તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Degree Temperature In Punjab, Breaks 50 year Record; Probability Of Rain In Rajasthan

રેકોર્ડ બ્રેકિંગ ઠંડી:પંજાબમાં 2 ડિગ્રી તાપમાન, 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; MP અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના

નવી દિલ્હી9 મહિનો પહેલા
ફોટો હિમાચલના લાહૌલ સ્પીતિના કારધાંગ ગામનો છે. અહીં ભારે બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશ છે, પરંતુ મૂળભૂત સુવિધાના અભાવે સ્થાનિકો પરેશાન છે. - Divya Bhaskar
ફોટો હિમાચલના લાહૌલ સ્પીતિના કારધાંગ ગામનો છે. અહીં ભારે બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશ છે, પરંતુ મૂળભૂત સુવિધાના અભાવે સ્થાનિકો પરેશાન છે.

શિયાળો રેકોર્ડ તોડી રહ્યો છે. લદ્દાખના દ્રાસમાં તાપમાન માઇનસ (-) 26.8 ડિગ્રી અને કાશ્મીર ગુલમર્ગમાં -9 ડિગ્રીએ પહોંચી ગયું છે. 4-5 જાન્યુઆરી સુધીમાં આ વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવના છે. શિયાળાએ દિલ્હીમાં 15 વર્ષ, હરિયાણામાં 6 વર્ષ અને પંજાબમાં 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આજે દિલ્હીમાં વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આગામી કેટલાક દિવસોમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

વર્ષના પહેલા દિવસે દિલ્હીની જનતાએ જબરદસ્ત ઠંડી અને ધુમ્મસનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં તાપમાન ઘટીને 1.1 ડિગ્રી થયું હતું. છેલ્લા 15 વર્ષમાં આ સૌથી નીચું છે. આ અગાઉ 8 જાન્યુઆરી, 2006ના રોજ, લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી નોંધાયું હતું. ગયા વર્ષે જાન્યુઆરીમાં તે 2.4 ડિગ્રી હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે ઠંડી રહેવાની સંભાવના છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસ રહેશે. શનિવારે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શનિવારે તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં આજે હળવો વરસાદ થયો છે. સવારે 8.30 કલાકે જનપથનો ફોટો છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં આજે હળવો વરસાદ થયો છે. સવારે 8.30 કલાકે જનપથનો ફોટો છે.
શુક્રવારનો ફોટો રાજપથ વિસ્તારનો છે.
શુક્રવારનો ફોટો રાજપથ વિસ્તારનો છે.

રાજસ્થાનમાં માઉન્ટ આબુનું તાપમાન માઈનસથી શૂન્ય પર આવી ગયું છે, પરંતુ ચુરુ હજી પણ માઇનસમાં છે. અહીં તાપમાન માઇનસ 0.2 ડિગ્રી નોંધાયુ છે. જયપુરમાં લઘુત્તમ તાપમાન ગત રાત્રે 24 કલાકમાં 4.1 ડિગ્રી વધીને 8.7 ડિગ્રી થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને કરાની ચેતવણી જારી કરી છે.

માઉન્ટ આબુમાં માઇનસ 4.4 ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટુડન્ટ્સ યોગા કરતા જોવા મળ્યા.
માઉન્ટ આબુમાં માઇનસ 4.4 ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટુડન્ટ્સ યોગા કરતા જોવા મળ્યા.

મધ્યપ્રદેશમાં હવામાન શનિવાર-રવિવારે બદલાઈ શકે છે. શનિવારે ઝાબુઆ, નીમચ, ગ્વાલિયર અને ચંબલ વિભાગમાં વરસાદ પડી શકે છે. રવિવારે ભોપાલ, ઉજ્જૈન અને ઈન્દોરમાં વરસાદની સંભાવના છે. ગ્વાલિયર-ચંબલ ડિવિઝનમાં કરા પણ પડી શકે છે.

શુક્રવારે બપોરે ગ્વાલિયરમાં ધુમ્મસ છવાયું હતું.
શુક્રવારે બપોરે ગ્વાલિયરમાં ધુમ્મસ છવાયું હતું.

પંજાબમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1970માં 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી પંજાબમાં રાત્રિનો સરેરાશ પારો 2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આ વખતે તાપમાનનો પારો સમાન રહ્યો છે, સરેરાશ 2 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. તે વખતે પણ ભટિંડા સૌથી ઠંડુ હતું અને આ વખતે પણ -0.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ છે.

સોનીપતના રાયમાં ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ.
સોનીપતના રાયમાં ધુમ્મસના લીધે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ.

નવા વર્ષના પહેલા દિવસે હરિયાણામાં ઠંડીએ છેલ્લા 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. અહીંનું લઘુત્તમ તાપમાન માઇનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ હતું. તે સામાન્ય કરતા 8 ડિગ્રી નીચે છે. આ અગાઉ 6 જાન્યુઆરી, 2014 ના રોજ, લઘુત્તમ તાપમાન -2.1 ડિગ્રી નોંધાયું હતું. હિસારમાં સતત બે દિવસ માઇનસમાં તાપમાન રહેવાનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. આ અગાઉ 2011માં પારો માઈનસ 25 અને 26 ડિસેમ્બરના રોજ માઇનસમાં રહ્યો હતો.

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી ઠંડી ઉત્તર પ્રદેશમાં પહોંચી ગઇ છે. તે શનિવારે સાંજ સુધીમાં બિહાર પહોંચે તેવી સંભાવના છે, જેના કારણે અહીંના અનેક જિલ્લાઓનો પારો ઘટશે અને ઠંડી વધશે. છેલ્લા 24 કલાકમાં પટના અને ગયામાં રાત્રીનું તાપમાન ઘટ્યું હતું. આથી ઠંડીમાં વધારો થયો છે. ગયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું હતું. પટનામાં પણ લઘુત્તમ તાપમાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...