તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સવારના 5:30 વાગી રહ્યાં છે. સિંઘુ બોર્ડર પર વૃદ્ધ, યુવાનો, કિશોર, બાળકો અને મહિલાઓ બધા આંદોલનમાં પોત-પોતાની જવાબદારીને પૂર્ણ કરવામાં લાગેલા છે. જે આંદોલનમાં રાતભર જાગતા રહ્યા, હવે અસ્થાયી ટેન્ટ તથા ટ્રેક્ટર- ટ્રોલિઓમાં લાગેલી પથારી પર સૂઈ રહ્યાં છે. મોંઘી એસયુવી ગાડીઓમાં હરિયાણા તથા પંજાબના ખેડૂત પરિવારોના યુવા દૂધ, ફળ, શાકભાજી, દવાઓ અને રેશન લઈને સતત પહોંચી રહ્યા છે. દૂર સુધી જ્યાં નજર પહોંચે છે માર્ગો પર ખેડૂતોની ભીડ અને દિવસ-રાત ચાલતા લંગર જોવા મળી રહ્યાં છે.
ફાઈવ લેયર આરસીસીના બોલ્ડર, તેની આગળ લોખંડના બેરિકેડ અને તેના પર કાંટાળા તારની ફેન્સિંગ કરી ખેડૂતોને દિલ્હીમાં ઘૂસવાથી રોકાયા છે. તેની ઠીક પાછળ ધરણાં સ્થળ છે. પેલા છેડે પણ અડચણોથી તેને આશરે 500 મીટરમાં મર્યાદિત કરી દીધું હતું પણ તેની પાર ખેડૂતોનો ડેરો છે અને તેમાં હરિયાણા તથા પંજાબ તરફથી દરરોજ આવનારા ખેડૂત તેને વિસ્તારી ચૂક્યા છે. જ્યાં એક તરફ તંત્ર પ્રવેશના રસ્તા સાંકળા કરવા પ્રયાસ કરી રહ્યું છે ત્યાં નવાંશહેરની જસપાલ કૌર કહે છે કે સિંઘુ બોર્ડરથી લઈને 20 કિ.મી. દૂર મુરથલ સુધી ખેડૂતોનો કાફલો પહોંચી ગયો છે. સવારના 5 વાગ્યે મુરથલથી પગપાળા ચાલી બોર્ડર સુધી પહોંચી છું. સિંધે બોર્ડરવાળા છેડે સભા ચાલી રહી છે.
પોલીસ પર વિશ્વાસ નથી, મહિલાઓની સુરક્ષાની જવાબદારી નિહંગ શીખોની
રાત્રિ થઇ રહી છે. જેમ જેમ અંધકાર વધે છે તેમ તેમ ગાઢ ધૂમ્મસ છવાઈ જાય છે. ટ્રોલિઓ પરના ટારપોલિનને હાથ લગાવશો તો ભેજ જોવા મળશે. આ હાડ થીજવતી ઠંડી વચ્ચે હજારો અજાણ્યાં પુરુષ અને યુવાઓ આંદોલન માટે અડગ છે પણ ગાઢ રાત્રિ થતાં સુરક્ષા અંગે ચિંતા થઇ રહી છે પણ મહિલાઓ માટે અહીં રાત્રે એટલી શાંત અને સુરક્ષાત્મક છે જે કોઈપણ આંદોલન, રેલી કે તંત્ર માટે શીખવા લાયક બાબત છે.
એવામાં રાત્રિના માહોલનું મહિલાઓ માટે આકલન કરવા હું મોડી રાત્રે સિંઘુ બોર્ડર તરફથી સોનીપત તરફ ચાલવા લાગી. અંધારામાં ફરતી નિહંગ શીખોએ જોઈ તો કહ્યું કે રાત્રે ન ફરશો. ઊંઘી જાઓ. વાત કરતા જાણ થઇ કે બંને તરફ એટલે કે દિલ્હી સરહદ અને હરિયાણા સરહદે રેલીના છેડે પર નિહંગ શીખોએ મોરચો સંભાળ્યો છે. તે પોતાના ઘોડા અને શસ્ત્રો સાથે અહીં આવ્યા છે. બટાલાથી આવેલા બાબા બકાલા કહે છે કે આખી રાત નિહંગ શીખો વારાફરતી ડ્યૂટી કરે છે. અહીં કોઈ અણગમતી ઘટના તો દૂર કોઈ બદનિયતથી આવી શકે પણ તેમ નથી. અંધારામાં આટલા લાંબા માર્ગમાં પોલીસ કે તેમની ગાડીઓ પણ નથી. બંને સરહદે સવાર-સાંજ નિહંગ શીખ શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.