તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2 Out Of 7 Accused Involved In Mahatma Gandhi's Murder Were Sentenced To Death, 5 Were Sentenced To Life Imprisonment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:મહાત્માની હત્યામાં સામેલ 7માંથી 2 આરોપીઓને સજા એ મોત, 5ને મળી હતી આજીવન કેદ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાત 30 જાન્યુઆરી 1948ની છે. ભારતને આઝાદી મળ્યે 6 મહિના થયા હતા. સાંજ પડી ગઈ હતી અને ઘડિયાળમાં વાગી રહ્યા હતા સવા પાંચ. મહાત્મા ગાંધી બિરલા હાઉસમાં પ્રાર્થના સભા તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે એક વ્યક્તિ હતા ગુરબચન સિંહ. જેમણે ગાંધીજીને કહ્યું હતું કે બાપુ આજે તમારે થોડું મોડું થયું છે. ગાંધીજીએ હસીને જવાબ આપ્યો હતો કે જે લોકો મોડું કરે છે, તેમને સજા મળે છે. એ વાતને થોડી મિનિટો જ થઈ હતી એક માણસ સામે આવ્યો અને એક-એક કરીને ત્રણ ગોળીઓ મહાત્મા ગાંધીની છાતીમાં ધરબી દીધી. મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ હતી. ગોળી મારનાર માણસ હતો નાથુરામ ગોડસે.

ગોડસેએ તો અગાઉ જ મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી હોત. તેણે હત્યાનું ષડયંત્ર દિલ્હી રેલવે સ્ટેશનના વેઈટિંગ રૂમમાં રચ્યું હતું પણએ સમયે ગોડસેનું મન બદલાઈ ગયું હતું. 8 મહિના સુધી ગાંધીજીની હત્યાનો કેસ લાલ કિલ્લામાં બનેલી ટ્રાયલ કોર્ટમાં ચાલ્યો. આ દરમિયાન 149 નજરે જોનારા સાક્ષીઓ અને અન્ય સાક્ષીઓ સામેલ રહ્યા. 10 ફેબ્રુઆરી, 1949ના રોજ જજ આત્મચરણની અદાલતે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસીની સજા આપી. બાકીના 5 લોકો વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે અને દત્તા પરચુરેને આજીવન કેદની સજા સંભળાવાઈ. વિનાયક દામોદર સાવરકરને મુક્ત કરી દેવાયા હતા. હાઈકોર્ટે કિસ્તૈયા અને પરચુરેને પણ પછી મુક્તિ આપી હતી.

ફાંસીવાળા દિવસે ગોડસેને મળવા તેમના પરિજન પણ અંબાલા જેલ પહોંચ્યા હતા. 15 નવેમ્બર 1949ના રોજ નાથુરામ ગોડસે અને આત્મારામ આપ્ટેને ફાંસી આપવામાં આવી હતી. જે દિવસે બંનેને ફાંસીની સજા સંભળાવાઈ હતી, એ દિવસે ગોડસેના એક હાથમાં ગીતા, અખંડ ભારતનો નક્શો હતો અને બીજા હાથમાં ભગવા રંગનો ઝંડો.

સચિન અને વકારની આંતરરાષ્ટ્રીય કરિયર શરૂ થઈ હતી

1989માં ભારત પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર અને વકાર યુનુસે ડેબ્યુ કર્યુ હતું.
1989માં ભારત પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર અને વકાર યુનુસે ડેબ્યુ કર્યુ હતું.

1989માં ભારતીય ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ થયો હતો. એક તરફ કે. શ્રીકાંતની આગેવાનીમાં ભારતીય ટીમ હતી, બીજી તરફ પાકિસ્તાન ટીમના કપ્તાન હતા ઈમરાન ખાન એટલે કે પાકિસ્તાનના આજના વડાપ્રધાન. આ પ્રવાસની ખાસ વાત એ હતી કે બે યુવા ખેલાડીઓનું ડેબ્યુ. ભારત તરફથી 16 વર્ષના સચિન તેંડુલકર અને પાકિસ્તાન તરફથી 17 વર્ષના વકાર યુનુસ. બંને આજે ક્રિકેટ ઈતિહાસના મહાનતમ ખેલાડીઓમાં સામેલ છે. આ મેચમાં સચિન તેંડુલકરે 24 બોલ રમીને 15 રન કર્યા હતા. એને યોગાનુયોગ જ કહો કે સચિનની વિકેટ વકારે જ લીધી હતી. સચિને પોતાની કરિયરમાં 200 ટેસ્ટ રમી. આ દરમિયાન તેમણે 51 સદી સાથે 15921 રન બનાવ્યા. જ્યારે, વકારે 87 ટેસ્ટ રમી અને 373 વિકેટ લીધી. આજે આ વાતને 31 વર્ષ થઈ ગયા છે.

ભારત અને દુનિયામાં 15 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

 • 1961ઃ સંયુક્ત રાષ્ટ્રે પરમાણુ હથિયારો પર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યુ.
 • 1977ઃ રાજકુમારી એનએ પુત્રને જન્મ આપ્યો. બ્રિટિશ રાજાશાહીના 500 વર્ષથી પણ વધુના ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું કે એક શાહી બાળકનો જન્મ એક સામાન્ય વ્યક્તિના ઘરમાં થયો.
 • 1982ઃ ભૂદાન આંદોલનના પ્રણેતા આચાર્ય વિનાયક નરહરિ ભાવે ઉર્ફે વિનોબા ભાવેનું નિધન.
 • 1986ઃ દેશની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો જન્મ થયો.
 • 1998ઃ ઈરાકે મોકો જોઈને સંયુક્ત રાષ્ટ્રના હથિયાર નિરીક્ષકોને પોતાને ત્યાં આવવાની અનુમતિ આપી દીધી. જેના કારણે તે બ્રિટન અને અમેરિકાના હવાઈ હુમલાના પ્રહારથી બચી ગયું.
 • 2000ઃ ઝારખંડ ભારતનું 28મું રાજ્ય બન્યું.
 • 2012ઃ શી જિનપિંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો