બધા પ્રતિબંધો ખતમ:18મીથી વિમાનો 100% ક્ષમતા સાથે ઊડશ

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી
  • કોરોના આવ્યા પછી પહેલીવાર સંપૂર્ણ ક્ષમતા સાથે હવાઈ પ્રવાસ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આગામી 18 ઓક્ટોબરથી ડોમેસ્ટિક એરલાઇન્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડાનની મંજૂરી આપી છે. હાલ પ્રવાસીઓની 85 ટકા કેપેસિટી સાથે જ ઉડાનની મંજૂરી હતી. ફ્લાઇટ્સની સંખ્યા તથા પ્રવાસીઓની માગને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો હતો.

દિવાળી સહિતના તહેવારોના દિવસમાં એરલાઇન્સ પરના પ્રતિબંધો દૂર કરી દેવામાં આવતા પ્રવાસીઓને રાહત મળશે. મંત્રાલયે એરલાઇન્સ તથા એરપોર્ટ ઓપરેટરોને કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે તમામ પ્રકારના નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું છે. સાથે જ વિમાનમાં પણ પ્રવાસ દરમિયાન ગાઇડલાઇનનું પાલન થાય તેની કાળજી રાખવા જણાવ્યું છે.

કોરોના આવ્યા બાદ ગત 9 ઓક્ટોબરે ડોમેસ્ટિક એરલાઇન્સના પ્રવાસીઓની સંખ્યા પહેલીવાર 3 લાખને પાર થઈ હતી. એ દિવસે એરલાઇન્સોએ 2,340 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઓપરેટ કરી હતી. આ સંખ્યા કોરોનાકાળ પૂર્વેની ક્ષમતાના 71.5 ટકા હતી. જુલાઇ બાદ સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પહેલી લહેરમાં 33%, બીજીમાં 50% થઈ ક્ષમતા, પછી 85% અને હવે 100%
કોરોના મહામારી દરમિયાન ગત વર્ષે એપ્રિલ-મેના બે મહિનામાં ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બંધ હતી. એ પછી 25 મેથી 23 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં તબક્કાવાર રીતે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી હતી. ડિસેમ્બર 2020 સુધી ક્ષમતા 80 ટકા વધારવામાં આવી હતી. કોરોના કેસો વધ્યા બાદ ક્ષમતા ઘટાડીને 50 ટકા કરાઈ હતી. 5 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી 65% અને બાદમાં 18 સપ્ટેમ્બર સુધી 72.5 ટકા થઈ હતી. જ્યારે 18 સપ્ટેમ્બરથી ક્ષમતા વધારીને 85% કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...