નીતિ આયોગનો પોવર્ટી ઇન્ડેક્સ:ગુજરાતમાં 18% લોકો ગરીબ, ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગમાં સૌથી વધુ 57% , બીજા ક્રમે દાહોદમાં 55% લોકો ગરીબ, બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય
  • રાજ્યમાં 1.12 કરોડ ગરીબ, 2.49 કરોડ પૌષ્ટિક આહારથી વંચિત

નીતિ આયોગે નેશનલ મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ (MPI) એટલે કે રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક જાહેર કર્યો છે જે મુજબ ગુજરાતમાં કુલ વસ્તીના 18.60 ટકા એટલે કે 1.12 કરોડ લોકો ગરીબ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યો કરતાં પણ ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. નીતિ આયોગના ઇન્ડેક્સ મુજબ બિહાર દેશમાં સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં કુલ 51.91 ટકા વસ્તી ગરીબ છે. બીજા ક્રમે ઝારખંડ છે જ્યાં 41.16 ટકા લોકો ગરીબ છે. ગુજરાતમાં સૌથી વધુ ગરીબી ડાંગ જિલ્લામાં છે.

બીજા ક્રમે દાહોદ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછી ગરીબી છે. આ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે લોકોના આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ સૂચકાંક પ્રમાણે ગુજરાત 13મા સ્થાને છે જ્યારે બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં 51.91% વસ્તી ગરીબ છે. બીજા સ્થાને ઝારખંડ 42.16 ટકા, ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ 37.79 ટકા, ચોથા સ્થાને મધ્ય પ્રદેશ 36.65 ટકા, પાંચમા સ્થાને મેઘાલય જ્યાં 32.67 ટકા લોકો ગરીબ છે.

રાજ્યમાં 14.77 ટકા એટલે કે 89.18 લાખ એવા પરિવાર હતા જ્યાં ગર્ભવતી મહિલાઓએ એકવાર પણ જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપચાર કે રસી નથી લીધી. 41.37 ટકા એટલે કે 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક પણ ઉપલબ્ધ નથી. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની કુલ વસ્તીના 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરમાં થયા હતા.

ગુજરાતમાં કેટલો વિકાસ? નીતિ આયોગના 2019-20ના આંકડા

  • ​​​​​​​31.39 લાખ લોકો એવા જે 9 પાસ હોવા જોઈએ એ વયે એકપણવાર સ્કૂલ ગયા નથી.
  • 2.11 કરોડ એવા જેમને ત્યાં રસોઈ કરવા ઇંધણ, લાકડા કે કોલસો પણ નથી.
  • 1.56 કરોડ લોકો પાસે પોતાનું શૌચાલય નથી, જાહેર શૌચાલય વાપરે છે.
  • 32.60 લાખ લોકો જેમને પીવાના પાણી માટે 30 મિનિટ ચાલવું પડે છે.
  • 16.90 લાખ લોકો પાસે વીજળીની વ્યવસ્થા નથી.

{ 26.56 લાખ લોકો બેન્ક કે પોસ્ટ ઑફિસમાં ખાતું ધરાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...