તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અહીં 15 વર્ષ પછી બર્ડફ્લૂ આવ્યો છે. કુલ 29 પોલ્ટ્રીમાંથી 24નો રિપોર્ટ બર્ડફ્લૂ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 રિપોર્ટ પેન્ડિંગ છે. 24 પોલ્ટ્રી ફાર્મમાં 5.10 લાખ પક્ષી અને 19 લાખ ઇંડાંનો જેસીબી મશીન દ્વારા નાશ કરવામાં આવ્યો છે. નવાપુરના બર્ડફ્લૂ પોઝિટિવ શાહીન પોલ્ટ્રીફાર્મથી માત્ર અડધો કિલોમીટર નજીક ઉચ્છલનું નેશનલ પોલ્ટ્રી આવે છે. આ બાબતે ગુજરાત પશુપાલન વિભાગને અલર્ટ રહેવાની જરૂરત છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સિંદદુર્ગ જિલ્લો છોડીને મહારાષ્ટ્રના આખા જિલ્લામાં બર્ડફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
5 દિવસ પહેલાં યુદ્ધના ધોરણે મરઘાનો નાશ કર્યો હતો
ગુજરાતની સીમાએ આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં રવિવારે ચાર ઇન્ફેક્ટેડ પોલ્ટ્રીફાર્મમાં સૌથી પહેલા ડાયમંડ ફેક્ટરીમાં યુદ્ધના ધોરણે મરઘીઓને નાશ કરવાની કામગીરી ચાલુ કરાઇ હતી. નવાપુરના મરઘાના 4 પોલ્ટ્રીફાર્મમાં બર્ડફ્લૂના પોઝિટિવ અહેવાલોને કારણે 15 વર્ષ બાદ નંદુરબાર જિલ્લામાં બર્ડફ્લૂએ ઘૂસણખોરી કરી છે.
28 ફાર્મને અલર્ટ કરાયા હતા
નવાપુર તાલુકાના 4 પોલ્ટ્રી ફાર્મના મરઘાના કિંલિગ કરવાની કામગીરી ચાલુ છે. ડાયમંડ પોલ્ટ્રીફાર્મના 6 શેડમાંથી 2 શેડમાં બપોર સુધી 21 હજાર મરઘી નષ્ટ કરવામા આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેકટરે અહીં બર્ડફ્લૂના ઉપદ્રવના સમાચારની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્રે 4 મરઘાફાર્મમાં લગભગ 4 લાખ મરઘીનો નાશ કરીને શરૂઆત કરી છે. ખેતરની આજુબાજુમાં આવેલા અન્ય 12 મરઘાફાર્મની આશરે 4 લાખ મરઘીને પણ જોખમમાં મુકાયેલા વિસ્તારમાં સમાવવામાં આવી છે. નવાપુર તાલુકામાં 28 મરઘાફાર્મમાં 9.50 લાખ જેટલા મરઘા છે.
દેશી મરઘા, બતક સરકારી વાહનમાં જમા કરવા આદેશ
દેશી મરઘાં, ચિકન, બતક સહિતનાં પક્ષીઓની સાથે નવાપુરમાં બર્ડફ્લૂના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં રાખીને અને ગ્રામજનો ઘરેલુ તથા જીવંત મરઘીઓ, કબૂતરો, બતક, અન્ય પક્ષીઓ તરત જ સરકારી વાહનમાં, ટ્રેક્ટરમાં જમા કરવાની તંત્રએ સૂચના આપી છે. પક્ષીઓ એકત્રિત કરતી વખતે ગ્રામજનોએ ખેડૂતોને તેમની સાથે તેમની બેંક પાસબુક, આધારકાર્ડ લાવવા જણાવ્યું છે. વહીવટી તંત્રે બર્ડફ્લૂને પગલે નવાપુર શહેરમાં ચિકન- ઇંડાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવા છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.