હત્યા કે અકસ્માત:100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું, બન્નેનાં મોત; 11 મુસાફર ઘાયલ

પાલીએક વર્ષ પહેલા

પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે. મંગળવારે સાંજના 4.30 વાગ્યે ગેસ પાઈપલાઈન પાથરતી વેળાએ કંપનીના અધિકારીઓ અને બસ-ડ્રાઈવરની લાપરવાહીને કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કંપનીની ટીમ હાઈડ્રોલિક મશીનથી પાઈપ ઉઠાવીને ખાડામાં મૂકી રહી હતી, પરંતુ પવનને કારણે 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી પાઈપ રસ્તા પર પસાર થઈ રહેલી ખાનગી બસની આરપાર નીકળી ગઈ હતી.

હાઈડ્રોલિક મશીનથી હવામાં ઝૂલતી પાઈપ ડ્રાઈવર સીટની પાછળની સીટની બારી તોડીને બસમાં ઘૂસી ગઈ હતી અને સૌથી છેલ્લી સીટની બારી તોડીને આરપાર નીકળી ગઈ હતી. અચાનક ઘૂસેલી પાઈપથી બસમાં બેઠેલી એક મહિલાની ગરદન ધડથી અલગ થઈ ગઈ હતી અને એક યુવકનું માથું ફાટી ગયું હતું.

ઘાયલ 11 મુસાફરમાંથી 3 વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.
ઘાયલ 11 મુસાફરમાંથી 3 વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.

આ જીવલેણ લાપરવાહી માટે 3 લોકો જવાબદાર
1. ગેસ પાઈપલાઈન પાથરનાર કંપની

કંપનીના અધિકારીઓએ ચાલુ ટ્રાફિકમાં કામ શરૂ કરી દીધું. સુરક્ષાના ભાગરૂપે કોઈ કાળજી રાખી ન હતી.

2. NH-162 પર સાંડેરાવમાં તહેનાત ટ્રાફિક-પોલીસ
કામ સમયે ન તો ટ્રાફિક ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરી કે ન કંપનીના કર્મચારીઓ સામે કડક પગલાં ભર્યાં.

3. ખાનગી બસના ડ્રાઈવર અને ક્લિનર
હાઈડ્રોલિક મશીન પર લટકતી મોટી પાઈપ પર ધ્યાન જ ન આપ્યું અને સ્પીડમાં બસ ચલાવતા રહ્યા, આથી અકસ્માત સર્જાયો.

અન્ય સમાચારો પણ છે...