કર્યું. આખી વ્યવસ્થા પડી ભાંગી. ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. કેન્દ્રમાં ઈન્દિરા સામે વિરોધ વધી રહ્યો હતો. UPમાં કોંગ્રેસ મૃતપાય હાલતમાં આવી ગઈ અને ચૂંટણી આવી ગઈ.

બ્રાહ્મણ CM 4: રાજકીય સોગઠાબાજીના માસ્ટર હેમવતી નંદન બહુગુણા
હેમવતી નાનપણથી જ નેતા હતા. પોતાની વાત મનાવવા માટે ઘરનાં બાળકોને પોતાની સાથે ઊભા રાખી દેતા હતા. ભણવા ગયા તો ત્યાં વિદ્યાર્થી નેતા બની ગયા. આઝાદીની લડાઈમાં ગરમ દળના નેતાઓની સાથે રહ્યા. કમલાપતિના શાસનમાં જ્યારે લાગ્યું કે કોંગ્રેસની સ્થિતિ મૃતપાય બની ગઈ છે ત્યારે તેમને કામે લગાડવામાં આવ્યા. 1973માં કોંગ્રેસે તેમને આગળ કર્યા અને ચૂંટણી લડી, જીત પણ મેળવી અને તેમને CM બનાવવામાં આવ્યા.

બ્રાહ્મણ CM 5: રાજીવ ગાંધીને ટક્કર આપનાર શ્રીપતિ મિશ્રા
1980થી 1985 સુધી UPમાં જોરદાર રાજકીય ભૂકંપ આવ્યો. કોંગ્રેસે જીત મેળવી હતી અને વીપી સિંહ CM બન્યા હતા. ત્યારે બુંદેલખંડમાં ડાકુઓનો ભારે ત્રાસ હતો. વીપી સિંહે જાહેરાત કરી કે ડાકુઓનો ખાતમો કરી દઈશ, નહીંતર રાજીનામું આપી દઈશ. ડાકુઓએ તેમના ભાઈને જ મારી નાખ્યા અને વીપીએ રાજીનામું આપવું પડ્યું. ત્યારે અવઢવમાં શ્રીપતિ મિશ્રાને 1982માં CM બનાવવામાં આવ્યા, પરંતુ 1984માં પોતાનો કાર્યકાળ પૂરો થયા એ પહેલાં જ રાજીવ ગાંધી સામે ટકરાયા અને રાજીનામું આપી દીધું.

બ્રાહ્મણ CM 6: નારાયણ દત્ત તિવારી UPના છેલ્લા બ્રાહ્મણ CM
કુલ 3 વખત CMપદે રહ્યા. જ્યારે જ્યારે કોંગ્રેસને લાગતું કે પાર્ટી તૂટી રહી છે ત્યારે UPના સૌથી ભેજાબાજ બ્રાહ્મણ નેતાને યાદ કરવામાં આવતા. પહેલી વખત જ્યારે આખો દેશ ઈન્દિરાની સામે હતો ત્યારે 21 જાન્યુઆરી 1976થી 30 એપ્રિલ 1977 સુધી નારાયણ દત્તને UPની ધુરા સોંપવામાં આવી અને તેઓ ઈન્દિરાની સાથે જ રહ્યા.

જ્યારે શ્રીપતિ મિશ્રા, રાજીવ ગાંધી સામે ટકરાયા ત્યારે અચાનક જ તેમણે રાજીનામું આપી દીધું. એ સમયે 3 ઓગસ્ટ 1984થી 24 સપ્ટેમ્બર 1985 સુધી રાજીવે તિવારી પર જ વિશ્વાસ દાખવ્યો. છેલ્લી વખત જ્યારે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ 25 જૂન 1988થી 5 ડિસેમ્બર 1989 સુધી તેઓ જ CMપદે રહ્યા. તેમનું નામ હતું નારાયણ દત્ત તિવારી, પરંતુ લોકો એનડી તિવારીથી ઓળખતા હતા.

UPમાં બ્રાહ્મણ શૂન્યકાળ 32 વર્ષ સુધી એકપણ બ્રાહ્મણ મુખ્યમંત્રી નહીં
વર્ષ 1980, મંડલ કમિશને ત્યારના ગૃહમંત્રી જ્ઞાની જૈલ સિંહને એક રિપોર્ટ સોંપ્યો. પંચે પછાત વર્ગના 3743 જાતિની ઓળખ કરી. તેમને 27% અનામત આપવાનું કહ્યું. ઘણી બબાલ થઈ, પરંતુ UPની OBC અને અનુસૂચિત જાતિના નેતા જાણી ગયા હતા કે તેમનો સમય આવશે.

