તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 2 If A Train Comes On One Track It Will Stop, There Will Be No Jolt; Modi Will Start In Delhi Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોનું ઉદઘાટન:સમગ્ર દેશમાં લાગુ થશે વન નેશન, વન મોબિલિટી સેવા, બે ટ્રેન એક ટ્રેક પર આવી જશે તો આપોઆપ અટકી જશે

નવી દિલ્હી2 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની પ્રથમ ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધીની 37 કિમી લાંબી મેજન્ટા લાઈન પર આ સુવિધા શરૂ થઈ છે. મોદીએ કહ્યું કે સમગ્ર દેશમાં વન નેશન, વન મોબિલિટી સેવા શરૂ થશે. 2025 સુધીમાં 25થી વધુ શહેરોમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે. ડ્રાઈવર લેસ મેટ્રોની ખાસિયત એ છે કે જો બે ટ્રેન એક ટ્રેક પર આવી જશે તો બંને ટ્રેન આપોઆપ અટકી જશે.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે પહેલા માત્ર જાહેરાત થતી હતી. હવે કામ પણ થઈ રહ્યું છે. મેટ્રો ટ્રેનના કારણે શહેરોમાં પ્રદૂષણ ઓછું થશે. 4 મોટી કંપનીઓ મેટ્રોના કોચનું ઉત્પાદન કરી રહી છે. પરિણામે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મદદ મળી રહી છે. હાઈવે પર બિનજરૂરી રોકટોક બંધ કરાઈ છે. વન નેશન, વન ટેક્સથી અનેક કરવેરા ખતમ કરાયા છે. વન નેશન, વન હેલ્થ નેશન સ્કીમ એટલે કે આયુષ્યમાન ભારતથી ગમે ત્યાં સારવાર કરાવી શકાય છે. તેવી જ રીતે કૃષિ સુધારા દ્વારા વન નેશન, વન એગ્રીકલ્ચર માર્કેટની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. ડ્રાઈવરલેસ મેટ્રો કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કન્ટ્રોલ સિંગ્નલિંગ સિસ્ટમ દ્વારા કામ કરે છે. આ વાઈફાઈ જેવી સિસ્ટમ છે.

મોદીના ભાષણની મહત્ત્વની 5 વાત
1. 2025 સુધીમાં 25થી વધુ શહેરોમાં મેટ્રોનું લક્ષ્ય
મોદીએ કહ્યું હતું, દિલ્હીમાં પ્રથમ મેટ્રો અટલજીના પ્રયત્નોથી શરૂ થઈ. 2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે માત્ર 5 શહેરમાં જ મેટ્રો રેલ હતી, આજે 18 શહેરમાં આ સેવા છે. 2025 સુધી 25થી વધુ શહેરોમાં એનો વ્યાપ વધારવામાં આવશે. મેટ્રોનો વ્યાપ 700 કિમીથી વધુ છે. 2025માં એનો વિસ્તાર 1700 કિમી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હવે 25 લાખ લોકો રોજ મેટ્રોમાં મુસાફરી કરે છે. એ ઈઝ ઓફ લિવિંગનો પુરાવો છે. એ દેશના મિડલ કલાસનાં સપનાં પૂરાં કરવામાં ખૂબ ઉપયોગી છે.

2. મેટ્રોને લઈને પોલિસી બનાવી, સ્ટ્રેટેજી લાગુ કરી
બ્યુરોક્રેસી એ જ છે, પરંતુ કામ ઝડપથી થયું છે. એનું કારણ એ છે કે અમે તકને જોઈ છે. પહેલાં માત્ર જાહેરાતો કરવામાં આવતી હતી. અમે મેટ્રોને લઈને પોલિસી બનાવી અને રણનીતિ લાગુ કરી. સ્થાનિક સાધનોને પ્રોત્સાહન આપવું, આધુનિક ટેક્નોલોજી પર ભાર આપ્યો.

3. મેટ્રો પ્રદૂષણ ઓછું કરવાનું એક માધ્યમ
અમે એ બાબતે ધ્યાન આપ્યું છે કે મેટ્રોનો વ્યાપ અહીંની લાઈફસ્ટાઈલ મુજબ જ થવો જોઈએ. દરેક શહેરમાં એનું અલગ-અલગ રીતે કામ થઈ રહ્યું છે. જ્યાં મુસાફરોની સંખ્યા ઓછી છે ત્યાં મેટ્રો લાઈટ પર કામ થઈ રહ્યું છે. જ્યાં વોટર બોડી છે, ત્યાં વોટર મેટ્રો પર કામ કરવામાં આવી રહ્યું છે. આજે મેટ્રો સુવિધા-સજ્જ માધ્યમ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટેનું પણ એક સાધન છે. એને કારણે રોડથી આવતાં ઘણાં વાહનો ઘટ્યાં છે.

