તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Officers Of Brigadier Rank Got The Rank Of Major General 4 Years After Retirement, Promotions Were To Take Place 6 Years Ago

સુપ્રીમ કોર્ટમાં હકની લડાઈ:રિટાયરમેન્ટના 4 વર્ષ પછી બ્રિગેડિયર રેન્કના 2 અધિકારીઓને મેજર જનરલના રેન્ક મળ્યા, 6 વર્ષ પહેલાં થવાના હતા પ્રમોશન

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેનાના આ બંને અધિકારીઓને આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ તેમની અરજીઓ ફગાવી દેવાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. - Divya Bhaskar
સેનાના આ બંને અધિકારીઓને આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ તેમની અરજીઓ ફગાવી દેવાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સેનામાંથી રિયાટર થયાને 4 વર્ષ બાદ બે બ્રિગેડિયરને સુપ્રીમ કોર્ટના આદેશ પર પ્રમોટ કરીને મેજર જનરલનો રેન્ક આપવામાં આવ્યો છે. સેનામાં તેમનું પ્રમોશન 6 વર્ષ પહેલાં થઈ જવું જોઈતું હતું. પરંતુ સેના પ્રમુખોના કલેશને પગલે તેમનું પ્રમોશન રોકી દેવાયું હતું.

સેનાના આ બંને અધિકારીઓને આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલના દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ તેમની અરજીઓ ફગાવી દેવાઈ હતી. જે બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

શું છે સમગ્ર મામલો
આ મામલો બે અધિકારી બ્રિગેડિયર નલિન ભાટિયા અને બ્રિગેડિયર વીએન ચતુર્વેદી સાથે જોડાયેલો છે. નલિન સેનાની ઈન્ટેલિજન્સ અને ચતુર્વેદી એજ્યુકેશન વિંગ સાથે જોડાયેલા હતા. તેઓ પોતપોતાની બેંચના એકમાત્ર એવા અધિકારી હતા જેમનું નામ 2015માં મેજર જનરલ રેન્કના પદ પર પ્રમોશન માટે મોકલવામાં આવ્યું હતું.

કોર્ટમાં આ બંને અધિકારીઓ તરફથી રજૂ થયેલા વકીલ કર્નલ ઈન્દ્રસેન સિંહ (રિટાયર્ડ)એ કહ્યું કે પોતપોતાની બેંચના એકમત્રા અધિકારી હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં આવ્યા ન હતા. બંનેની પ્રોફાઈલ પણ શાનદાર રહી છે.

ભૂતપુર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહના નજીકની વ્યક્તિ હોવાનો આરોપ
ઈંદ્ર સેન સિંહે જણાવ્યું કે બન્ને અધિકારીઓના પ્રમોશન નહીં થવા પાછળનું કારણ વધારે પરેશાન કરનારું છે. બન્ને યોગ્ય હતા અને તમામ રિપોર્ટીંગ અધિકારીઓએ પણ પ્રમોશન માટે તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. બન્ને પ્રમોશન એટલા માટે ન થયું કારણ કે તે સમયના સેના વડા તેમને સેના વડાના નજીકની વ્યક્તિ માનતા હતા.

ગુપ્તચર વિભાગના અન્ય અધિકારીઓએ શંકાસ્પદ રીતે અગાઉથી આરોપ લગાવ્યો છે કે તેમને ભૂતપુર્વ સેના પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી વીકે સિંહના નજીકની વ્યક્તિ હોવાના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું.