તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 200 Farmers Will Be Able To Gather On Jantar Mantar Every Day In Protest Of Agriculture Law, Delhi Govt Approves Between Sessions

ખેડૂતોની આવતીકાલે દિલ્હી કૂચ:કૃષિ કાયદાના વિરોધમાં જંતર-મંતર પર દરરોજ 200 ખેડૂતો ભેગા થઈ શકશે, સંસદ સત્ર વચ્ચે દિલ્હી સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી છે. પ્રદર્શનનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેટલીક શરતો સાથે પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે.

ગુરુવારે શરૂ થવા જઈ રહેલા ખેડૂતોના આ પ્રદર્શનમાં દરરોજ 200થી વધારે ખેડૂતો ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત કોરોના પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવું પડશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસ તરફથી પણ પ્રદર્શન અંગે મંજૂરી મળી છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે ખેડૂત સિંધુ બોર્ડથી પોલીસ એસ્કોર્ટમાં જંતર-મંતર સુધી લઈ જશે.

ખાસ વાત એ છે કે વર્તમાન સમયમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે.ખેડૂત સંગઠનોએ મંગળવારે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. ત્યારબાદ ખેડૂતોએ કહ્યું હતું કે ચોમાસુ સત્ર સમયે જંતર-મંતર પર જ ખેડૂત સંસદ લગાવશે. તે સમયે શાંતિપૂર્વક પ્રદર્શન કરી કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરવામાં આવશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રદર્શનકારી સંસદમાં જઈ શકશે નહીં.​​​​​​​

26 જાન્યુઆરીના રોજ રેલીમાં હિંસા થઈ હતી
આ વર્ષ 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા સુધી ખેડૂતોના ટ્રેક્ટર પરેડ સમયે હિંસા બાદ તેમને પ્રથમ વખત દિલ્હીમાં પ્રદર્શન માટે મંજૂરી મળી છે. 26 જાન્યુઆરીની રેલી સમયે પ્રદર્શનકારીઓ ઉગ્ર થઈ ગયા હતા અને કેટલાક પ્રદર્શનકર્તાઓ લાલ કિલ્લામાં ઘુસી પોલીસ કર્મચારીઓ સાથે મારઝૂડ કરી હતી તેમ જ કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ઝંડો ફરકાવી દીધો હતો.

કેન્દ્ર અને ખેડૂત બન્ને અડગ
દેશમાં ખેડૂતો નવા કૃષિ કાયદા સામે ગયા વર્ષના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમય દરમિયા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 તબક્કામાં વાતચીત યોજાઈ ચુકી છે. જોકે આ મુદ્દે કોઈ જ સમાધાન નિકળ્યું નથી. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પર અડગ છે. જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માગ પ્રમાણે કાયદામાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત ખેચવામાં આવશે નહીં.