દિલ્હી:આંબેડકરનગરમાં 19 વર્ષીય છોકરાની છરીના ઘા મારીને હત્યાં, છોકરી સાથે ફ્રેન્ડશિપનો કરૂણ અંજામ આવ્યો

એક વર્ષ પહેલા

દિલ્હીના આંબેડકરનગરની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં 19 વર્ષીય કૃણાલ નામના છોકરાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. કૃણાલ તેના પિતાનો બર્થડે હોવાથી કેક લેવા ગયો હતો. આ દરમિયાન ત્રણ-ચાર છોકરાઓએ કૃણાલને છરીના ઘા મારી દીધા હતાં. આ સમગ્ર હત્યાની ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મહત્ત્વનું છે કે, કૃણાલની એક છોકરી સાથે ફ્રેન્ડશિપ હોવાને લીધે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કરવા માટે આરોપીઓએ ઇકોમર્સ સાઇટ પરથી છરીની ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...