• Gujarati News
  • National
  • 1.93 Lakh Cases Reported In Last 24 Hours; Mumbai Is The First Metro City In The Third Wave With 1 Lakh Active Cases

કોરોના દેશમાં LIVE:ત્રીજી લહેરમાં પહેલી વખત 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ નોંધાયા, દેશમાં 10 લાખને પાર થયા કુલ એક્ટિવ કેસની સંખ્યા

મુંબઈ4 મહિનો પહેલા
  • ભારત બાયોટેકે દાવો કર્યો કે- કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ બંને વેરિયન્ટને ખતમ કરે છે
  • દેશમાં કુલ 3.60 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે
  • પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિન્દર સિંહ કોરોના પોઝિટિવ

દેશમાં બુધવારે કોરોના વાયરસની દ્રષ્ટીએ ઘણો જ ભયાનક દિવસ રહ્યો. ત્રીજી લહેરમાં પહેલી વખત 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં 2 લાખ 26 હજાર 026 કોરોનાના નવા કેસ મળ્યા હતા. આ દરમિયાન 76,447 લોકો સ્વસ્થ થયા પરંતુ 355 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ 1 લાખ 49 હજાર 224નો વધારો નોંધાયો છે. પહેલી વખત કુલ એક્ટિવ કેસ 10 લાખને પાર પહોંચી ગયા છે. હાલ 10.98 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

તો દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 27,561 નવા કેસ નોંધાયા છે. સાથે જ એક દિવસમાં 40 લોકોના મોત નિપજ્યા છે. જાન્યુઆરીના શરૂઆતના 12 દિવસમાં જ કોરોનાથી 133 સંક્રમિતના મોત નિપજ્યા છે. સાથે જ આજે અહીં સંક્રમણનો દર 26.22% નોંધાયો છે.

જાન્યુઆરીના શરૂઆતના 11 દિવસોમાં દિલ્હીમાં કોરોનાના 93 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં આ ગતિ વધી છે અને કોરોનાના 57 દર્દીઓના મોત નોંધાયા છે. એટલે કે 3 દિવસમાં દરરોજ લગભગ 20 દર્દીઓના મોત નિપજ્યા છે.

મુંબઈમાં પણ ચાર દિવસ સુધી કેસ ઘટ્યા બાદ બુધવારે ફરી નવા કેસ વધવાના શરૂ થઈ ગયા છે. અહીં બુધવારે 16,420 નવા કેસ મળ્યા જે મંગળવારે નોંધાયેલા 11,467 કોરોનાના દર્દીઓથી ઘણી જ વધારે છે. મહાનગરમાં 14,649 લોકો રિકવર થયા, જ્યારે 7 લોકોના મોત થયા છે.

સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો ટેસ્ટિંગ વગર જ ડિસ્ચાર્જ કરી શકાશે: કેન્દ્ર સરકાર
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે બુધવારે કોરોના વાયરસ મહામારીના વધતા કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાની લહેર દરમિયાન 8 રાજ્યમાં સૌથી વધુ પરેશાન છે, જ્યાં પોઝિટિવિટી રેટ હાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ છે. તેમાં સૌથી વધુ 32.18% પોઝિટિવિટી રેટ બંગાળમાં છે. જે બાદ દિલ્હીમાં 23.1% અને મહારાષ્ટ્રમાં આ દર 22.39% છે.

દેશની પ્રથમ કોરોના વેક્સિન બનાવનાર ભારત બાયોટેક કંપનીએ બુધવારે દાવો કર્યો હતો કે તેમની વેક્સિન કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના વાઈરસના હાલના બંને વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે એમોરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં, તેમણે પ્રથમ બે ડોઝના 6 મહિના પછી આપવામાં આવેલા કોવેક્સિન બૂસ્ટર (BBV152)ના અત્યાર સુધીના પરિણામોમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ્સને ન્યૂટ્રલાઈઝ કર્યા છે. ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ 100% ટેસ્ટ સીરમ સેમ્પલ્સમાં તે પ્રભાવી સાબિત થઈ છે, જ્યારે ઓમિક્રોનના 90% સેમ્પલ્સને તેણે ન્યૂટ્રલાઈઝ કરી દીધા છે.

આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સ્થિતિની સમીક્ષા પછી દર્દીને ડિસ્ચાર્જ કરવાની નીતિમાં પણ ફેરફાર કર્યો છે. હવે સામાન્ય લક્ષણવાળા સંક્રમિતોને પોઝિટિવ આવતા સાત દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દરમિયાન જો સતત ત્રણ દિવસ સુધી દર્દીની સ્થિતિ સ્વસ્થ રહે છે અને તાવ નથી આવતો તો ડિસ્ચાર્જ માટે ટેસ્ટિંગની પણ જરૂરિયાત નથી રહેતી.

