તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 200 Crore Highway Built 3 Months Ago In Itanagar Collapses In 3 Seconds, Erosion Due To Heavy Rains

અરુણાચલ પ્રદેશ:ઇટાનગરમાં 3 મહિના પહેલાં બનેલો 200 કરોડનો હાઇવે 3 સેકન્ડમાં ધરાશાયી, ભારે વરસાદને લીધે ધોવાણ

22 દિવસ પહેલા

અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં 3 મહિના પહેલાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલો નેશનલ હાઇવે ધરાશાયી થઈ ગયો છે. ભારે વરસાદ થવાને લીધે નવેનવા નેશનલ હાઇવેના બે ટૂકડા થઈ ગયાં છે. સદનસીબે, હાઇવે તૂટ્યો ત્યારે તેના પર કોઈ વાહનની અવરજવર ના હોવાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ દુર્ઘટનાને લીધે આસપાસના ઘરમાં થોડુંક નુકસાન થયું છે. આ ઘટના ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલમાં કેદ કરી હતી. મહત્ત્વનું છે કે, આ નવો હાઇવે ત્રણ મહિનાની અંદર તૂટી જતાં સ્થાનિક લોકો પેમા ખાંડૂના રાજીનામાની માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...