દિલ્હી:PUBG ગેમ રમવા માટે 2 છોકરાઓએ દુકાનમાંથી 19 મોબાઈલ ફોનની ચોરી કરી

દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

દિલ્હીમાં બે છોકરાઓએ PUBG ગેમ રમવા માટે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરી હતી. આ બંને છોકરાઓએ કોઈ એક-બે નહિ પણ કુલ 19 મોબાઈલ ફોન અને 2 ટેબ્લેટની ચોરી કરી હતી. સાઉથ દિલ્હીના ટ્વીટર અકાઉન્ટે આ જાણકારી આપી હતી.

મોબાઈલ ફોનની સાથે ઓનલાઈન બોર્ડ ગેમની પણ ચોરી કરી હતી. દુકાનદારે પોલીસને કહ્યું હતું કે, મોબાઈલ ફોન અને બોર્ડ ગેમ્સની સાથે તેઓ 2000 રૂપિયા પણ ચોરી ગયા હતા. જો કે, પોલીસે આ ચોરને પકડી લીધા છે. તેમણે PUBG ગેમ રમવા માટે આ પરાક્રમ કર્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...