તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળના 2 માછીમારોનો અનોખો હત્યાકેસ:સુપ્રીમ કોર્ટે ક્લોઝ કર્યો 9 વર્ષ જૂનો કેસ, ઈટાલીના 2 નૌકાદળના જવાનો પર હતો આરોપ, વળતર પહેલા જ આપવામાં આવ્યું

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈટાલીની સરકારે નૌકાદળના જવાનોને બચાવવા માટે તર્ક આપતાં જણાવ્યું હતું કે તેઓ તેમનું કામ કરી રહ્યા હતા. - Divya Bhaskar
ઈટાલીની સરકારે નૌકાદળના જવાનોને બચાવવા માટે તર્ક આપતાં જણાવ્યું હતું કે તેઓ તેમનું કામ કરી રહ્યા હતા.
  • 15 ફેબ્રુઆરીએ કેરળના 2 માછીમાર અજીશ પિંકુ અને જેલેસ્ટાઈન કેરળના અંબલાપૂજા તટની પાસે સમુદ્રમાં માછલી પકડવા પહોંચ્યા હતા

2012માં કેરળમાં 2 માછીમારોના હત્યાકેસને સુપ્રીમ કોર્ટે સોમવારે બંધ કરી દીધો છે. 9 વર્ષ જૂનો આ મામલો ખૂબ જ રસપ્રદ હતો. એમાં ઈટાલીના 2 નૌકાદળના જવાનો આરોપી હતા, તેમને બચાવવા માટે ઈટાલીની સરકારે ખૂબ જ મહેનત કરી હતી. ઘટના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ નૌકાદળના જવાનો એક વખત ઈટાલી જઈને પરત પણ આવી ગયા, જોકે બીજી વખત ઈટાલી ગયા તો ત્યાંની સરકારે તેમને પરત મોકલવાનો ઈનકાર કર્યો હતો. કાર્યવાહીથી નારાજ ઈટાલીએ એક વખત પોતાના રાજદૂતને ભારત પરત બોલાવી લીધા. ચાલો, જાણીએ સમગ્ર મામલા વિશે...

આ રીતે થઈ શરૂઆત
15 ફેબ્રુઆરીએ કેરળના 2 માછીમાર અજીશ પિંકુ અને જેલેસ્ટાઈન કેરળના અંબલાપૂજા તટની પાસે સમુદ્રમાં માછલી પકડવા પહોંચ્યા હતા. અહીં તેમની હોડી સિંગાપોરથી ઈજિપ્ત જઈ રહેલી ઈટાલીની ઓઈલ શિપ એનારિકા લેક્સીની નજીક આવી ગઈ. શિપમાં 34 ક્રૂ-મેમ્બર્સ હતા, જેમાંથી 19 ભારતીય હતા. શિપ પર ઈટાલીના 2 નૌકાદળના સૈનિક મસીમિલિયાનો લટોર અને સલ્વાટોર ગિરોન પણ હતા. બંનેએ માછીમારોની ગોળી મારીને હત્યા કરી હતી.

ધરપકડ પછી ઈટાલીની નૌકાદળના બંને જવાનોને કોર્ટ સમક્ષ હાજર કરવા લઈ જતી પોલીસ.
ધરપકડ પછી ઈટાલીની નૌકાદળના બંને જવાનોને કોર્ટ સમક્ષ હાજર કરવા લઈ જતી પોલીસ.

ધરપકડ પછી શું થયું?
ઘટનાની માહિતી મળતાં જ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે શિપને પોતાના કબજામાં લીધી અને 17 ફેબ્રુઆરીએ શિપને કોચીમાં લાવવામાં આવી. 19 ફેબ્રુઆરીએ કેરળ પોલીસે ઈટાલીના બંને જવાનોની ધરપકડ કરી. 22 ફેબ્રુઆરીએ ઈટાલીની સરકારે ઈન્ટરનેશનલ કાયદાઓનો હવાલો આપતાં કેરળ હાઈકોર્ટને કેસ પૂરો કરવાની અપીલ કરી.

