હર્ષદ મહેતાની પત્નીએ મૌન તોડ્યું:પતિના મોતના 20 વર્ષ બાદ પત્ની જ્યોતિએ કહ્યું - તેમનો બચાવ કરવો મારી ફરજ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હર્ષદ મહેતા અને તેની પત્ની જ્યોતિ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હર્ષદ મહેતા અને તેની પત્ની જ્યોતિ - ફાઇલ તસવીર
  • જ્યોતિએ હર્ષદ મહેતાનો પક્ષ રજૂ કરવા માટે વેબસાઇટ લૉન્ચ કરી

ભારતીય શેરબજારના સૌથી પ્રચલિત કૌભાંડના આરોપી હર્ષદ મહેતાનું 30 ડિસેમ્બર 2001ની રાત્રે મોત થયું હતું. આ ઘટનાના 20 વર્ષથી પણ વધુ સમય પસાર થયા બાદ તેમના પત્ની જ્યોતિ મહેતાએ થાણે જેલ જ્યાં હર્ષદ મહેતાનું મોત થયું હતું, તેના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે તેમના પતિને સમયસર યોગ્ય સારવાર કરાવવામાં બેદરકારી દાખવાઈ હતી. આ ઉપરાંત મહેતા પરિવારે તેમના વિશે સાચી માહિતી આપવા એક વેબસાઇટ પણ લૉન્ચ કરી છે.

આ વેબસાઇટ પર જ્યોતિએ લખ્યું છે કે હર્ષદ મહેતાના મૃત્યુના ઘા હજુ તાજા છે. 20 વર્ષ પછીયે અમારો પરિવાર આ આઘાતથી બહાર નથી આવ્યો. મહેતા પરિવારનું કહેવું છે કે લોકોની વચ્ચે મીડિયા અને ફિલ્મોના કારણે આજે પણ હર્ષદ મહેતા અને તેમની કહાની જીવંત છે. એવામાં લોકોને તેમની કહાણીનું સત્ય જણાવવા આ વેબસાઇટ લૉન્ચ કરાઈ છે. મારા પતિનો બચાવ કરવો મારી ડ્યૂટી છે.

એક સમયે બિગ બુલના નામથી પ્રચલિત હર્ષદ મહેતાના પત્ની જ્યોતિએ કહ્યું છે કે 30 ડિસેમ્બર 2001ની રાત્રે લગભગ 11 વાગ્યે અમને હર્ષદના મોતના સમાચાર મળ્યા. થાણે જેલમાં 54 દિવસની જેલ બાદ મારા પતિનું અચાનક દુખદ અવસાન થયું. તેઓ 47 વર્ષના હતા અને બિલકુલ સ્વસ્થ હતા. તેમનો હૃદયરોગનો પણ કોઈ રેકોર્ડ નહોતો.

હૃદયરોગના હુમલા બાદ 4 કલાક હોસ્પિટલ ન લઈ ગયાઃ હર્ષદ મહેતાની પત્નીએ જેલના અધિકારીઓ પણ આરોપ લગાવતા કહ્યું છે કે જો તેમને આ ચાર કલાકમાં તેમને હોસ્પિટલ લઈ જવાય તો તેમનો જીવ બચી જતો. પરિવારનો એક પણ સભ્ય હર્ષદ મહેતાની સાથે અંતિમ સમયે નહોતો. રાત્રે 11 વાગ્યે હર્ષદને થાણે હોસ્પિટલમાં લાંબા અંતર સુધી ચાલવા મજબૂર કરાયા, જ્યાં કાર્ડિયોગ્રામમાં બીજો મોટો હૃદયરોગનો હુમલો થવાની પુષ્ટિ બાદ તેમણે વ્હીલચેર પર અંતિમ શ્વાસ લીધા હતા.

હર્ષદ મહેતાના મોતને લઈ પત્નીએ મોટો ખુલાસો કર્યો
જ્યોતિ મહેતાએ વેબસાઇટ પર લખ્યું છે કે જે દિવસે હર્ષદનું મોત થયું તે દિવસે સાંજે લગભગ સાત વાગ્યે જ હર્ષદને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, પરંતુ જેલ અધિકારીઓએ આ ફરિયાદને ગણકારી નહીં. હર્ષદે પોતાના નાના ભાઈ સુધીર મહેતાને હૃદયના અસામાન્ય દુખાવાની વાત કરી, જે બાજુના જ સેલમાં હતા. ભાઈને હર્ષદનો અવાજ તો સંભળાયો પરંતુ તેમને જોઈ ન શક્યા. તે દિવસે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ જેલના ડૉક્ટરોએ તેમની તપાસ કરી પરંતુ તેમની પાસે હૃદયરોગને લગતી કોઈ દવા ઉપલબ્ધ નહોતી. જ્યોતિના દાવા પ્રમાણે, હર્ષદે સોર્બિટ્રેટ (દવા) આપવાની વિનંતી કરી, જે મેં 54 દિવસ પહેલા જ તેમની ધરપકડના સમયે ઇમરજન્સી કિટમાં આપી હતી. તેના કારણે જ તેઓ 4 કલાક સુધી જીવિત રહી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...