તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Year Old Veer Was Sleeping Hungry, Mother Went To Make Chips Of Her Choice, Then 3 Grenades Exploded And Masoom's Eye Was Blinded Forever

આતંકી આગમાં માસૂમનો ભોગ:2 વર્ષનો વીર ભૂખ્યો જ સૂતો હતો, માતા તેની પસંદગીની ચિપ્સ બનાવવા ગઈ હતી, ત્યારે જ 3 ગ્રેનેડ ફાટ્યા અને માસૂમની આંખ કાયમ માટે મીંચાઈ ગઈ

રાજૌરીએક મહિનો પહેલા

રાજૌરીમાં ગુરુવારે રાત્રે ભાજપના નેતા જસબીર સિંહના ઘરે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આ હુમલામાં જસબીર અને તેમના પરિવારના 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલામાં 2 વર્ષના વીર સિંહે જીવ ગુમાવવો પડ્યો. વીર જસબીરનો ભત્રીજો હતો. હોસ્પિટલમાં દાખલ જસબીરને હજુ સુધી ખબર નથી કે વીર હવે આ દુનિયામાં નથી. વીરની માતા પણ સભાન અવસ્થામાં નથી. રાજૌરીનો આ પરિવાર પાસેથી સાંભળો વીરની વાત, જે દર્દભરી છે.

ભાસ્કરની ટીમ જ્યારે જસબીરના ઘરે પહોંચી ત્યારે નાનકડા વીરના મૃતદેહની ચારેબાજુ ઘરના સભ્યો બેઠા હતા. ચારેબાજુ રોકકળ ચાલતી હતી અને ઉદાસીનું વાતાવરણ હતું. વીરની ફઈબા બૂમો પાડી પાડીને પૂછી રહી હતી કે અંતે તેમના લાડલાનો વાંક શું હતો. બધાને કહેતી હતી- વીર ભૂખ્યો જ સૂતો હતો, માતા તેની પસંદની ચિપ્સ બનાવવા ગઈ હતી. ઉઠાડીને દીકરાને ખવડાવે એ પહેલાં જ હુમલો થઈ ગયો. અમારો લાડલો સૂતો હતો, જે કાયમ માટે સૂઈ જ ગયો...

ફઈએ રડતાં રડતાં કહ્યું, 'મારા ભાઈને, મારા પરિવારને ન્યાય મળે. જો આ દેશદ્રોહી મર્દ હતા તો સામેથી હુમલો કરત, પીઠ પાછળ ખંજર કેમ ખોપ્યું. આ લોકોએ મારા પરિવારને ખતમ કરી દીધું. બાળકનું શરીર ચાળણી જેવું થઈ ગયું, તેને અહીં જ જીવ ગુમાવ્યો. મારા બાળક સાથે શું દુશ્મની હતી. ભગવાન ન્યાય કરશે, અમે અમારું બાળક ગુમાવી દીધું.'

જસબીરના ભાઈ બલબીર સિંહ કહે છે કે સુરક્ષા વધારવી જોઈએ. એ વાતની પણ તપાસ થવી જોઈએ અહીં હુમલો થયો ત્યારે કેટલી સુરક્ષા હતી.

તો બીજી બાજુ, જસબીરે કહ્યું હતું કે આ હુમલામાં કોઈ સ્થાનિકનો જ હાથ હોવો જોઈએ. જે દુકાનમાંથી આતંકીઓ પાસે ગ્રેનેડ પહોંચ્યો એની પણ તપાસ થવી જોઈએ. મેં લોકોની ભલાઈ માટે કામ કર્યું છે અને મને શંકા તે લોકો પર છે જેમને મારા કામથી ઈર્ષ્યા હતી.

વીરની આ તસવીર થોડા દિવસ પહેલાંની છે, જ્યારે તે પરિવારની સાથે મસ્તી કરતો હતો.
વીરની આ તસવીર થોડા દિવસ પહેલાંની છે, જ્યારે તે પરિવારની સાથે મસ્તી કરતો હતો.
માતાની સાથે માસૂમ વીર. હવે માં દીકરો ગુમાવ્યા બાદ ભાન ભુલી છે.
માતાની સાથે માસૂમ વીર. હવે માં દીકરો ગુમાવ્યા બાદ ભાન ભુલી છે.
વીરનો આ ફોટો ત્યારનો છે જ્યારે જસબીરનો પરિવાર પિકનિક પર ગયો હતો.
વીરનો આ ફોટો ત્યારનો છે જ્યારે જસબીરનો પરિવાર પિકનિક પર ગયો હતો.
પોતાના બીજા બર્થ ડેના દિવસે વીર.
પોતાના બીજા બર્થ ડેના દિવસે વીર.
માને વિશ્વાસ નથી કે જે લાલ ગઈકાલ સુધી હસતો હતો એ આજે હંમેશાં માટે મૌન થઈ ગયો છે.
માને વિશ્વાસ નથી કે જે લાલ ગઈકાલ સુધી હસતો હતો એ આજે હંમેશાં માટે મૌન થઈ ગયો છે.
આ ફોટો ઘાટીની હકીકત જણાવવા માટે પૂરતો છે, આતંકની આગ માસૂમો અને નિર્દોષોના જીવ લઈ રહ્યા છે.
આ ફોટો ઘાટીની હકીકત જણાવવા માટે પૂરતો છે, આતંકની આગ માસૂમો અને નિર્દોષોના જીવ લઈ રહ્યા છે.
વીર સિંહના દાદા, જેમની હાલત રડી રડીને ખરાબ છે. તેઓ કહે છે કે અંતે તેમના પૌત્રનો શું વાંક હતો.
વીર સિંહના દાદા, જેમની હાલત રડી રડીને ખરાબ છે. તેઓ કહે છે કે અંતે તેમના પૌત્રનો શું વાંક હતો.

ગ્રેનેડ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ
પોલીસના જણાવ્યા મુજબ, આતંકીઓએ હુમલો ત્યારે કર્યો જ્યારે જસબીર સિંહ પોતાના પરિવારની સાથે બેઠો હતો. હુમલામાં જસબીર ઉપરાંત અર્જુન સિંહ, જસબીરની માતા સિયા દેવી, ભાઈ બલબીર અને તેમનો પુત્ર કર્ણ સિંહ ઘાયલ થયો છે. 2 વર્ષના વીર સિંહને બચાવી ન શકાયો.

ખાંડલી વિસ્તારમાં BJPના મંડલ અધ્યક્ષ જસબીર સિંહના ઘરે થયેલા હુમલા પછી વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવાયો છે. આ પહેલાં આતંકીઓએ ગુરુવારના દિવસે કુલગામમાં BSFના કાફલા પર પણ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...