4. આત્મનિર્ભર ભારત અભિયાનની મદદ લીધી
હવે દેશની ચાર મોટી કંપની જ મેટ્રો કોચ પર કામ કરી રહી છે. એનાથી આત્મનિર્ભર ભારત અભિયાનને મદદ મળી રહી છે. મને હાલ ડ્રાઈવર વગરની મેટ્રોનું ઉદઘાટન કરવાની તક મળી. આપણો દેશ વિશ્વના એ સિલેક્ટેડ દેશોમાં સામેલ થઈ ગયો છે, જ્યાં આ સુવિધા છે.

5. કૃષિ સુધારાઓથી વન નેશન, વન એગ્રિકલ્ચર માર્કેટની દિશામાં આગળ વધ્યા
વન નેશન-વન મોબિલિટી કાર્ડની જેમ જ સરકારે વ્યવસ્થાઓના એકીકરણનાં ઘણાં કામ કર્યાં છે. હાઈવે પર બિનજરૂરી રોકટોક બંધ થઈ છે. વન નેશન-વન ટેક્સથી ઘણા કર સમાપ્ત થયા છે. વન નેશન-વન પાવર ગ્રિડથી વીજળીને પણ નુકસાન થયું છે. વન નેશન-વન હેલ્થ નેશન સ્કીમ એટલે કે આયુષ્માન ભારત યોજનાથી કોઈપણ જગ્યાએ સારવાર કરાવી શકાય છે. આ રીતે નવા કૃષિ સુધારાઓથી વન નેશન-વન એગ્રિકલ્ચર માર્કેટની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે.

  • 37 કિ.મી. લાંબી મેજેન્ટા લાઈન પર દોડશે દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો
  • 95 કિ.મી. પ્રતિ કલાક ગતિ છે, પરંતુ આ 85 કિ.મીની ગતિએ દોડશે
  • 380 પ્રવાસી એક કોચમાં બેસી શકશે, એક ટ્રેનમાં છ કોચ છે
  • 2,280 પ્રવાસી એકવારમાં સફર કરી શકશે

ડ્રાઇવરલેસ મેટ્રોની 3 મુખ્ય ખાસિયત
1. એની સિસ્ટમ એટલી સેફ છે કે ક્યારેક બે મેટ્રો એક જ ટ્રેક પર આવી જાય તો એક નક્કી અંતરે એ પોતાની જાતે જ બંધ થઈ જશે.
2. મેટ્રોમાં મુસાફરી દરમિયાન જે ઝાટકાનો અનુભવ થાય છે એ ડ્રાઈવરલેસ ટ્રેનમાં થશે નહિ.
3. ટ્રેનમાં ચઢતા-ઊતરતા દરમિયાન પેસેન્જર્સને કોઈપણ પ્રકારની મુશ્કેલી થશે નહિ.

એની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે ?

  • ડ્રાઈવરલેસ મેટ્રોની મુસાફરી કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડાયેલી છે.
  • આ સિસ્ટમ એક વાઈ-ફાઈની જેમ કામ કરે છે. એ મેટ્રોને સિગ્નલ આપે છે, જેનાથી એ ચાલે છે.
  • મેટ્રો ટ્રેનમાં લાગેલા રિસીવર સિગ્નલ મળ્યા પછી મેટ્રોને આગળ વધારે છે. વિદેશની ઘણી મેટ્રોમાં આ સિસ્ટમને યુઝ કરવામાં આવે છે.

બાદમાં મેટ્રોના ત્રીજા ફેઝની તમામ લાઇનો પર ચાલશે
DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર(કમ્યુનિકેશન), અનુજ દયાલના જણાવ્યા મુજબ, મેજેંટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. અનુજ દયાલે જણાવ્યું હતું કે જ્યારે પિન્ક અને મેેજેંટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.

