• Gujarati News
  • National
  • BJP Wants A New Face In 2023 Elections; Tripura BJP President Manik Ahead In Race For New CM

માણિક સાહા ત્રિપુરાના નવા CM:નિર્ણયથી નારાજ થયેલા ધારાસભ્યોએ વિવાદ સર્જ્યો, મંત્રીએ ખુરશીઓ તોડી, કહ્યું- હું મરી જઈશ

10 દિવસ પહેલા

માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. પક્ષના ધારાસભ્યોની બેઠકમાં CM પદ માટે માણિકનું નામ લગભગ નક્કી છે. મંત્રી રામ પ્રસાદ પોલે આ પ્રસ્તાવ સામે વાધો ઉઠાવ્યો છે. આ સંજોગોમાં કેટલાક ધારાસભ્યો વચ્ચે ઝઘડો થયો હતો અને મંત્રી પોલે ખુરશી પણ તોડી નાંખી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે 'હું મરી જઈશ'. બીજી બાજુ બિપ્લબ દેબે માણિક સાહાને અભિનંદન પાઠવ્યા છે.

આ અગાઉ બિપ્લબ દેબે શનિવારે સાંજે 4:30 વાગે રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામા બાદ બિપ્લબે કહ્યું કે વર્ષ 2023માં યોજનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવાની છે. તેમણે એમ પણ કહ્યું કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ ચુકી છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહે એક દિવસ અગાઉ જ મુલાકાતમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે ચૂંટણીમાં નવા CMના ચહેરા સાથે ઉતારવામાં આવશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિપ્લબ ત્રિપુરા ભાજપના અધ્યક્ષ બની શકે છે. બિપ્લબ દેબે એક દિવસ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે સમયે અમિત શાહે સ્પષ્ટતા કરી દીધુ હતું કે ચૂંટણીમાં નવા ચહેરા સાથે ઉતરવામાં આવશે.

માણિક સાહાને નવા મુખ્યમંત્રી
આ સાથે તેમના સ્થાને ત્રિપુરા ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્રિપુરામાં ફેબ્રુઆરી, 2023માં ચૂંટણી યોજાવાની છે. બિપ્લવના રાજીનામા બાદ ભાજપે ભુપેન્દ્ર યાદવ અને વિનોદ તાવડેને નિરીક્ષક તરીકે નિમણૂંક કરાયા હતા.

બિપ્લબે કહ્યું- પાર્ટી સર્વોપરી છે અને હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા

રાજીનામા બાદ મીડિયા સમક્ષ આવેલા બિપ્લબ કહ્યું- પાર્ટી સર્વોપરી છે અને હું એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું. હાઈકમાન્ડે મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને હવે રાજીનામું આપવા કહ્યું છે, માટે મે રાજીનામું આપી દીધુ છે. આ અંગે મે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી લીધી છે. તેમણે કહ્યું છે કે હજુ ચૂંટણીને વાર છે. હવે હું પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશ. નવા મુખ્યમંત્રી 2023ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવશે. પાર્ટીએ વિકાસ કાર્યો સાથે પ્રજા સમક્ષ જવાની યોજના તૈયાર કરી છે.

વર્ષ 2018માં ત્રિપુરામાં પ્રથમ વખત ભાજપ સરકાર બનેલી
ત્રિપુરામાં વર્ષ 2018માં પ્રથમ વખત ભાજપ સરકાર બની હતી, ત્યારબાદ બિપ્લબને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા મહિને આશરે 14 જેટલા ભાજપના ધારાસભ્યોએ જૂથ બનાવી હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. દરેક વખતે બિપ્લબ દેબની યોગ્યતાને લઈ નિશાન સાંધવામાં આવ્યું હતું. તે સમયે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. હવે ચૂંટણીને જોતા પાર્ટીએ આ અંગે કડક પગલું ભર્યું છે.

ભાજપે 11 મહિનામાં 4 રાજ્યના મુખ્યમંત્રી બદલ્યા
ભાજપે છેલ્લા 11 મહિનામાં 4 રાજ્યના મુખ્યમંત્રીને બદલ્યા છે. ગયા વર્ષે જુલાઈ 2021માં તીરથ સિંહ રાવતને હટાવી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના CM બનાવવામાં આવ્યા હતા. તે અરસામાં જ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા પાસેથી રાજીનામુ આપ્વી બસવ રાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીને હટાવી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને પદ પરથી હટાવવામાં આવ્યા છે.