• Gujarati News
  • National
  • 177 Teachers Transferred Out Of The Valley Amid Target Killings In Kashmir; All Kashmiri Pandits

સરકારનો મોટો નિર્ણય:કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 શિક્ષકોનું ઘાટીમાંથી બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું; તમામ કાશ્મીરી પંડિતો

શ્રીનગરએક મહિનો પહેલા
  • ઘાટીમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી કાશ્મીરી પંડિતોમાં નારાજગી છે.

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને જોતા સરકારે મોટો નિર્ણય લીધો છે. કાશ્મીરી પંડિત સમુદાયમાંથી આવતા 177 શિક્ષકોનું ઘાટીમાંથી બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તમામને કાશ્મીરના જિલ્લા મુખ્યાલયમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. શુક્રવારે ગૃહ મંત્રાલયમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંડિતોના રોષને શાંત કરવાના પ્રયાસો
​​​​​​​શ્રીનગરના મુખ્ય શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલા પત્રમાં તમામ શિક્ષકોની બદલી અંગે માહિતી આપવામાં આવી છે. વહીવટીતંત્રના આ નિર્ણયને કાશ્મીરી પંડિતોના ગુસ્સાને શાંત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખરેખરમાં ઘાટીમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓથી કાશ્મીરી પંડિતોમાં નારાજગી છે.

31 મેના રોજ આતંકીઓએ રજની બાળાની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી હતી.
31 મેના રોજ આતંકીઓએ રજની બાળાની ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી હતી.

રજની બાળાની હત્યા બાદ જમ્મુમાંથી ટ્રાન્સફરની માંગ
સાંબામાં 31 મેના રોજ કાશ્મીરી પંડિત રજની બાળાની હત્યા બાદથી જ પ્રદર્શન થઈ રહ્યા છે. કાશ્મીરી પંડિતોની માગ છે કે તેમનું જમ્મુમાંથી ટ્રાન્સફર કરવામાં આવે. જેથી સતત થઈ રહેલા ટાર્ગેટ કિલિંગને અટકાવી શકાય.

સુરક્ષાદળ જ સુરક્ષિત નથી, અમને કોણ સુરક્ષા આપશે?
અનંતનાગનાં મટ્ટનમાં રહેતા કાશ્મીરી પંડિત રંજન જ્યોતિષીએ જણાવ્યું હતુ કે હવે લોકો ધીરજ ગુમાવી રહ્યા છે. અમારા અનેક લોકો મોતને ભેટ્યા છે. સરકાર અમારી પાસેથી શું ઈચ્છે છે? તેમણે વધુંમાં કહ્યું હતુ કે સુરક્ષાદળ જ સુરક્ષિત નથી, તો પછી અને લોકો કેવી રીતે સુરક્ષિત રહીશું.

અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિતોએ માંગ કરી છે કે તેમને સુરક્ષા આપવામાં આવે જેથી તેઓ સુરક્ષિત રીતે જમ્મુ જઈ શકે.
અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિતોએ માંગ કરી છે કે તેમને સુરક્ષા આપવામાં આવે જેથી તેઓ સુરક્ષિત રીતે જમ્મુ જઈ શકે.

ઘાટીમાં લગભગ 5900 કર્મચારીઓ કામ કરી રહ્યા છે
​​​​​​​ઘાટીમાં વડાપ્રધાન પેકેજ અને અનુસૂચિત જાતી જેવી કેટેગરીમાં લગભગ 5900 હિન્દુ કર્મચારીઓ છે. તેમાંથી 1100 ટ્રાન્ઝિટ કેમ્પોના આવાસમાં, જ્યારે 4700 ખાનગી રહેઠાણોમાં રહે છે. પ્રતિબંધો છતાં ખાનગી આવાસ અને કેમ્પમાં રહેતા કર્મચારીઓમાંથી 80 ટકા લોકો કાશ્મીર છોડીને જમ્મુ પહોંચી ગયા છે. અનંતનાગ, બારામુલ્લા, શ્રીનગરમાં કેમ્પના ઘણા પરિવારો પોલીસ-વહીવટીતંત્રની તહેનાતીના કારણે બહાર નીકળી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...