તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Explosions Within 5 Minutes In The Technical Area Of The Airport; The Entire Area Was Sealed Off, Investigated By A Forensic Team

પ્રથમ વખત ડ્રોનથી આતંકી હુમલો:જમ્મુમાં એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ એરિયામાં 5 મિનિટની અંદર 2 બ્લાસ્ટ, વાયુસેનાના 2 જવાનને ઈજા; એક શંકાસ્પદની પુછપરછ

જમ્મુ3 મહિનો પહેલા
  • આ માટેનું ષડયંત્ર સીમાપારથી રચવામાં આવ્યું છે: જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહ

જમ્મુ એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ એરિયાની પાસે વિસ્ફોટ થવાથી એરફોર્સના 2 જવાનોને સામાન્ય ઈજા થઈ છે. અહીં 5 મિનિટના ગાળામાં બે બ્લાસ્ટ થયા. પહેલો બ્લાસ્ટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ નીચે થયો. વિસ્ફોટ કરવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. હુમલાખોરની હજુ ઓળખ થઈ નથી, પરંતુ આશંકા છે કે વિસ્ફોટવાળા વિસ્તારમાં ઊભેલા એરક્રાફ્ટ તેમના ટાર્ગેટમાં હતા. બીજી બાજુ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ પાકિસ્તાને ડ્રોન મારફતે આ હુમલો કર્યો છે. તે દુશ્મન તરફથી લલકાર હોય તેવી ઘટના છે. તેને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈક જેવો જ જવાબ આપવો જોઈએ.

જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે પોલીસ અને IAFની સાથે અન્ય એજન્સી પણ તપાસ કરી રહી છે. એવું પહેલી વખત થયું છે, જ્યારે કોઈ આતંકી હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

5-6 કિલોગ્રામ IED જપ્ત
દિલબાગ સિંહે ANIને જણાવ્યું કે જમ્મુ એરફીલ્ડ પર થયેલા બંને વિસ્ફોટમાં પેલોડની સાથે ડ્રોનના ઉપયોગથી વિસ્ફોટક સામગ્રી પાડવાની સંભાવના છે. જમ્મુ પોલીસે 5-6 કિલોગ્રામ IED પણ જપ્ત કર્યા છે. આ IED લશ્કર-એ-તૌયબાના ઓપરેટિવે મેળવ્યા હતા જેને કોઈ ભીડભાડવાળા વિસ્તારમાં લગાવવાના હતા.

તેઓએ કહ્યું કે રિકવરીથી મોટી આતંકી ઘટના ટળી ગઈ છે. પૂછપરછ દરમિયાન એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. આ નિષ્ફળ IED વિસ્ફોટના મામલે હજુ વધુ કેટલાંક સંદિગ્ધ પકડાશે તેવી શક્યતા છે. પોલીસ અન્ય એજન્સીઓની સાથે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

વિસ્ફોટ બાદ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો
વિસ્ફોટ બાદ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો

અપડેટ્સ

  • મામલામાં એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. જેને જમ્મુ એરફોર્સ સ્ટેશનની પાસે જ પકડવામાં આવ્યો, જેની પૂછપરછ કરવામાં આવી રહી છ.ે
  • આ વચ્ચે જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં તપાસ કરવામાં આવી રહી છે. ANI અને NSGની ટીમ ત્યાં પહોંચી ગઈ છે.

એરફોર્સની હાઈલેવલ ટીમ તપાસ કરશે
જાણકારી મુજબ, વિસ્ટફોટનો અવાજ ઘણે દુર સુધી સંભળાયો હતો. ઘટના શનિવારે મોડી રાત્રે લગભગ 1.45 વાગ્યાની છે. જ્યાં આ ઘટના થઈ ત્યાં ભારતીય વાયુસેનાનું સ્ટેશન હેડક્વાર્ટર પણ છે. જમ્મુનું મુખ્ય એરપોર્ટ પણ આ કેમ્પસમાં જ આવે છે. વાયુસેન, નેવી અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાની એક હાઈલેવલ ટીમ આ ઘટનાની તપાસ કરશે.

