દેશની નવી હેલ્થ પોલિસી:આરોગ્ય બજેટના 2% રિસર્ચ પાછળ ખર્ચાશે

નવી દિલ્હી15 દિવસ પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
  • વિજ્ઞાનીઓ, હેલ્થ એક્સપર્ટ્સ બોર્ડમાં સામેલ થશે
  • નેશનલ હેલ્થ રિસર્ચ મેનેજમેન્ટ બોર્ડની રચના કરવામાં આવશે

આરોગ્ય ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા અને વિવિધ અભ્યાસની પ્રાથમિકતાની રૂપરેખા નક્કી કરવા દેશમાં પહેલીવાર નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસી બનશે. આ સાથે નેશનલ હેલ્થ રિસર્ચ મેનેજમેન્ટ બોર્ડની પણ રચના કરાશે, જેના અધ્યક્ષ કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ઉપાધ્યક્ષ આરોગ્ય રાજ્યમંત્રી હશે.

આ બોર્ડમાં આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી વિભાગ સહિત દસ અગ્રણી વિજ્ઞાનીઓ, અન્ય રાજ્યોના નિષ્ણાતો વગેરેને પણ સભ્ય બનાવાશે. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચના સંયુક્ત સચિવ પણ સભ્ય સચિવ તરીકે રહેશે.

આરોગ્ય મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ તરફથી આરોગ્ય ક્ષેત્રે સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હેલ્થ રિસર્ચ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમાં કહેવાયું છે કે, આરોગ્ય ક્ષેત્રે થતા ખર્ચમાંથી ઓછામાં ઓછા 2 ટકા આરોગ્ય સંશોધન પાછળ ખર્ચવામાં આવે.

હવે એ પણ નક્કી થશે કે આગામી પાંચ વર્ષ સુધી કયા વિષયોનો અભ્યાસ થાય. સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ નવી પ્રતિભાઓને સામે લાવી તેમને પ્લેટફોર્મ આપવા પણ દેશભરમાં કાર્યક્રમો પણ થશે. આ સંશોધનો માટે ખાનગી હોસ્પિટલો અને સંસ્થાઓને પણ જોડાશે.

આ પોલિસીનો હેતુ એ પણ છે કે જે રકમ ખર્ચ થઈ રહી છે તે યોગ્ય દિશામાં થાય અને દેશની જરૂરિયાત પ્રમાણે સંશોધનોને પ્રાથમિકતા મળે. દુનિયાના વિવિધ દેશમાં થતા અભ્યાસો પર નજર રાખવા સિવાય તેની સાથે જોડાવા માટે પણ કામ થશે.

અન્ય સમાચારો પણ છે...