તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A 2 year old Girl Who Barely Learned To Save The Life Of A Mother Lying Unconscious On A Railway Platform Reached Another Platform For Help.

2 વર્ષની દીકરીએ માનો જીવ બચાવ્યો:રેલવે પ્લેટફોર્મ પર માતા બેભાન થઈને પડી, સાથે હતો 6 મહિનાનો દીકરો; બાળકીએ પોલીસને ઈશારામાં સમજાવી મુશ્કેલી

બરેલી(મધ્યપ્રદેશ)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો

સામાન્ય રીતે માતા-પિતા બાળકોનું ધ્યાન રાખતાં હોય છે, પરંતુ મધ્યપ્રદેશના રાયબરેલીમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં બાળકીએ તેની માતાનો જીવ બચાવ્યો છે. અહીં મોરાદાબાદ રેલવે સ્ટેશન પર એક માતા બેભાન થઈ જતાં તેની 2 વર્ષની બાળકીએ તેનો બચાવ્યો છે.

અહીં મોરાદાબાદ રેલવે સ્ટેશન પર 2 વર્ષની બાળકી જે માંડ ચાલતા શીખી છે, તેણે પોતાની માને રેલવે પ્લેટફોર્મ પર બેભાન અવસ્થામાં પડેલી જોઇ હતી. બેભાન અવસ્થામાં માતા સાથે બાળકીનો 6 મહિનાનો ભાઇ પણ હતો. માને આવી અવસ્થામાં જોઇ તેણે મદદ માટે ઘણા લોકોને બોલાવવાનો પ્રયત્નો કર્યો, પરંતુ કોઇનું ધ્યાન આ તરફ ગયું નહિ. અંતે, બાળકી ગમે તેમ કરી બીજા રેલવે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યાં RPFના પોલીસની તેના પર નજર પડી. બાળકીએ પોલીસને તેની મા વિશે જણાવવાની કોશિશ કરી. બાળકીને પોલીસને તેની વાત સમજવામાં ઘણી મુશ્કેલી થઇ. પરિણામે, પોલીસે બાળકી સાથે બીજા પ્લેટફોર્મ પર જઇને જોયું ત્યારે તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પોલીસે જોયું કે બાળકીની માતા બેભાન અવસ્થામાં પ્લેટફોર્મ પર પડી છે અને બાજુમાં તેનો 6 મહિનાનો દીકરો પણ હતો.

પોલીસે તરતજ એમ્બ્યુલન્સને જાણ કરી અને મહિલાને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી. મહિલા હાલ પણ બેભાન અવસ્થામાં છે અને તેની અને તેનાં બાળકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.

RPFના પોલીસ કે જેમણે બાળકીને પ્રથમવાર જોઇ હતી તેમણે કહ્યું, બાળકી ખૂબ જ ચિંતામાં દેખાતી હતી અને કશું કહેવા માગતી હોય એવું લાગતું હતું. ઘણા પ્રયત્નો પછી તેણે બીજા પ્લેટફોર્મ તરફ આંગળી બતાવી ઇશારો કર્યો અને જવાનનો હાથ પકડી તેને ત્યાં લઇ જવા પ્રયત્ન કરવા લાગી. ત્યાર બાદ ત્યાં જતાં એક સ્ત્રી બેભાન અવસ્થામાં અને તેની બાજુમાં એક 6 મહિનાનું બાળક મળી આવ્યું. આ ઘટના પ્લેટફોર્મ નંબર 5 પર બની હતી. પોલીસે જણાવ્યું હતું કે રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને સ્ત્રીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી.

ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.શોભિતે જણાવ્યું હતું કે ' રેલવે પોલીસ 2 બાળક સાથે એક સ્ત્રીને બેભાન અવસ્થામાં લઇને આવ્યા હતા, તે સ્ત્રી 30 વર્ષની હોય એવું અનુમાન લગાવી શકાય છે. હાલ તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. સ્ત્રી હજુ પણ બેભાન અવસ્થામા હોવાથી તેની અને તેનાં બાળકોની ઓળખાણ થઇ શકી નથી, સ્ત્રી હોશમાં આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

અન્ય સમાચારો પણ છે...