મધ્યમ લક્ષણવાળા દર્દીઓમાં જો સુધારો જોવા મળે છે અને તેમનું ઓક્સિજન લેવલ સપોર્ટ વગર પણ સતત ત્રણ દિવસ સુધી 93 ટકાથી વધુ રહે છે તો એવા દર્દીઓને ડિસ્ચાર્જ કરી શકાય છે.

ઓમિક્રોન-ડેલ્ટાને ખતમ કરે છે કોવેક્સિનનો બૂસ્ટર ડોઝઃ ભારત બાયોટેક
દેશની પહેલી સ્વદેશી કોરોના વેકિસન બનાવનારી ભારત બાયોટેક કંપનીએ બુધવારે દાવો કર્યો કે તેમની વેક્સિન કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના બંને વેરિયન્ટને ખતમ કરે છે. કંપનીએ એક ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે, એમોરી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં પહેલાં બંને ડોઝના 6 મહિના પછી આપવામાં આવેલા કોવેક્સિનના બૂસ્ટર (BBV152)ના અત્યાર સુધીમાં સામે આવેલા રિઝલ્ટમાં તેને ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ્સને ન્યૂટ્રાલાઈઝ કર્યા છે. ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ 100% ટેસ્ટ સીરમ સેમ્પલ્સમાં આ અસરકારક સાબિત થયું છે, જ્યારે ઓમિક્રોનના 90% સેમ્પલ્સને ન્યૂટ્રાલાઈઝ કરી દીધા છે.

ત્રીજી લહેરમાં એક્ટિવ કેસ પહેલી વખત 9 લાખની પાર પહોંચી ગયો
દેશમાં 24 કલાકમાં 1 લાખ 93 હજાર નવા કોરોના સંક્રમિત કેસ મળી આવ્યા છે. 60,182 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 442 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 33 હજાર 318નો વધારો નોંધાયો છે. હાલ 9.48 લાખ કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

દેશમાં એક્ટિવ કેસમાં પણ 1.32 લાખનો વધારો નોંધાયો છે. ત્રીજી લહેરમાં એક્ટિવ કેસ પહેલી વખત 9 લાખની પાર પહોંચી ગયો છે. તો નવા સંક્રમિતોમાં 25 હજારનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાં સોમવારે 1.69 લાખ લોકો સંક્રમિત મળ્યા હતા. દેશમાં હાલ કુલ 3.60 કરોડ લોકો પોઝિટિવ બન્યા છે જેમાં 3.46 કરોડ લોકો રિકવર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4 લાખ 84 હજાર 655 લોકોના મોત નિપજ્યા છે.

કોરોના અપડેટ્સ...

  • IIT હૈદરાબાદમાં 119 સ્ટૂડન્ટ્સ અને સ્ટાફ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સંસ્થાના અધિકારીઓ મુજબ આ કેસ 6 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે મળે છે. તો 5થી 9 જાન્યુઆરી વચ્ચે IIT મદ્રાસમાં 58 લોકો સંક્રમિત થઈ ગયા છે. જેમાં 17 સ્ટૂડન્ટ્સ પણ સામેલ છે. IIT જમ્મુમાં પણ 18 સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. સંક્રમિતોમાં સ્ટૂડન્ટ્સ, ફેકલ્ટી અને સ્ટાફના લોકો સામેલ છે.
  • પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે કેપ્ટને ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને તેઓ હોમ આઈસોલેશનમાં છે.
  • IIT હૈદરાબાદમાં 119 વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોરોના પોઝિટિવ મળ્યો છે. સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર 6 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે આ કેસ મળી આવ્યા છે. જ્યારે, IIT મદ્રાસમાં 5 થી 9 જાન્યુઆરી વચ્ચે 58 લોકો સંક્રમિત થયા હતા. જેમાં 17 વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
  • દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે BJP હેડક્વાર્ટર દિલ્હીના 42 સભ્યોને પણ કોરોના થયો છે.
  • PM મોદીએ કહ્યું કે 15 થી 17 વર્ષની વયજૂથના 2 કરોડથી વધુ બાળકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. વડાપ્રધાને બુધવારે પુડુચેરીમાં આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવ દરમિયાન આ વાત જણાવી હતી.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4,868 કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે પોઝિટિવિટી દર 11.05% નોંધાયો હતો.
  • મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડૉક્ટર્સ કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે.
  • કર્ણાટક સરકારે રાજ્યમાં તમામ પ્રકારની રેલીઓ અને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે, લગ્નમાં મહત્તમ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
  • દિલ્હી પોલીસે કહ્યું- 1થી 12 જાન્યુઆરી સુધીમાં અમારા 1700 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

