તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 20 People Overloaded And Broken Lift; Former Ministers Jitu Patwari And Sajjan Verma Were Also Present

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલની લિફ્ટ પડી, માંડ માંડ બચ્યા કમલનાથ:20 લોકો સવાર થવાથી ઓવરલોડ થઈને તૂટી લિફ્ટ; પૂર્વ મંત્રી જિતુ પટવારી અને સજ્જન વર્મા પણ સાથે હતા

ઈન્દોર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરની DNS હોસ્પિટલમાં લાગેલ લિફ્ટની ક્ષમતા 15 લોકોની જ છે, પરંતુ કમલનાથની સાથે નેતાઓ પણ ભીડમાં સવાર થઈ ગયા. - Divya Bhaskar
ઈન્દોરની DNS હોસ્પિટલમાં લાગેલ લિફ્ટની ક્ષમતા 15 લોકોની જ છે, પરંતુ કમલનાથની સાથે નેતાઓ પણ ભીડમાં સવાર થઈ ગયા.

ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં રવિવારે લિફ્ટી પડવાથી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ માંડ-માંડ બચ્યા છે. લિફ્ટ ઓવરલોડ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ. લિફ્ટની ક્ષમતા 15 લોકોની જ હતી, જ્યારે તેમાં સવાર 20 લોકો હતા. કમલનાથ DNS હોસ્પિટલમાં દાખલ પૂર્વ મંત્રી રામેશ્વર પટેલના ખબરઅંતર પૂછવા ગયા હતા.

લિફ્ટ પડવાથી કમલનાથની તબિયત બગડી ગઈ. ગભરામણ થવાથી તેમને હોસ્પિટલમાં જ તેમનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું. દુર્ઘટના સમયે લિફ્ટમાં તેમની સાથે પૂર્વ મંત્રી જિતુ પટવારી અને સજ્જન સિંહ વર્મા પણ હતા.

પાર્ટી સંમેલન માટે ઈન્દોર પહોંચ્યા છે નેતા
ઈન્દોરમાં ચાલી રહેલા કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશના નેતાઓ એકઠાં થયા છે. આ દરમિયાન પૂર્વ મંત્રી રામેશ્વર પટેલ ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર મળ્યા હતા. તેમના ખબરઅંતર જાણવા માટે પૂર્વ CM કમલનાથ, પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્મા અને જીતુ પટવારી સહિતના નેતાઓ રવિવારે બપોરે DNS હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના બીજા માળે જવા માટે તમામ નેતા લિફ્ટમાં સવાર હતા, પરંતુ લિફ્ટ થોડી ઉંચે ગયા બાદ નીચે પટકાઈ હતી.

એન્જિનિયરને બોલાવીને કમલનાથને બહાર કાઢવામાં આવ્યા
દુર્ઘટના પછી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. લિફ્ટના એન્જિનિયરને બોલાવવામાં આવ્યા. ઘણી મહેનત પછી તમામ નેતાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયા ગભરામણ થવાને કારણે કમલનાથની તબિયત ખરાબ થઈ ગઈ. હોસ્પિટલમાં જ તેમની તપાસ કરવામાં આવી. જે બાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા.

ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ
ઘટનાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર મનીષ સિંહને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે ADM મુખ્યાલય હિમાંશુ ચંદ્રને આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવાનું કહ્યું છે. થોડાં દિવસ પહેલાં જ CM શિવરાજ સિંહ પણ મંત્રાલયની લિફ્ટમાં ફસાય ગયા હતા. ત્યારે બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો