• Gujarati News
  • National
  • 2 Terrorists Killed In Kashmir, Including Top Army Commander Salim Parre, Major Srinagar Police Operation

ભાસ્કર LIVE અપડેટ્સ:ચીને લદ્દાખ સરહદ પર 60 હજારથી વધુ સૈનિક ખડક્યાં, પેંગોંગ સરોવર પર તેના વિસ્તારમાં બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં લશ્કરના ટોપ કમાન્ડર સલીમ પર્રે સહિત 2 આતંકી ઠાર, શ્રીનગર પોલીસની મોટી કાર્યવાહી
  • બુલી બાઈ એપ કેસમાં મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી

ભારત અને ચીન વચ્ચે છેલ્લા 20 મહિનાથી મડાંગાંઠ સર્જાયેલી છે ત્યારે ચીને લદ્દાખમાં ભારતીય સીમા પર તેના આશરે 60,000 સૈનિકો ગોઠવેલા છે અને લાઈન ઓફ એક્ય્ચુઅલ (LAC)પર તેના સુરક્ષા દળોના ઝડપી પરિવહનમાં મદદ મળી રહે તે માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની કામગીરી જાળવી રાખી છે. પેંગોંગ સરોવર પર ચીન પોતાના વિસ્તારમાં બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. ચીને ઉનાળામાં તાલીમ સમયે સૌથી વધારે સંખ્યામાં દળોને અહીં લાવ્યું હતું. ત્યારબાદ આ દળો પરત ફર્યાં નથી. હજું પણ લદ્દાખમાં ચીન 60,000 જેટલા સૈનિકોને જાળવી રાખ્યા છે. દૌલત બેગ ઓલ્ડીઝ વિસ્તારની સામે તથા પેંગોંગ સરોવર વિસ્તારમાં પણ નવા માર્ગોનું નિર્માણ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન તરફથી કોઈ દુસાહન કરવામાં આવે તો તેનો જડબાતોડ જવાબ આપવા ભારતીય સેના પણ મજબૂત પગલાં ભરી રહી છે. ભારતીય સેનાએ પણ લદ્દાખના પૂર્વના મોરચે સંભવિત જોખમને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિફોર્મ ફોર્સને ગોઠવી છે.

મુંબઈ પોલીસે બુલી બાઈ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી
મુસ્લિમ મહિલાઓની તસવીરોની હરાજી કરનારી બુલી બાઈ એપ કેસમાં મુંબઈ પોલીસે સોમવારે એક આરોપીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે આરોપીની ઓળખ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે પોલીસ અધિકારીઓ એટલી જ માહિતી આપી હતી કે 21 વર્ષનો આરોપી યુવક બેંગ્લુરુમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. પોલીસે અજ્ઞાત આરોપી સામે IT એક્ટ અને IPCની વિવિધ કલમો લગાવી કેસ દાખલ કર્યો છે.

સુરક્ષા પડકારો અને ખતરાંઓને ધ્યાનમાં રાખીને અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક, સુરક્ષા એજન્સીઓથી લઈને ગુપ્તચર વિભાગના અધિકારીઓ પણ સામેલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે દેશની સુરક્ષાને લઈને જોવા મળતા પડકારો અને જોવા મળતા ખતરાંઓને લઈને ચર્ચા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. ગૃહ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે બેઠકમાં તમામ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ, સેનાનો ગુપ્તચર વિભાગ અને નાણાં મામલાઓની ગુપ્તચર એજન્સીના અધિકારી પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના DGP પણ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી બેઠકમાં જોડાયા હતા.

મળતી માહિતી મુજબ અધિકારીઓની આ બેઠકમાં આતંકવાદના વધતા ખતરા અને વૈશ્વિક આતંકી સંગઠનોને લઈને ચર્ચા થઈ. આ ઉપરાંત નાર્કો ટેરરિઝમ, ગુનેગારો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ, સાઈબર સ્પેસના ખોટા ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ. ગૃહમંત્રીએ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન કરવા પર પણ ભાર આપ્યો હતો.

