તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2 Actresses Doing Sex Work In Thane, Deal Was Fixed At Rs 1.8 Lakh; Police Arrested 5 People Including The Actress

કામ ન મળ્યું તો બની ગઈ સેક્સ વર્કર:થાણેમાં સેક્સ રેકેટનો પર્દાફાશ; 2 એક્ટ્રેસ સહિત 5 લોકોની ધરપકડ, 1.80 લાખમાં થઈ હતી ડીલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલી બંને અભિનેત્રી પાસે લોકડાઉનમાં કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી - Divya Bhaskar
પકડાયેલી બંને અભિનેત્રી પાસે લોકડાઉનમાં કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી
  • કોરોનામાં કામ ન મળતા નાણાકીય ભીડ સર્જાઈ, જેમાથી બહાર આવવા આ કામમાં જોડાઈ

મહામારી અને લોકડાઉનના પગલે લોકોના કામ ધંધા અને રોજગાર પર ઘણી જ ગંભીર અસર પડી છે. ખાસ કરીને ફિલ્મ અને ટીવી સીરીયલ સાથે જોડાયેલાં લોકો બેકાર જ બની ગયા છે. કેટલાંક નાના-મોટા કલાકારો બેકાર બનતા પોતાનો ખર્ચો કાઢવા માટે ગેરકાયદે વ્યવસાયમાં જોડાય ગયા છે. ત્યારે મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-1એ દરોડા પાડી સેક્સ વર્ક કરતી બે અભિનેત્રીઓને ઝડપી લીધી છે. થાણેના પાચપાખડી વિસ્તારમાં પાડેલા એક દરોડામાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી બે એક્ટ્રેસ, બે મહિલા એજન્ટ એક પુરૂષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સની ઓળખ સુનિલા ઉર્ફે વિશાલ ઉત્તમચંદ જૈન (42 વર્ષ) ગોરેગાંવ નિવાસી, હસીના ખાલીદ મેમણ (45 વર્ષ) મુંબ્રાની રહેવાસી અને એપાર્ટમેન્ટની માલિક સ્વીટી ચડ્ડા (47 વર્ષ)ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ની ટીમને મળેલી જાણકારીના આધારે દરોડા પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

બંને અભિનેત્રી મુંબઈમાં એક મોટા સેક્ટ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વેશ્યાવૃતિ માટે તેઓએ થાણે શહેરની પસંદગી કરી હતી કેમકે તેઓને અહીં પોલીસથી એટલો ડર ન હતો. પરંતુ તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

એક રાતની કિંમત 2 લાખ રૂપિયા
એક રાતની કિંમત દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયા માગવામાં આવી હતી અને 1 લાખ 80 હજાર સૌદો નક્કી થયો હતો. નક્કી કરેલ સમયે બંને અભિનેત્રીઓ થાણેથી પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં આવી. ઠીક તે સમયે જ પૂર્વ સુચના મુજબ ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ના સીનિય ઈન્સ્પેક્ટરે રેડ કરી દીધી હતી.

લોકડાઉનને કારણે કામ ન હતું
પકડાયેલી બંને અભિનેત્રી પાસે લોકડાઉનમાં કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી. લોકડાઉનને પગલે હાલ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ છે, એવામાં કલાકારોની પાસે કામની ઉણપ છે. પોલીસનું કહેવું છે કે આ એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ છે, જેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરીને તેની સાથે જોડાયેલાં લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.