તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • 2 Days After The Meeting With Rahul Priyanka On Sidhu Frontfoot, Advise The Captain Fix The Power System

અમરિંદરને સિદ્ધુની શીખ:રાહુલ-પ્રિયંકા સાથેની મુલાકાતના 2 દિવસ બાદ સિદ્ધુ ફ્રંટફુટ પર, કેપ્ટનને આપી સલાહ- વીજળીની વ્યવસ્થા ઠીક કરો

ચંડીગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બે દિવસ પહેલાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરનાર નવજોત સિંહ સિદ્ધુ ફરી ખુલીને કેપ્ટન અમરિંદર સિંહની સામે આવ્યા છે. આ વખતેનો મુદ્દો છે પંજાબમાં મોંઘી વીજળી અને પાવર કટનો. સિદ્ધુએ શુક્રવારે અનેક ટ્વીટ કરી કહ્યું કે જો પંજાબના મુખ્યમંત્રી યોગ્ય દિશામાં ચાલશે તો વીજળીમાં કાપની કોઈ જ જરૂર નહીં પડે.

સિદ્ધુની 9 ટ્વીટમાં પંજાબની પાવર ગેમ અને કેપ્ટનને સલાહ

 • પહેલીઃ પંજાબના વીજળી દર, વીજળી ખરીદવાન અંગેની ડીલ અને પંજાબના લોકોને 24 કલાક ફ્રી વીજળી આપવા અંગેનું સત્યા જાણો. જો આપણે યોગ્ય દિશામાં પગલું ભરીશું તો મુખ્યમંત્રીને પંજાબમાં વીજળી કાપ, ઓફિસના ટાઈમિંગ બદલવાની અને આમ આદમી દ્વારા ACના ઉપયોગને લઈને નિયમ બનાવવાની કોઈ જરૂરિયાત નથી.
 • બીજીઃ પાવર પરચેઝ કોસ્ટ- પંજાબ એક યુનિટ 4.54 રૂપિયામાં ખરીદે છે. નેશનલ એવરેજ 3.85 રૂપિયા યુનિટ છે અને ચંડીગઢ એક યુનિટ વીજળી 3.44 રૂપિયામાં ખરીદે છે. પંજાબ 3 પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટ પર જરૂરિયા કરતા વધુ નિર્ભર છે. એક યુનિટના 5-8 રૂપિયા આપનારું પંજાબ બીજા રાજ્યોથી વધુ કિંમત ચુકવે છે.
 • ત્રીજીઃ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPAs)- બાદલ સરકારે પંજાબના 3 ખાનગી થર્મલ પાવર પ્લાન્ટની સાથે PPA સાઈન કર્યા હતા. આ સમજૂતીની ખોટી શરતોને કારણે પંજાબ આમ પણ 2020 સુધીમાં 5400 કરોડ રૂપિયા આપી ચુક્યું છે. અને ફિક્સ ચાર્જના રૂપે હજુ પંજાબની જનતાના પૈસાથી 65 હજાર કરોડ વધુ અપાશે તેવી શક્યતા છે.
 • ચોથીઃ પંજાબ નેશનલ ગ્રિડથી સસ્તી કિંમતે વીજળી ખરીદી શકે છે, પરંતુ બાદલે જે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, તે પંજાબના લોકોના હિતો વિરૂદ્ધ કામ કરી રહ્યાં છે. બની શકે છે કે પંજાબ આ સમજૂતી પર બીજી વખત ડીલ અને મોલભાવ ન કરી શકે, કેમકે તેઓને કોર્ટમાંથી પ્રોટેકશન મળી રહ્યું છે.
 • પાંચમીઃ વિધાનસભામાં નવો કાયદો પાસ કરી શકાય છે, જેની મદદથી વીજળી ખરીદીના દર કોઈ પણ સમયના નેશનલ પાવર એક્સચેન્જના દર સુધી સીમિત કરવામાં આવી શકે છે. નવા સંશોધિત કાયદો પાસ કરવાથી આ તમામ સમજૂતી રદ થઈ જશે અને પંજાબની જનતાના પૈસા બચશે.
 • છઠ્ઠીઃ પંજાબમાં એક યુનિટ પર જે રેવન્યૂ મળે છે, તે સમગ્ર ભારતમાં સૌથી ઓછી છે. આ પાવર પરચેઝ અને સપ્લાઈ સિસ્ટમની સંપૂર્ણપણે મિસમેનેજમેન્ટના કારણે થયું છે. PSPCL સપ્લાઈ થનારા દરેક યુનિટ માટે 0.18 રૂપિયા વધારાના આપે છે. એવું ત્યારે છે, જ્યારે તે રાજ્યથી 9 હજાર કરોડની સબસિડી મળે છે.
 • સાતમીઃ રિન્યૂએબલ એનર્જી સસ્તો વિકલ્પ છે. પંજાબની સોલર અને બાયોમાસની ક્ષમતાનો ઉપયોગ થઈ જ નથી રહ્યો, જ્યારે કેન્દ્ર સરકારે અનેક ફાયનાન્સ સ્કીમ ચલાવી છે, જેનાથી આવા પ્રોજેક્ટ બની શકે છે. પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (PEDA) પોતાનો ટાઈમ માત્ર વીજળીની ક્ષમતા પર જાગરૂકતા લાવવામાં જ પસાર કરે છે.
 • આઠમીઃ પંજાબમાં 9 હજાર કરોડ પાવર સબસિડી આપવામાં આવે છે, દિલ્હીમાં માત્ર 1699 કરોડ પાવર સબસિડી આપવામાં આવે છે. જો પંજાબ દિલ્હી મડોલની કોપી કરે છે તો અમને પણ માત્ર 1600થી 2000 કરોડ સબસિડી આપવી પડશે. જો કે પંજાબની જનતાની ઉત્કૃષ્ટ સેવા માટે ઓરિજિનલ પંજાબ મોડલ જરૂરી છે, કોપી કરેલું નહીં.
 • નવમીઃ પંજાબનું પાવર મોડલ- જે પૈસા પ્રાઈવેટ થર્મલ પ્લાન્ટ પર ખોટી રીતે અને ખુલીને આપવામાં આવ્યા છે, તેનાથી જનતાની ભલાઈ માટે ઉપયોગ કરી શકાય છે. જેવી રીતે ઘરેલુ ઉપયોગ માટે 300 યુનિટ બિલ ફ્રી આપવું. 24 કલાક વીજળીની સપ્લાઈ. આ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ઈન્વેસ્ટ કરવું.

