• Gujarati News
  • National
  • 18 People Were Evacuated After Windows Were Broken, Several Were Knocked Unconscious By The Smoke

લખનઉની લેવાના હોટલમાં લાગી ભીષણ આગ:બારીઓ તોડીને 18 લોકોને બહાર કઢાયા, 4 લોકોનાં મોત, ધુમાડાને કારણે અનેક લોકો બેભાન થયા

લખનઉએક મહિનો પહેલા

યુપીની રાજધાની લખનઉની લેવાના હોટલમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગમાં 4 લોકોનાં મોત થયા છે. અહીં ઘણા લોકો ફસાયેલા છે, બારી તોડીને તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અત્યારસુધીમાં 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ 15 જેટલા લાકો અંદર ફસાયા હોવાના સમાચાર છે.

બેભાન હાલતમાં લેવાયેલાં મહિલા અને એક પુરુષ સહીત 4ના મોત
હોટલમાંથી બચાવી લેવાયેલાં એક મહિલા અને એક પુરુષ બેભાન થઈ ગયાં હતાં. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જોકે ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. હોટલ સ્ટાફની મદદથી તેમની ઓળખ કરવામાં આવી રહી છે, એમ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે, તેમને ત્યાં 7 દર્દી દાખલ કરવામાં આવ્યા છે.

બેભાન થઈ ગયેલા લોકોને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2ની હાલત નાજુક છે.
બેભાન થઈ ગયેલા લોકોને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2ની હાલત નાજુક છે.

ધુમાડાના ગોટેગોટા ભરાવાને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા છે. કેટલાક લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ફાયરની 15 ગાડી દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.

લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ હોટલની બારીઓ તોડી રહી છે.
લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ હોટલની બારીઓ તોડી રહી છે.
આ હોટલ લખનઉના પ્રખ્યાત હઝરતગંજમાં આવેલી છે, એ ગીચ વિસ્તાર છે.
આ હોટલ લખનઉના પ્રખ્યાત હઝરતગંજમાં આવેલી છે, એ ગીચ વિસ્તાર છે.

અડધા કલાક બાદ સ્ટાફને આગ લાગ્યાની જાણ થઈ હતી
સવારે 7.30 વાગ્યાની આસપાસ લેવાના હોટલના રૂમમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. હોટલ સ્ટાફને 8 વાગે તેની જાણ થઈ હતી. ફાયરબ્રિગેડને જાણ કર્યા બાદ સ્ટાફ દ્વારા લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો હતો. હોટલની આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું કે ઘણા લોકો જાતે જ બારીઓ તોડીને બહાર નીકળી ગયા હતા. ઘણા લોકો હાથમાં પોતાનો સામાન લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે હોટલમાં કુલ 30 રૂમ છે, જેમાંથી 18 રૂમમાં લોકો હતા. 30થી 35 લોકો રૂમોમાં હાજર હતા. પ્રથમ માળ પર બેન્ક્વેટ હોલ છે. અહીં ઘણા લોકો હતા. ઘણા લોકો વહેલી સવારે જ હોટલની બહાર નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...