તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If There Was A Fever, The Parents Took Him To The Dam, If His Health Deteriorated, They Brought Him To The Hospital Late At Night; Currently Admitted To ICU

2 વર્ષની બાળકીને ગરમ સળીયાથી ડામ:તાવ આવ્યો તો મા-બાપ ડામ અપાવવા લઈ ગયા, તબિયત બગડી તો મોડીરાતે હોસ્પિટલ લાવ્યા; હાલ ICUમાં દાખલ

ભીલવાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડામ આપ્યા પછી ગીતા રડવા લાગી પરંતુ મા-બાપ તેને નિષ્ઠુર થઈને ઘરે લઈ આવ્યા
  • ડામના નિશાન જોઈને ડોક્ટરે આ અંગે પોલીસને પણ માહિતી આપી

ટેક્નોલોજીના સમયમાં પણ અંધશ્રદ્ધા ચાલુ જ છે તેનો અહેસાસ કરાવનારો એક કિસ્સો રાજસ્થાનના ભીલવાડાના કોટા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બાળકીને તાવ આવવાના કારણે તેના મા-બાપ તેને ડામ અપાવવા લઈ ગયા હતા. ડામ આપવાના કારણે 2 વર્ષની બાળકીની તબિયત બગડી ગઈ. પછીથી શનિવારે મોડી રાતે બાળકીને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. જ્યાં તે પોતાની જીંદગી અને મોત સાથે લડી રહી છે.

ગીતાને ગરમ સળીયા વડે પેટ પર ડામ અપાયો
કોટા ગામમાં સુરેશ પોતાની પત્ની દેવની સાથે રહે છે. સુરેશને બે બાળકો છે. મોટી છોકરીનું નામ ગીતા છે. તેની ઉંમર 2 વર્ષ છે. આ સિવાય તેને એક છોકરો પણ છે. શનિવારે સવારે ગીતાને ખૂબ જ તાવ આવ્યો હતો, તેના કારણે સુરેશ અને તેની પત્ની ગીતાને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ પોતાના ગામથી 2 કિલોમીટર દૂર પાલરા ગામમાં લઈને આવ્યા હતા. અહીં તેમના સમાજનો એક વૃદ્ધ ડામ આપવાનુ કામ કરે છે. આ વૃદ્ધે ગીતાને ગરમ સળીયા વડે પેટ પર ડામ આપ્યો. ડામ આપ્યા પછી ગીતા રડવા લાગી પરંતુ તેને મા-બાપ ઘરે લઈ આવ્યા. જોકે 3 કલાક પછી ગીતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પછીથી ગીતાના મા-બાપ અને નાની તેને હોસ્પિટલ લઈને આવ્યા. બાળકીના પેટ પર ડામના નિશાન જોઈને ડોક્ટર આખી વાત સમજી ગયા અને પોલીસને પણ માહિતી આપી.

પહેલા જીવને જોખ્મમાં મૂક્યો પછી ડોક્ટરને બચાવવા આજીજી
ગીતાના પિતા સુરેશ સાથે પણ વાત કરી. સુરેશે જણાવ્યું કે તે પોતાના ગામની આસપાસના ગામમાં નાની-મોટી મજૂરી કરે છે. શનિવારે સવારે તેની પત્નીએ ફોન કરીને ગીતાની તબિયત ખરાબ થઈ હોવાની વાત કરી હતી. શિક્ષણના અભાવને પગલે 2 કિલામીટર દૂર રાયપુર હોસ્પિટલમાં બાળકીને લાવવાની જગ્યાએ તેના મા-બાપ તેને પાલર ગામમાં ડામ આપવવા લાવ્યા હતા. જોકે પછીથી જ્યારે બાળકીને હોસ્પિટલમાં લઈ જવવામાં આવી ત્યારે તેનો પરિવાર ડોક્ટરને બચાવવા આજીજી કરવા લાગ્યો.

ડામ આપનારના નામનો ખ્યાલ નથી
ગીતાના પિતાને ડામ આપનાર વિશે પણ પૂછવામાં આવ્યું. જોકે તેમણે તેનું નામ ન જણાવ્યું. તેમણે કહ્યું લોકોએ ડામ આપનારનું ઘર બતાવ્યું હતું. જોકે તેમનું નામ ખબર નથી. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના જ સમાજના છે, આ કારણે તેની પાસે બાળકીને લઈને ગયા હતા.

એક દિવસ પહેલા જ લીલાનું મૃત્યુ થયું હતું
આવી જ અંધશ્રદ્ધાના કારણે 1 દિવસ પહેલા જ 5 મહિનાની લીલાનું મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. લીલાને પણ પેટમાં દર્દ થવાની તકલીફ હતી. એવામાં લોકોની વાતોમાં આવીને તેની માતાએ જ તેના પેટ પર ડામ આપ્યા. જે પછી શુક્રવારે તેનું મૃત્યું થયું.