'મુલાયમ સિંહ યાદવ જીવતા રહે કે ન રહે, ક્રાંતિ રથનાં પૈડાં નહીં થંભે'
લડતાં-લડતાં 7 વર્ષ વીતી ગયાં. વર્ષ 1987, શહેર-કાનપુર, તાલુકો-અકબરપુરા. મુલાયમસિંહ યાદવ એક ક્રાંતિ રથ લઈને નીકળ્યા. આખા પ્રદેશમાં રથ ફરવા લાગ્યો. રથ જ્યારે બાંદા પહોંચ્યો તો રથ પર પથ્થરમારો થયો. મુલાયમ સિંહ પણ ઈજાગ્રસ્ત થયા, પણ તેમનું કહેવું હતું 'મુલાયમ સિંહ યાદવ જીવતા રહે કે ન રહે, ક્રાંતિ રથનાં પૈડાં થંભવા ન જોઈએ.' બન્યું પણ એવું જ, ન રથ રોકાયો કે ન મુલાયમ. 5 ડિસેમ્બર 1989ના રોજ મુલાયમ સિંહ જનતા દળના CM બન્યા.

મંડલ કમિશન લાગુ થવાથી બ્રાહ્મણોને સૌથી મોટો ઝાટકો લાગ્યો
13 ઓગસ્ટ 1990નો એ દિવસ પણ આવી ગયો, જેને બ્રાહ્મણોને 32 વર્ષ સુધી CMની ખુરસીથી દૂર રાખ્યા છે. બન્યું એવું કે વીપી સિંહે PMની ખુરસી પર હતા. તેઓ પોતે ઠાકુર જાતિના હતા, પરંતુ તેમણે મંડલ કમિશનની ભલામણો લાગુ કરી દીધી. ત્યારથી આજ દિવસ સુધી માત્ર ઠાકુર, યાદવ કે અનુસૂચિત જાતિના ઉમેદવાર મુખ્યમંત્રી બને છે.

1989 પછી અત્યારસુધીમાં 7 CM આવ્યા, 4 ભાજપ, 2 સપા અને 1 બસપાના
ભારતીય જનતા પાર્ટી એટલે કે BJPએ 1989 પછીથી આજ દિવસ સુધી પ્રદેશમાં ચાર વખત સરકાર બનાવી છે, જેમાં તેમણે બે ઠાકુર અને 1 વૈશ્ય અને 1 લોધી રાજપૂતને તક આપી. સપા બે વખત સત્તા પર આવ્યું અને બંને વખત યાદવ મુખ્યમંત્રી બન્યા જ્યારે બસપા એકમાત્ર એવો પક્ષ હતો, જેમને અનુસૂચિત જાતિના ઉમેદવારને CM બનાવ્યા.

હાલ બ્રાહ્મણોની સ્થિતિ, જ્યાં ઊંટ બેસે ત્યાં જ બેસી જાઓ

  • હાલ UPના રાજકારણમાં કોઈ મોટો બ્રાહ્મણ ચહેરો નથી, જે CMની રેસમાં જોવા મળે. થોડા દિવસ પહેલાં જ બ્રાહ્મણ વોટર્સને આકર્ષવા માટે ભાજપે કમિટી બનાવી હતી, પરંતુ એમાં કોઈ CMપદે બેસાડી શકાય તેવો ચહેરો નથી.
  • કહેવાય છે કે 2007ની ચૂંટણીમાં મોટા ભાગના બ્રાહ્મણો બસપાની સાથે હતા ત્યારે માયાવતીની સરકાર બની હતી.
  • 2009માં બસપા સરકારમાં તમામ બ્રાહ્મણો પર SC-ST એક્ટ અંતર્ગત કેસ દાખલ થયો. જેનાથી બ્રાહ્મણ નારાજ થઈ ગયા અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં સપાની સાથે થઈ ગયા.
  • જો કે યાદવવાદના વિરોધમાં 2017માં બ્રાહ્મણોએ ભાજપને સમર્થન આપ્યું.
  • 2017માં એક વખત એવું લાગતું હતું કે કદાચ ફરીથી બ્રાહ્મણ ચહેરો આગળ કરીને કોંગ્રેસ ચૂંટણી લડે. ત્યારે શિલા દીક્ષિતને નેતા ગણાવીને કોંગ્રેસે 27 વર્ષથી યુપી બેહાલનાં પોસ્ટર પણ લગાવ્યાં હતાં, પરંતુ બાદમાં સપા સાથે ગઠબંધન થયા બાદ બ્રાહ્મણ CMનો રસ્તો ફરી બંધ થઈ ગયો.

હાલ બ્રાહ્મણ ભાજપ વિરુદ્ધ પણ જોવા મળે છે, તેથી ભાજપે એક કમિટી બનાવી છે, પરંતુ હકીકત એ છે કે UPની ગાદી પર બ્રાહ્મણનો શૂન્યકાળ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...