રક્ષા મંત્રીએ સ્થિતિની જાણકારી મેળવી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર થયેલી ઘટના અંગે વાઈસ એર ચીફ એરમાર્શલ એચએસ અરોડા સાથે વાત કરી. રક્ષા મંત્રી કાર્યાલય મુજબ, એરમાર્શલ વિક્રમ સિંહ સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ પહોંચ્યા છે.

વાયુસેનાએ કહ્યું- વિસ્ફોટમાં કોઈ નુકશાન નહીં
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે લો-ઇંટેંસિટીના વિસ્ફોટ થયા હતા. એક વિસ્ફોટમાં બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે, જ્યારે અન્ય એક વિસ્ફોટ જમીન પર થયો હતો, પરંતુ તેમાં પાક કોઈ નુકશાન થયું નથી.

જમ્મુથી એક આતંકવાદી ઝડપાયો
બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નરવાલ વિસ્તારમાંથી આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કિલો IED જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ હજુ ચાલી રહી છે.

ભાસ્કર એક્સપર્ટ પાસેથી સમજો ડ્રોન કેટલું ઘાતક અને હુમલો અત્યાર કેમ
100 કિમીની રેન્જ, રડારની પકડમાં આવતું નથી, દેખતા જ તોડી પાડવાનું

આતંકી હુમલામાં ડ્રોનનો ઉપયોગ ચિંતાજનક છે. ડ્રોન મામલે સૌથી મોટી તકલીફ એ છે કે નાનું અને ચીની ઉડાન ભરવાને કારણે તે રડારની પકડમાં આવતું નથી. નજીક આવે તો તેને જોઈ શકાય છે. આ જ કારણ છે કે ડ્રોન મામલે શૂટ ટૂ કિલની એસઓપી અપનાવાય છે. તેના માટે અમેરિકા અને ઈઝરાયલ મિસાઈલનો ઉપયોગ કરે છે. આપણે પણ ડ્રોનને રોકવામાં સંપૂર્ણપણે સક્ષમ છીએ. ડ્રોનની રેન્જ 5થી લઈને 100 કિ.મી. સુધી હોઈ શકે છે. તે ડ્રોનના પેલોડ પર નિર્ભર હોય છે. ડ્રોનના ટુકડાથી 24 કલાકમાં ખબર પડી જશે કે તે કેટલું રેન્જનું હતું, ક્યાંથી ઉડાન ભરી હશે? - એરમાર્શલ રવિકાંત શર્મા, પૂર્વ વાઈસ ચીફ એરફોર્સ

​​​​​​​આવા હુમલાની તૈયારીમાં સમય લાગે છે, પાકિસ્તાનનો હાથ શક્ય
જમ્મુ એરફોર્સ સ્ટેશન સરહદી ક્ષેત્રમાં છે અને ઘટનામાં ખરેખર પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે પણ આપણે આ ઘટનાને વડાપ્રધાનની કાશ્મીરનीી પહેલ સાથે જોડીને નથી જોઈ રહ્યા. આતંકી હુમલાનું કાવતરું ઘણાં સમય પહેલાથી ઘડાઈ રહ્યું હશે. એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવા સમય જોઈએ. બીજું, કાશ્મીરમાં સક્રિય ઉગ્રવાદી જૂથોની એટલી તાકાત નથી કે આ પ્રકારનો હુમલો કરવા અંગે વિચારે. કાશ્મીર અંગે તાજેતરની પહેલ આપણો આંતરિક મામલો છે. પાકિસ્તાન અને ત્યાં સક્રિય આતંકી જૂથ ભારતમાં વિઘ્ન પેદા કરવાનું બંધ નહીં કરે, તેનો અંદાજ સુરક્ષા તંત્રને છે. - જનરલ વી. પી.મલિક, પૂર્વ સૈન્ય વડા