વિશ્વનાં 46 શહેરમાં ઓટોમેટેડ મેટ્રો ટ્રેન ચાલે છે
ધ ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટના જણાવ્ય મુજબ, 2019 સુધીમાં વિશ્વનાં 46 શહેરમાં 64 ઓટોમેટેડ મેટ્રો ટ્રેન ચાલી રહી હતી. વિશ્વની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો 1981માં જાપાનના કોબ શહેરમાં શરૂ કરવામાં આવી હતી.

નેશનલ કોમન મોબિલિટી કાર્ડની શરૂઆત
મોદીએ એરપોર્ટ મેટ્રો પર સંપૂર્ણ રીતે સંચાલિત થનારા નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું ઉદઘાટન પણ કર્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં 23 બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલાં રૂપે ડેબિટ કાર્ડથી કોઈપણ વ્યક્તિ એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર મુસાફરી કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રો નેટવર્ક પર મળવા લાગશે. એ પછી સ્માર્ટ કાર્ડ સાથે જ ડેબિટ કાર્ડથી પણ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

ટેક્નિક: કોઈ ઘટનાની આશંકા વખતે ટ્રેન અટકી જશે
ડ્રાઈવરલેસ મેટ્રોમાં આગળની તરફ ડ્રાઈવર કેબિન નહીં હોય. એટલે પ્રવાસીઓ હવે ટ્રેનના આગલા હિસ્સામાં જઈને સામેની તરફ રેલ ટ્રેક પણ સ્પષ્ટ જોઈ શકશે. તેની બીજી એક ખાસિયત એ છે કે, તેમાં રેલ ટ્રેક પર જો કોઈ ચીજ 50 મીટર દૂર પડી હશે, તો તે આપોઆપ અટકી જશે. તેનાથી દુર્ઘટનાની શક્યતા પણ ઘટી જશે. તેને કંટ્રોલ રૂમમાંથી જ ઓટોમેટિક રીતે ઓપરેટ કરાશે.

સુવિધા: પાંચ મિનિટના બદલે દર 90 સેકન્ડે મેટ્રો મળશે
દિલ્હી મેટ્રો કોર્પોરેશનના કહેવા પ્રમાણે, હાલ દર પાંચ મિનિટ, 12 સેકન્ડે મેટ્રોનું સંચાલન થાય છે. પરંતુ ડ્રાઈવરલેસ મેટ્રો ચાલવાથી પ્રવાસીઓ પર દબાણ વધતા માંડ 90 સેકન્ડના અંતરાલે મેટ્રોનું પરિચાલન થઈ શકશે. ડ્રાઈવર ધરાવતી મેટ્રોથી નવી મેટ્રોની એક્યુરેસી વધારે છે. આ ટ્રેનોથી મેટ્રોની ફ્રિક્વન્સી વધશે અને ભીડ ઓછી થશે. આ સાથે મેટ્રોની આવક પણ વધશે.

ખાસિયત: ટ્રેક પર ઓડીડી ડિવાઈસ લગાવ્યાં હશે
ટ્રેનનું ચાલવું, અટકવું, સ્પીડ પકડવી, દરવાજા ખૂલવા અને બંધ થવા, ઈમર્જન્સીની સ્થિતિમાં કંટ્રોલ કરવું બધું જ ઓટોમેટિક હશે. મેટ્રોની સામે કેમેરા હશે. આ કેમેરા ટ્રેનની આગળની સંપૂર્ણ તસવીર લાઈવ કંટ્રોલ રૂમમાં બતાવશે. ટ્રેક પર ઓડીડી ડિવાઈસ લગાવ્યાં હશે જે ટ્રેક પર આવતી કોઈ પણ નાની અડચણને હટાવીને ટ્રેનને પાટા પરથી ઉતરતી એટલે કે ડિરેલ થતી અટકાવશે.

દુનિયા: 1981માં જાપાનમાં ડ્રાઈવરલેસ મેટ્રો દોડી હતી
દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો 1981માં જાપાનના કોબે શહેરમાં દોડી હતી. ત્યાર પછી યુરોપિયન દેશ ફઅરાંસના લિલે શહેરમાં 1983માં દુનિયાની બીજી ડ્રાઈવરલેસ મેટ્રોનું ઓપરેશન શરૂ થયું. અહેવાલો પ્રમાણે, હાલ અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, હંગેરી, સ્વિત્ઝર્લેન્ડ, ચીન, બ્રાઝિલ, કેનેડા, પેરુ અને ચિલીમાં ડ્રાઈવરલેસ મેટ્રોનું સંચાલન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો