તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્તીસગઢમાં જવાનો પર ફરી હુમલો:સુકમામાં 2 પોલીસ કર્મચારીઓના ગળા કાપી હત્યા કરાઈ, નક્સલવાદીઓની સ્મોલ એક્શન ટીમ પર આશંકા; 13 દિવસમાં બીજો હુમલો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યું છે કે જવાન સાથે મારઝૂડ થઈ નથી, સીધા જ ધારદાર હથિયાર વડે હુમલો થયો છે - Divya Bhaskar
અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યું છે કે જવાન સાથે મારઝૂડ થઈ નથી, સીધા જ ધારદાર હથિયાર વડે હુમલો થયો છે

છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજ્જી પોલીસ સ્ટેશનથી ફક્ત અડધા કિલોમીટર દૂર પોલીસના બે જવાનોની હત્યા કરી નાંખવામાં આવી છે. જે પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે તે ભેજ્જી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસ સ્ટેશન નજીક પોલીસ કેમ્પ આવેલો છે. ગુરુવારે બન્ને જવાન બાઈક ચલાવી બજારમાં જઈ રહ્યા હતા. ત્યારે માર્ગ પર તેમને અટકાવી ગળા પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં હત્યારાઓ ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાને લઈ ગ્રામીણો કંઈ પણ કહેવા તૈયાર નથી. SP કેએલ ધ્રુવે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે જવાનોની હત્યા થઈ છે તેમના નામ પુનેમ હડમા અને ધનીરામ કશ્યપ છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો પર હુમલાના 13 દિવસમાં આ બીજી ઘટના છે.

નક્સલીઓની સ્મોલ એક્શન ટીમ પર આશંકા
ગ્રામીણ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ હત્યા પાછળ નક્સલવાદીઓની સ્મોલ એક્શન ટીમનો હાથ હોઈ શકે છે. આ પ્રકારની ટીમો કેમ્પથી બહાર નિકળતા પોલીસ કર્મચારીઓ પર નજર રાખે છે. ગ્રામીણો વચ્ચે રહેનારા આ પ્રકારના નક્સલવાદીઓની ઓળખ થઈ શકતી નથી અને તેઓ તક જોઈને હુમલા કરે છે. જ્યાં આ ઘટના થઈ ત્યાં મોટાભાગે પોલીસ જવાન હોસ્પિટલ અને બજારને લગતા કાર્ય કરતા હોય છે.

પોલીસે નક્સલવાદીઓ સામેલ હોવાનો ઈન્કાર કર્યો
સુકમા પોલીસે જણાવ્યું છે કે પોલીસ જવાનોનું માર્ગ પર મૃત સ્થિતિમાં મળ્યા હોવાની માહિતી મળ્યા બાદ ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં બન્ને પોલીસ કર્મચારીને લોહીથી લથપથ સ્થિતિમાં જોયા હતા. તેમના ગળામાંથી લોહી નિકળી રહ્યું હતું. આ ઘટનામાં નક્સલવાદીઓ સામેલ હોવા અંગે કોઈ માહિતી હજુ મળી નથી.

13 દિવસમાં છત્તીસગઢમાં જવાનો પર હુમલાની આ બીજી ઘટના છે. આ અગાઉ બીજાપુરમાં 3 એપ્રિલના રોજ નક્સલવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જેમાં 23 જવાન શહીદ થયા હતા. CRPFના એક કમાન્ડો રાકેશ્વર સિંહને નક્સલવાદીઓએ બંધક બનાવ્યા હતા, જેમને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.