સલીમ પર્રે અને પાકિસ્તાની આતંકી હાફિઝ હમાઝા ઠાર

સલીમ પર્રેનું એન્કાઉન્ટર સાંજે 4 વાગ્યે શાલીમાર્ ગાર્ડનની નજીક થયું (ફાઈલ)
સલીમ પર્રેનું એન્કાઉન્ટર સાંજે 4 વાગ્યે શાલીમાર્ ગાર્ડનની નજીક થયું (ફાઈલ)

શ્રીનગર પોલીસે આજે મોટી કાર્યવાહી કરતા લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર સલીમ પર્રે અને પાકિસ્તાની આતંકી હાફિઝ હમાઝાને ઠાર કર્યા છે. સલીમ પર્રેનું એન્કાઉન્ટર સાંજે 4 વાગ્યે શાલીમાર્ ગાર્ડનની નજીક થયું. સલીમ સામે 2016માં 12 લોકોની હત્યાનો આરોપ હતો. તો હાફિઝ હમઝા શાલીમાર વિસ્તારની નજીક ગાસુમાં ઠાર થયો છે. હમઝા બાંદીપોરામાં 2 પોલીસ કર્મચારીની હત્યામાં સામેલ હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ સામાન્ય નાગરિકને કોઈ જ નુકસાન થયું નથી.

PM મોદી રાખશે દિલ્હી-કટરા એક્સપ્રેસ-વેનો પાયો, વૈષ્ણો દેવી ધામ પહોંચવાનો સમય અડધો થઈ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબ પહોંચ્શે. અહીં વડાપ્રધાન 42750 કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો પાયો મુકશે. આ પ્રોજેક્ટસમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વે પણ સામેલ છે, જે નેશનલ કેપિટલને ડાયરેક્ટ વૈષ્ણો દેવી મંદિર સાથે જોડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી દિલ્હીથી અમૃતસર અને કટરા પહોંચવામાં અત્યાર સુધી જે સમય લાગતો હતો તેનાથી અડધો થઈ જશે.

વડાપ્રધાન કાર્યાલય પાસેથી મળેલી જાણકારી મુજબ PM મોદી દ્વારા આ એક્સપ્રેસ-વેને તૈયાર કરવાનો હેતુ વૈષ્ણો દેવી ધામ સુધી સહેલાયથી પહોંચવાનો છે. આ ઉપરાંત મુખ્ય શીખ તીર્થસ્થાનને પણ અંદરોઅંદર જોડવાનો છે. આ માટે અમૃતસરથી હિમાચલ પ્રદેશનો ઉના સુધીનો હાઈવે ફોરલેન કરવાની વાત પણ સામેલ છે, જે ચાર પ્રમુખ નેશનલ હાઈવેને અંદરોઅંદર કનેક્ટ કરશે.

શ્રીનગરમાં BSFના સિપાહીએ AK 47થી પોતાને ગોળે મારી
શ્રીનગરના BSF કેમ્પમાં એક સિપાહીએ AK 47થી પોતાને જ ગોળી મારી દીધી છે. મૃતકની ઓળખ એચસી જીડી સુરેશ કુમાર તરીકે થઈ છે.

તાઈવાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તાઈવાનના તાઇપેઈમાં સોમવારે ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ આજે બપોરે 3:16 વાગ્યે ભૂકંપના ઝાટકાથી ધરત ધ્રુજી હતી.

પાકિસ્તાને SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું
પાકિસ્તાને SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ભારતને આમંત્રિત કરવાની જાણકારી આપી છે. જો કે ભારતને હજુ સુધી કોઈ જ ઈન્વિટેશન મળ્યું નથી.

વડાપ્રધાન ઈમરાન ખાને થોડાં દિવસ પહેલાં જ એવી આશા વ્યક્ત કરી હતી કે સાર્ક સંમેલનનું આયોજન પાકિસ્તાનમાં થશે. તો કોરોનાને પગલે SAARC દેશોની બેઠક રદ પણ થઈ શકે છે. સાર્ક સંમેલનમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદિવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે.

અન્ય સમાચારો પણ છે...