અંજલિ-નિધિના આરોપીઓ સાથે જૂના સંબંધ નથી:પોલીસે કહ્યું- કાર દીપક નહીં, અમિત ચલાવતો હતો, તેની પાસે લાઈસન્સ પણ નહોતું; આરોપીઓ જાણતા હતા કે લાશ ફસાયેલી છે

નવી દિલ્હીએક મહિનો પહેલા

ગુરુવારે દિલ્હી પોલીસે કંઝાવાલા ઘટનામાં બે મોટા ખુલાસા કર્યા છે. પ્રથમ- આરોપીઓ 5 નહીં, પરંતુ 7 છે. બે નવા આરોપી આશુતોષ અને અંકુશ ખન્નાની શોધ કરવામાં આવી રહી છે. બીજું- આરોપીઓનો મૃતક યુવતી અંજલિ અને નજરે જોનાર નિધિ સાથે કોઈ જુનો સંબંધ નથી.

પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે ગાડીના વ્હીલમાં ફસાયેલા અંજલિની બોડીને લઇને એક કલાક સુધી અમિત ગાડી ચલાવતો રહ્યો હતો, છેવટે તેનું શરીર કાર નીચેથી છુટુ પડી ગયું હતું અંજલિ એક્સિડન્ટ કેસ ભારતના ઇતિહાસમાં કદાચ સૌથી દર્દનાક કિસ્સો બનશે

પોલીસ તપાસમાં 4 વાતો સામે આવી

  • દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે જે નવા આરોપીઓ છે. તેમાંથી એક આરોપીનો ભાઈ અમિત છે. તે કાર ચલાવી રહ્યો હતો.તેની પાસે લાઈસન્સ પણ નહોતું. તેને બચાવવા માટે દીપકનું નામ આગળ કર્યું હતુ.
  • આરોપીઓ જાણતા હતા કે યુવતી કારની નીચે ફસાઈ ગઈ છે. છતાં પણ તેઓ કાર ચલાવતા રહ્યા હતા.
  • આ અકસ્માત 31 ડિસેમ્બરની રાત્રે 2.4 થી 2.6 મિનિટની વચ્ચે થયો હતો.
  • અંજલિનો મોબાઈલ હજુ સુધી મળ્યો નથી.

દિલ્હીની કંઝાવાલા ઘટનામાં દિલ્હી પોલીસે ગુરુવારે ફરી ખુલાસો કર્યો છે. દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે અમારી 18 ટીમ તપાસ કરી રહી છે. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. 5 આરોપી અમારી કસ્ટડીમાં છે. પૂછપરછ ચાલી રહી છે. તેમની માહિતીના આધારે વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. જે સફળતા મળી છે એ છે કે આરોપીના વર્ઝનમાં વિરોધાભાસ છે. ફૂટેજ અને સીડીઆરના આધારે જાણવા મળ્યું છે કે અન્ય બે લોકો પણ આ કેસમાં સામેલ હતા. જે દીપક હતો તેણે પોતાને ડ્રાઈવર હોવાનું જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમિત કાર ચલાવી રહ્યો હતો. તેના પુરાવા પણ છે.

આરોપીની કારની પાછળ દેખાઈ પોલીસ વાન, VIDEO, કંઝાવાલા અકસ્માત કેસના વધુ 2 VIDEO સામે આવ્યા

આરોપીઓની કારની પાછળ થોડીવારમાં જ પોલીસ વાન નીકળી હતી. એના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આરોપીઓની કારની પાછળ થોડીવારમાં જ પોલીસ વાન નીકળી હતી. એના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

દિલ્હીના કંઝાવાલા અકસ્માત સાથે જોડાયેલા વધુ CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. એમાંથી એકમાં એવું જોવા મળે છે કે જે રસ્તા પરથી આરોપીની કાર જઈ રહી છે એની પાછળ પોલીસ વાન પણ દેખાઈ રહી છે. બીજી તરફ, બીજા ફૂટેજમાં મૃતક અંજલિ સાથે સ્કૂટી પર જોવા મળેલી નિધિ ઘટના બાદ થોડા સમયમાં એકલી ઘરે જતી જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ગુરુવારે સવારે ફરીથી પ્રેસ-કોન્ફરન્સ કરીને આ મામલે વધુ ખુલાસો કરી શકે છે. મોડી રાત્રે પોલીસ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી હતી. અત્યારસુધીમાં આ કેસ સાથે સંબંધિત 6થી વધુ CCTV ફૂટેજ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ બે વીડિયો સામે આવ્યા છે....

