તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The People Of Maharashtra, Chhattisgarh And Rajasthan Will Have To Wait; Find Out What Is The Preparation Of Bihar, MP And Jharkhand

18+ના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ:મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાનના લોકોએ રાહ જોવી પડશે; જાણો શું છે બિહાર, MP અને ઝારખંડની તૈયારી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થઈ જશે
  • મુખ્યમંત્રી શિવરાજ સિંહે તેમને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે

અત્યારસુધીમાં હેલ્થકેરવર્કર્સ, ફ્રન્ટલાઈનવર્કર્સ, 45 વર્ષથી વધુ ઉંમર અને ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને ફ્રીમાં વેક્સિન લગાવવામાં આવી રહી હતી. 1 મેથી કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન લગાવવાની મંજૂરી આપી છે. એને લઈને રજિસ્ટ્રેશન પ્રક્રિયા 28 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ વખતે વેક્સિનેશન ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી જ થશે, એટલે કે હોસ્પિટલ કે વેક્સિનેશન સેન્ટર પર રજિસ્ટ્રેશનની સુવિધા હશે નહિ. ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી મેસેજ આવે એટલે વેક્સિન લગાવવા સેન્ટર પર જવાનું રહેશે. એને લઈને રાજ્યોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને વેક્સિન સપ્લાઈ માટે ઓર્ડેર પણ અપાઈ ચૂક્યો છે.

MPમાં 18થી 45 વર્ષની વચ્ચે 3.45 કરોડ વસતિ
મધ્યપ્રદેશમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થઈ જશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે તેમને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 45 લાખ ડોઝ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને ઓર્ડર આપ્યો છે. જોકે પડકાર એ છે કે 18થી 45 વર્ષની વચ્ચેના લગભગ 3.41 કરોડ લોકોને વેક્સિન લાગવાની છે. અત્યારસુધીમાં અહીં 45 વર્ષથી વધુ ઉંમરની 32 ટકા વસતિને જ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

ઝારખંડે 25 લાખ ડોઝ માટે ઓર્ડર આપ્યા
ઝારખંડમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત 1 મેથી થશે. સરકાર તેની તૈયારીમાં લાગી ગઈ છે. આ અંગે હેલ્થ સેક્રટરી અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની લગભગ 6.65 લાખ રસી સુરક્ષિત છે. આ સિવાય 50 લાખ રસીની માગ કેન્દ્ર સરકાર પાસેથી કરવામાં આવી છે, એમાં 30 લાખ જૂની માગ પેન્ડિંગ છે, જ્યારે 20 લાખ રસીની નવી ડિમાન્ડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 15 દિવસની અંદર જ રાજ્ય સરકારની ડિમાન્ડ મુજબ તમામ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય રાજ્ય સરકાર તરફથી 25 લાખ ડોઝ બનાવવાનો ઓર્ડર ડાયરેક્ટ વેક્સિન બનાવનારી કંપનીને આપવામાં આવ્યો છે.

બિહારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે
બિહાર સરકારે જાહેરાત કરી છે કે 18 વર્ષના અને તેનાથી ઉપરના તમામ લોકોને સરકાર ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. બિહારમાં 18 વર્ષથી લઈને 45 વર્ષના લોકોની સંખ્યા 5.34 કરોડ છે. અત્યારસુધીમાં અહીં કુલ 68 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યા 57 લાખથી વધુ છે, જ્યારે 10 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો છે. રાજ્ય સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને એક કરોડ વેક્સિન પૂરી પાડવાનો ઓર્ડર આપ્યો છે. જોકે સીરમે એક જ વખતમાં બધી વેક્સિન આપવાથી ઈન્કાર કર્યો છે. સીરમ બિહારમાં મંથવાઈઝ વેક્સિન આપશે.

આ ત્રણ રાજ્યમાં 1મેથી શરૂ નહિ થાય વેક્સિનેશન...

છત્તીસગઢમાં ફ્રી વેક્સિન, જોકે તારીખ નક્કી નથી
છત્તીસગઢમાં સરકારે 18 વર્ષથી 45 વર્ષની ઉંમરના લોકોને ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે. જોકે વેક્સિનેશન ક્યારથી શરૂ થશે એ હજી નક્કી થઈ શક્યું નથી. રાજ્યમાં એક કરોડ 20 લાખ લોકો 18થી 45 વર્ષના છે. એના માટે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ બંને કંપનીઓને 25-25 લાખ ડોઝના ઓર્ડર આપવામાં આવ્યા છે. એ પછી ભારત બાયોટેકે સરકારને કહ્યું હતું કે તેેમને વેક્સિન જુલાઈના અંતિમ સપ્તાહ પહેલાં આપી શકાશે નહિ. જોકે સીરમ તરફથી હાલ કોઈ જવાબ મળ્યો નથી.

રાજસ્થાનમાં વેક્સિનેશન માટે હજી વધુ રાહ જોવી પડશે
રાજસ્થાન સરકારે 18 વર્ષથી 45 વર્ષની એજ ગ્રુપવાળાનું ફ્રીમાં વેક્સિનેશન કરવાની જાહેરાત કરતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટને 3.75 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જોકે સીરમ ઈન્સ્ટિટ્યૂટે એ વાત હજી સુધી જણાવી નથી કે તે વેક્સિનનો પુરવઠો ક્યાં સુધીમાં આપશે. મંત્રી રઘુ શર્માનું કહેવું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે 15 મે સુધીમાં કેન્દ્ર સરકારને જ સપ્લાઈ કમિટમેન્ટ પૂરું થવાની શકયતા વ્યક્ત કરી છે. હાલ તેની પાસે વેક્સિન નથી. રાજસ્થાન સરકારે 18 વર્ષથી 45 વર્ષની 3.75 કરોડ વસતિના વેક્સિનેશન માટે 3000 કરોડનો ખર્ચ ઉઠાવવાનો દાવો કર્યો છે.

મહારાષ્ટ્રમાં પણ એક મેથી નહિ થાય 18+નું વેક્સિનેશન
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે અમે 18+નું વેક્સિનેશન ફ્રીમાં કરીશું. તેના માટે રાજ્ય સરકાર 6500 કરોડનો ખર્ચ ઉઠાવશે. 6 મહિનાની અંદર 5.71 કરોડ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. જોકે 1 મેથી વેક્સિનેશન શરૂ કરી શકાશે નહિ, કારણ કે વેક્સિનની અછત છે. વેક્સિન નિર્માતા સીરમ અને ભારત બાયોટેક તરફથી આ જવાબ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...