પંજાબ ચૂંટણી પહેલાં વીજળીની ગેમ કેમ?
પંજાબમાં 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. આ પહેલાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસના બે દિગ્ગજો મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે અણબનાવ સ્પષ્ટ નજરે પડે છે. સિદ્ધુએ વીજળીનો મુદ્દો ઉઠાવ્યો છે, કેમકે પંજાબમાં વીજળીના બિલને લઈને જનતામાં નારાજગી છે. ઓફિસ ટાઈમિંગને લીને કર્મચારીઓ પ્રદર્શનો પણ કરી રહ્યાં છે. CMથી નારાજ સિદ્ધુએ બે દિવસ પહેલાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમની આ ટ્વીટ્સથી સાબિત થાય છે કે હાઈકમાન્ડ પણ તેમના પગલાંથી નારાજ નથી.

બીજી વાત એ છે કે ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો દાંવ ખેલ્યો છે. અરવિંદ કેજરીવાલે ચંડીગઢમાં એક સભામાં ફ્રી વીજળીની જાહેરાત કરી. તેઓએ કહ્યું કે ગરીબોને બીલ 70 હજાર સુધી આવી રહ્યાં છે અને તેમના કનેક્શન કાપવામાં આવી રહ્યાં છે. કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આપની સરકાર બનશે તો ઘરેલુ વીજળીના બીલ માફ થશે. તેઓએ દિલ્હીની જેમ જ પંજાબમાં પણ 300 યુનિટ વીજળી ફ્રી દેવાની જાહેરાત કરી છે.