31 ડિસેમ્બરની રાત્રે થયેલા અકસ્માત બાદ નિધિ ચાલતા જતા જોવા મળી હતી. આ ફૂટેજ અકસ્માત સ્થળથી થોડે દૂરના છે.
31 ડિસેમ્બરની રાત્રે થયેલા અકસ્માત બાદ નિધિ ચાલતા જતા જોવા મળી હતી. આ ફૂટેજ અકસ્માત સ્થળથી થોડે દૂરના છે.
પાડોશીએ જણાવ્યું કે નિધિએ પહેલા તેના ઘરનો દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ન ખૂલ્યો ત્યારે તે તેની પાસે આવી. તે ઉતાવળમાં હતી.
પાડોશીએ જણાવ્યું કે નિધિએ પહેલા તેના ઘરનો દરવાજો ખખડાવ્યો. જ્યારે દરવાજો ન ખૂલ્યો ત્યારે તે તેની પાસે આવી. તે ઉતાવળમાં હતી.

આ કેસ સંબંધિત અન્ય અપડેટ્સ

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આરોપીઓનું બેક રૂટ મેપિંગ કરવામાં આવશે, જેના પરથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે એ રાત્રે શું બન્યું હશે અને આરોપીઓએ શું કર્યું હશે. પોલીસ પાંચેય આરોપીનો લાઇ-ડિટેક્ટર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવશે. મૃતક અંજલિની માતાએ બુધવારે મોડી રાત્રે કહ્યું, 'દીકરી અંજલિની હત્યામાં નિધિ પણ સામેલ હોઈ શકે છે. તેણે કહ્યું હતું કે હું નિધિને ઓળખતી નથી. મેં તેને ક્યારેય જોઈ નથી. અંજલિ ડ્રિન્ક કરતી નહોતી. તે ક્યારેય નશાની હાલતમાં ઘરે આવી ન હતી. ફેમિલી ડોક્ટર ભૂપેશે પણ અંજલિના નશામાં હોવાના દાવાને ફગાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકના પેટમાં આલ્કોહોલ નહોતો.

અત્યારસુધીની ઘટનાઓને આ રીતે સમજો...

31 ડિસેમ્બર: યુવતીને કારમાં 12 કિમી સુધી ઢસડી
આ દુર્ઘટના કંઝાવાલા વિસ્તારમાં બપોરે લગભગ 1.30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અંજલિ સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી. કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવક કાર લઈને ફરાર થઈ ગયા હતા. અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. તેને 12 કિમી સુધી ઢસડી જવામાં આવી હતી. પહેલાં 4 કિમી સુધી ઢસડી જવાનો મામલો સામે આવ્યો હતો. અકસ્માત બાદ નિધિ ત્યાંથી ભાગીને ઘરે પહોંચી ગઈ હતી.

જાન્યુઆરી 1: પોલીસને નગ્ન હાલતમાં લાશ મળી હતી, આરોપીની ધરપકડ
પોલીસે આ કેસમાં પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનની ધરપકડ કરી હતી. કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે લગભગ 3 વાગે પોલીસને માહિતી મળી કે કંઝાવાલા વિસ્તારમાં એક યુવતી રસ્તાના કિનારે નગ્ન અવસ્થામાં પડી છે. સમાચાર મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતીની લાશ પડી હતી.

2 જાન્યુઆરી: યુવતીને કારથી ઢસડી જવામાં આવી હોવાના ફૂટેજ સામે આવ્યા
સોમવારે સુલતાનપુરથી કંઝાવાલા વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. આ પછી આમ આદમી પાર્ટી (AAP)એ પ્રદર્શન કર્યું. સીએમ અરવિંદ કેજરીવાલે કડકમાં કડક સજાની માગ કરી છે.

આ સીસીટીવી ફૂટેજથી કેસનો ઘટસ્ફોટ થયો છે. એ 2 જાન્યુઆરીએ સામે આવ્યા હતા.
આ સીસીટીવી ફૂટેજથી કેસનો ઘટસ્ફોટ થયો છે. એ 2 જાન્યુઆરીએ સામે આવ્યા હતા.

બીજી તરફ, સાંજ સુધીમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને આ મામલાને લઈને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. કેસની તપાસ દિલ્હી પોલીસની મહિલા અધિકારી શાલિની સિંહને સોંપી હતી. કોર્ટે પાંચેય આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ કરવા માટે ત્રણ સભ્યનું બોર્ડ બનાવવામાં આવ્યું હતું. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પોલીસ કમિશનર પાસે સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.

પોલીસે એને અકસ્માત અને પરિવારજનોએ તેને હત્યા ગણાવી હતી
પીડિતાનો પરિવારઃ માતાએ કહ્યું હતું કે તેણે ઘણાં કપડાં પહેર્યાં હતાં, પરંતુ જ્યારે તેનો મૃતદેહ મળ્યો ત્યારે તે સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. શરીર પર એકપણ કપડું નહોતું. આ કેવો અકસ્માત છે?