રાજ્યોને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જણાવાયું
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. આમાં, રાજ્યોને કોરોના બાબતે પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જણાવાયું છે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં, કોરોનાના કેસોમાં સતત વધારા વચ્ચે પાંચથી 10 ટકા સક્રિય કેસોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કેસોની ગતિ પણ દિવસેને દિવસે વધી રહી છે. એવામાં હોસ્પિટલમા દાખલ થનારા દર્દીની સંખ્યા પણ ઝડપથી વધી શકે છે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમને કુલ કેસની સંખ્યા અને એક્ટિવ કેસની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને લખેલા પત્રમાં આપ્યા આદેશ

  • દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો
  • ઓક્સિજન માટે તૈયાર રહેવા કેન્દ્રનો આદેશ
  • ઓક્સિજન પુરવઠો અત્યારથી સુનિશ્ચિત કરવા જણાવાયું
  • તમામ હોસ્પિટલમાં 48 કલાકનો બફર સ્ટોક રાખવાના આદેશ
  • ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો પણ સ્ટોક રાખવા આદેશ
  • ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હોય તે ચેક કરવાના આદેશ
  • લિક્વિડ મેડિકલ ઓક્સિજનની અને લાઈફ સપોર્ટ ઈક્વિપમેન્ટની ઉપલબ્ધતા ચકાચવી.
  • પ્રાઈવેટ હેલ્થ ફેસિલિટી સાથે કોર્ડિનેશન કરવું.
  • ઓક્સિજન સંબંધિત સમસ્યાના સમાધાન માટે દરેક રાજ્યમાં ઓક્સિજન કન્ટ્રોલરૂમ બનાવવા.

ICMRએ મોલનુપીરાવીરને કોરોનાની દવાઓની યાદીમાંથી દૂર કરી
28 ડિસેમ્બરે કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે એન્ટિ-વાયરલ કોવિડ ટેબ્લેટ મોલનુપીરાવીરને દવાઓની યાદીમાં સામેલ કરી હતી. પરંતુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ મોલનુપીરાવીર ટેબ્લેટને કોરોના પ્રોટોકોલમાંથી દૂર કરી છે. ICMR ની નેશનલ કોરોના ટાસ્ક ફોર્સ (કોવિડ-19 માટે નેશનલ ટાસ્ક ફોર્સ)ના આ નિર્ણય બાદ હવે મોલનુપીરાવીર કોરોનાની સારવાર માટે સૂચવવામાં આવેલી દવાઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. જો કે ICMR દ્વારા કોરોના સારવાર માટેના નિર્ધારિત પ્રોટોકોલમાંથી મોલનુપીરાવીરને હટાવી દેવામાં આવી હોવા છતાં તેનું વેચાણ બંધ કરવામાં આવશે નહીં. જો ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખશે તો તે ઉપલબ્ધ કરાશે. ભારતમાં 13 કંપનીઓ આ દવા બનાવી રહી છે.

દેશમાં ઓમિક્રોનના કેસ 4868 થયા
કોરોનાનો નવા વેરિયન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયેલા ટોચના 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં કોરોનાના 34,424 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 21,259, પશ્ચિમ બંગાળમાં 21,098, તમિલનાડુમાં 15,379 અને કર્ણાટકમાં 14,473 નવા કેસ નોંધાયા છે. 54.77% નવા કેસ આ પાંચ રાજ્યોમાં જ નોંધાયા છે. કુલ નવા કેસોમાંથી 17.68 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.

દેશમાં કુલ 9.47 લાખ એક્ટિવ કેસ છે
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 9 લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે એક્ટિવ કેસોમાં 1.32 લાખનો વધારો થયો હતો. હવે દેશમાં કુલ 9.47 લાખ એક્ટિવ કેસ છે. આ દરમિયાન મુંબઈ 1 લાખથી વધુ એક્ટિવ કેસ સાથે દેશનું પ્રથમ મહાનગર બન્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળ દેશમાં 1 લાખની સંખ્યાવાળું દેશનું બીજું રાજ્ય બન્યું છે. મુંબઈમાં કુલ 1 લાખ 523 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં કુલ 1 લાખ 523 એક્ટિવ કેસ છે.
મુંબઈમાં કુલ 1 લાખ 523 એક્ટિવ કેસ છે.

કુલ 3.60 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે
દેશમાં અત્યારસુધીમાં કુલ 3.60 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 3.46 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં 4 લાખ 84 હજાર 655 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાથી સ્થિતિ

  • કુલ કેસઃ 3,60,70,510
  • એક્ટિવ કેસ: 9,55,319
  • કુલ રિકવરીઃ 3,46,30,536
  • કુલ મૃત્યુઃ 4,84,655
  • ઓમિક્રોનના કુલ કેસ: 4,868
અન્ય સમાચારો પણ છે...