તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 20 New Patients In Every 100 Tests In Cities Like Mumbai Raipur; If More Than 5 Patients Are Found In 100 Tests, The Epidemic Is Uncontrollable

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ સ્થિતિ ભયાનક:મુંબઈ-રાયપુર જેવાં શહેરોમાં દર 100 ટેસ્ટમાં 20 નવા દર્દી; 100 ટેસ્ટમાં 5થી વધુ દર્દી મળ્યા તો મહામારી બેકાબૂ

નવી દિલ્હી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ પહેલાં કરતાં વધુ તેજ છે. મુંબઈ-રાયપુર જેવાં શહેરોમાં હવે દર 100 ટેસ્ટમાં 20થી વધુ નવા દર્દી મળવા લાગ્યા છે, જે સપ્ટેમ્બર 2020ના પિકની તુલનામાં આશરે બમણા છે. WHOના મતે, સંક્રમણનો દર 5%થી ઓછો હોવો જોઈએ. એટલે કે જો દર 100 ટેસ્ટમાં 5થી વધુ દર્દી નોંધાય તો માની લેવાય છે કે મહામારી બેકાબૂ થઈ ચૂકી છે. પરંતુ ભારતનાં અનેક શહેરોમાં આ દર 20%થી વધુ થઈ ચૂક્યો છે, જેમાં મોટા ભાગનાં શહેર મહારાષ્ટ્રનાં છે. ગુજરાત, ઉ.પ્ર. અને બિહારમાં સંક્રમણનો દર 4%થી ઓછો છે. કુલ 23 રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં રોજ મળતા કોરોના દર્દીઓ સપ્ટેમ્બર 2020ના પિકથી વધુ છે.

આ રીતે બદલાઈ શહેરોની સ્થિતિ

સંક્રમણ દર (%)

2020માં પિકના સમય દર

નાગપુર26.4113.82
પૂણે24.2114.78
મુંબઈ23.8713.42
રાયપુર20.687.21
ચંદીગઢ15.7513.03
ભોપાલ13.687.08
જલંધર11.535.75
ઈન્દોર11.427.17

આ શહેરોમાં નવા દર્દી વધુ, પરંતુ સંક્રમણ કાબૂમાં

અમદાવાદ3.727.42
સુરત2.65.94

...પરંતુ ચૂંટણીનાં રાજ્યોના સંક્રમણ દરમાં આશ્ચર્યજનક ઘટાડો

તમિલનાડુ3.4812.95
પ. બંગાળ5.429.4
 • ​​​​​​​આ બંને રાજ્યમાં સંક્રમણ દર ઓછો હોવાનું સૌથી મોટું કારણ ટેસ્ટ વધ્યા તે છે, જે ગતિથી આ રાજ્યોમાં નવા દર્દી વધી રહ્યા છે.

રોજના દર્દી... ગયા વર્ષે 11 હજારથી 97 હજાર થવામાં 96 દિવસ લાગ્યા, હવે 60 દિવસ લાગ્યા
એટલે કે દર્દી વધવાની ગતિ પહેલાંથી દોઢ ગણી વધુ છે. દર્દીઓ સતત વધી રહ્યા છે તે ચિંતાની વાત છે. નવો પિક કેટલો ઊંચો હશે, તે મુદ્દે આરોગ્ય મંત્રાલય સ્પષ્ટતા નથી કરી શકતું.

રોજિંદા મોત... ગયા વર્ષે આંકડો 100થી 500 થવામાં 63 દિવસ લાગ્યા હતા, 51 દિવસ લાગ્યા
એટલે કે રોજ થનારાં મોત એટલાં ઝડપથી ના વધ્યા, જેટલી ઝડપથી દર્દી વધી રહ્યા છે. હાલ મૃત્યુદર 1.4% છે, જે ગયા પિકમાં 2.6% હતો.

દિલ્હીમાં હવે રોજ 24 કલાક વેક્સિનેશન ચાલશે​​​​​​​
દિલ્હી સરકારે 24 કલાક વેક્સિનેશન ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી પહેલું રાજ્ય છે, જેણે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરીના આ નિર્દેશને લાગુ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો