• Gujarati News
  • National
  • 2 Fall In Field, Search For One Continues; Pokhran Firing Range Misfired In Jaiselmer

જેસલમેરમાં ત્રણ મિસાઇલ પડી:2 ખેતરમાં પડી, એકની શોધખોળ ચાલુ; પોખરણ ફાયરિંગ રેન્જથી મિસફાયર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના જેસલમેરમાં શુક્રવારે 3 મિસાઈલ મિસફાયર થઈ હતી. જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાના અભ્યાસ દરમિયાન જમીનથી હવામાં ત્રણ મિસાઈલ મારવામાં આવી હતી, પરંતુ ત્રણેય મિસાઈલ હવામાં વિસ્ફોટ થઈ હતી અને જેસલમેરમાં જ અલગ-અલગ સ્થળે પડી હતી.

2 મિસાઈલનો કાટમાળ મળ્યો છે, જ્યારે ત્રીજીની શોધ ચાલુ છે. જો કે મિસાઈલ પડવાને કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

પહેલી મિસાઈલનો કાટમાળ અજાસર ગામ પાસે કાછબ સિંહના ખેતરમાંથી મળ્યો હતો.
પહેલી મિસાઈલનો કાટમાળ અજાસર ગામ પાસે કાછબ સિંહના ખેતરમાંથી મળ્યો હતો.

ફાયરિંગ રેન્જની બહાર મળ્યા મિસાઈલના ટુકડા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટ બાદ ત્રણેય મિસાઈલ ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર પડી હતી. ફિલ્ડ ફાયરિંગ રેન્જની બહાર અજાસર ગામ પાસે કાછબ સિંહના ખેતરમાં મિસાઈલનો કાટમાળ મળ્યો હતો, જ્યારે બીજી મિસાઈલનો કાટમાળ સત્યાયા ગામથી દૂર નિર્જન વિસ્તારમાંથી મળ્યો હતો. મિસાઈલ પડવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મેદાનમાં ખાડાઓ થઈ ગયા છે.

બીજી મિસાઇલનો કાટમાળ સત્યાયા ગામથી દૂર નિર્જન વિસ્તારમાંથી મળ્યો હતો.
બીજી મિસાઇલનો કાટમાળ સત્યાયા ગામથી દૂર નિર્જન વિસ્તારમાંથી મળ્યો હતો.

સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, PFFR ખાતે એક યુનિટથી અભ્યાસ દરમિયાન એ મિસફાયર થઈ હતી. મિસાઈલ ઉડાન દરમિયાન વિસ્ફોટ થયો હતો, એનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. માહિતી મળતાં જ જેસલમેરના SP ભંવર સિંહ નાથાવત પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.