ઈટાલીની સરકારે માછીમારોના પરિવાર સાથે 1-1 કરોડ રૂપિયામાં સમાધાન કર્યું છે, જોકે કોર્ટે એને અમાન્ય ગણાવી રદ કર્યું. 2 મેના રોજ જહાજને જવાની પરવાનગી આપવામાં આવી, જોકે આરોપી નૌકાદળના જવાનો હાલ પણ ભારતમાં જ હતા. આ વાતથી નારાજ ઈટાલીએ 20 મેના રોજ ભારતમાંથી પોતાનો રાજદૂત પરત બોલાવી લીધો.

બીજી વખત ગયા તો પરત ન ફર્યા
ઈટાલીના નૌકાદળના જવાનોએ 2012માં ક્રિસમસ પર ઘરે જવાની રજા માગી. કોર્ટે તેમને લેખિત આશ્વાસન અને 6 કરોડની બેન્ક ગેરન્ટ પર જવાની પરવાનગી આપી દીધી. 2013માં બંને પરત ફર્યા. પછી 2013માં બંને ઈટાલીમાં થઈ રહેલી ચૂંટણીમાં મતદાન કરવા ગયા. આ વખતે ઈટાલીની સરકારે તેમને મોકલવાથી ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું હતું કે ભારત એ વાતનું આશ્વાસન આપે કે બંનેને મૃત્યુની સજા નહિ સંભળાવવામાં આવે.

2015માં સુપ્રીમ કોર્ટે રોકી દીધી કાર્યવાહી
2015માં ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ સી સમક્ષ કેસ મૂક્યો. ITLOSએ ભારતને કોઈપણ કાર્યવાહી ન કરવા કહ્યું. ત્યાં સુધી એક જવાન ઈટાલીમાં હતો, જ્યારે બીજો ભારતમાં. ટ્રિબ્યુનલે બીજા જવાનને પણ ઈટાલી મોકલવા માટે કહ્યું.

2015માં સુપ્રીમ કોર્ટે કાર્યવાહી રોકી દીધી. એ પછી આ મામલો હેગની ઈન્ટરનેશન કોર્ટ પર્મનન્ટ કોર્ટ ઓફ આર્બિટરેશનની પાસે ચાલ્યો ગયો. ઈન્ટરનેશનલ કોર્ટે કહ્યું કે બંને જવાનો પર કેસ ઈટાલીમાં જ ચાલવો જોઈએ. જોકે ભારતને વળતર માટે દાવેદાર માનવામાં આવ્યું.

ઈટાલીની સરકારે સૌનિકોને બચાવવા માટે તર્ક આપતાં જણાવ્યું હતું કે તેઓ તેમનું કામ કરી રહ્યા હતા.
ઈટાલીની સરકારે સૌનિકોને બચાવવા માટે તર્ક આપતાં જણાવ્યું હતું કે તેઓ તેમનું કામ કરી રહ્યા હતા.

સરકારે સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યા પૈસા
2020માં ભારત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલના નિર્ણયને માનીને ભારતે કેસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સુનાવણી એ સમયની ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેન્ચ કરી રહી હતી. તેમણે ભારત સરકારને માછીમારોના પરિવાર સાથે વાત કર્યા પછી જ કોઈ આગળનું પગલું ભરવા જણાવ્યું. CJIએ પરિવારને યોગ્ય વળતર આપવા માટે કહ્યું.

9 એપ્રિલે સરકારે કહ્યું હતું કે ઈટાલીની સરકાર 10 કરોડનું વળતર આપવા તૈયાર છે. કોર્ટે કહ્યું હતું કે પૈસા પહેલા વિદેશ મંત્રાલય અને પછી કોર્ટના ખાતામાં જમા કરાવવા. એમાંથી માછીમારોના પરિવારોને 4-4 કરોડ અને હોડીના માલિકને 2 કરોડ રૂપિયા મળવાના હતા. કેન્દ્રએ પૈસા સુપ્રીમ કોર્ટના ખાતામાં જમા કરાવી દીધા છે. એને હમણાં કેરળ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અહીંથી માછીમારોના પરિવાર સુધી પૈસા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...