• Gujarati News
  • National
  • 2,002 Deaths In Natural Disasters, Gujarat Second; Maharashtra Has The Highest Death Toll At 489, Followed By Gujarat At 162

જળશક્તિ મંત્રાલયની રાજ્યસભામાં રજૂઆત:કુુદરતી આફતોમાં 2,002 મોત, ગુજરાત બીજા ક્રમે; મહારાષ્ટ્રમાં સૌથી વધુ 489, ગુજરાતમાં 162નાં મોત

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વર્ષ 2021-22માં વાવાઝોડાં, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 2002 લોકોના મોત થયાં છે. જળશક્તિ મંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

જળશક્તિ મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, કુદરતી દુર્ઘટનાઓના કારણે દેશમાં સૌથી વધુ 489 મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યાર પછી 162 મોત સાથે ગુજરાત અને ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. અન્ય એક સવાલના જવાબમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે, નમામિ ગંગે યોજના હેઠળ અત્યાર સુધી કુલ 357 વિવિધ યોજનાઓને મંજૂરી અપાઈ છે, જેનું મૂલ્ય આશરે રૂ. 30,780 કરોડ છે. આ પૈકીની 178 યોજના પૂરી કરીને અમલી પણ કરી દેવાઈ છે.

નનામિ ગંગે યોજના હેઠળ રૂ. 24,249 કરોડના ખર્ચે 157 સ્યુએજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પણ મંજૂરી અપાઈ છે. તેમાં પ્રતિ દિન 4,952 મિલિયન લિટરની ક્ષમતા ધરાવતો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ 5,212 કિલોમીટરનું સ્યુએજ નેટવર્ક બનાવવાની યોજના પણ સામેલ છે. તે પૈકી 74 યોજના પૂરી થઈ ગઈ છે. તે અંતર્ગત અત્યાર સુધી પ્રતિ દિન 1,092 મિલિયન લિટરની ક્ષમતા ધરાવતા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરાયા છે, જ્યારે 3,752 કિલોમીટરના સ્યુએજ નેટવર્કનું કામ પણ પૂરું થયું છે.

અન્ય સમાચારો પણ છે...