પોલીસનો દાવોઃ ડીસીપી હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સમગ્ર મામલો અકસ્માતનો છે. અકસ્માતને કારણે યુવતીનું શરીર ક્ષતિગ્રસ્ત થઈને લોહીથી લથપથ થઈ ગયું હતું.

3 જાન્યુઆરી: નિધિ તેની સાથે સ્કૂટી પર જોવા મળી હતી, દાવો કર્યો હતો કે અંજલિ ખૂબ જ નશામાં હતી

આ ફૂટેજ 3 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. OYO હોટલની સામેનો છે. 31 ડિસેમ્બરની રાત્રે બંને સ્કૂટી પર ઘરે જવા નીકળ્યાં હતાં.
આ ફૂટેજ 3 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. OYO હોટલની સામેનો છે. 31 ડિસેમ્બરની રાત્રે બંને સ્કૂટી પર ઘરે જવા નીકળ્યાં હતાં.

મંગળવારે આ કેસમાં નિધિ નામની યુવતીની એન્ટ્રી થઈ હતી. 31 ડિસેમ્બરની રાત્રે અંજલિ અને નિધિના ફૂટેજ મળ્યા હતા. તે OYO હોટેલની સામેના હતા. આમાં બંનેને સ્કૂટી પાસે વાત કરતાં જોઈ શકાય છે. આ પછી બંને સ્કૂટી પર ઘરે જવા નીકળે છે.

તપાસમાં જાણવા મળ્યું કે અંજલિ તેના મિત્ર સાથે ન્યૂ યર પાર્ટી માટે હોટલમાં ગઈ હતી. હોટલના મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે યુવતીઓની કોઈ વાત મામલે મિત્રો સાથે ઝઘડો થયો હતો, બાદમાં હોટલ સ્ટાફે તેમને ત્યાંથી જવાનું કહ્યું હતું.

નિધિએ દાવો કર્યો, "અંજલિ ખૂબ જ નશાની હાલતમાં હતી. મેં તેને કહ્યું કે મને સ્કૂટી ચલાવવા દે, પરંતુ તેણે મને સ્કૂટી ચલાવવા ન દીધી. કારે તેને ટક્કર મારી, પછી હું એક બાજુ પડી ગઈ અને તે કારની નીચે આવી ગઈ હતી, પછી તે કારની નીચે ફસાઈ ગઈ. કાર તેને ઢસડીને દૂર લઈ ગઈ. હું ડરી ગઈ હતી, માટે ત્યાંથી જતી રહી અને કોઈને કંઈ કહ્યું નહીં."

બીજી તરફ, બપોર સુધીમાં અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ બળાત્કાર થયો ન હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં તેના શરીર પર 40 ઘા હોવાનું બહાર આવ્યું છે.

મંગળવારે સાંજે અંજલિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્મશાનગૃહમાં અને તેની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
મંગળવારે સાંજે અંજલિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્મશાનગૃહમાં અને તેની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

4 જાન્યુઆરી: ફોરેન્સિક રિપોર્ટ આવ્યો, નિર્ભયાની માતા અંજલિના પરિવારને મળી
અંજલિની માતાએ આશંકા વ્યક્ત કરી છે કે પોતાને અંજલિની મિત્ર ગણાવતી નિધિ પણ આમાં સામેલ હોઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મૃતકની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે 10 લાખ રૂપિયા મદદ આપવાની જાહેરાત કરી હતી.

ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો, જેમાં અંજલિ કારની અંદર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કહેવાય છે કે અંજલિ કારના આગળના ડાબા ટાયરમાં ફસાઈ ગઈ હતી, આ ટાયરની પાછળ લોહીના ડાઘા મળી આવ્યા છે. કારની નીચે અન્ય ભાગોમાં પણ લોહીના ડાઘા મળી આવ્યા હતા. નિર્ભયાની માતા આશા દેવી અંજલિના પરિવારને મળી હતી.

નિર્ભયાની માતા બુધવારે અંજલિના પરિવારને મળી હતી.
નિર્ભયાની માતા બુધવારે અંજલિના પરિવારને મળી હતી.

તમામ આરોપીઓ પોલીસના રિમાન્ડ પર
જોકે પાંચેય આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ અને મિથુનને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. દિલ્હી પોલીસ મુજબ, અકસ્માત દરમિયાન દીપક ખન્ના કાર હંકારી રહ્યો હતો. એમાં મનોજ મિત્તલ ભાજપનો નેતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણા અને મિથુન.
પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણા અને મિથુન.
પાંચેય આરોપી એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે કારને પોતાના કબજામાં લીધી છે.
પાંચેય આરોપી એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે કારને પોતાના કબજામાં લીધી છે.
આ અંજલિની સ્કૂટી છે.
આ અંજલિની સ્કૂટી છે.
અન્ય સમાચારો પણ છે...